+

Hindu Religion : આ રાજ્યમાં એક સાથે 30 મુસ્લિમોએ અપનાવ્યો હિંદુ ધર્મ, 14 મહિલાઓ સામેલ…

મધ્યપ્રદેશના ઇન્દોરમાં 30 મુસ્લિમોએ ઇસ્લામ હિંદુ ધર્મ (Hindu Religion) અપનાવવાનો મામલો સામે આવ્યો છે. એક સામાજિક સંસ્થાએ દાવો કર્યો છે કે, મુસ્લિમ સમુદાયના 30 લોકોએ ઇસ્લામનો ત્યાગ કરીને હિંદુ ધર્મ…

મધ્યપ્રદેશના ઇન્દોરમાં 30 મુસ્લિમોએ ઇસ્લામ હિંદુ ધર્મ (Hindu Religion) અપનાવવાનો મામલો સામે આવ્યો છે. એક સામાજિક સંસ્થાએ દાવો કર્યો છે કે, મુસ્લિમ સમુદાયના 30 લોકોએ ઇસ્લામનો ત્યાગ કરીને હિંદુ ધર્મ (Hindu Religion)માં ઘરે પરત ફર્યા છે. સંગઠને દાવો કર્યો છે કે આ લોકોએ કાયદાકીય જોગવાઈઓ હેઠળ પોતાની મરજીથી ઇસ્લામનો ત્યાગ કર્યો છે. હિંદુ ધર્મ (Hindu Religion) અપનાવવાની પ્રક્રિયા ઇન્દોરના પ્રસિદ્ધ ખજરાના ગણેશ મંદિરમાં થઇ હતી. ચાલો આ બાબત વિશે વિગતવાર જાણીએ.

તમે હિંદુ ધર્મ કેમ અપનાવ્યો?

સામાજિક સંસ્થા શેર્ડ કલ્ચર મંચના પ્રમુખ સામ પાવરીએ કહ્યું છે કે, મધ્યપ્રદેશ ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ 2021 ના નિયમો હેઠળ મુસ્લિમ સમુદાયના લગભગ 30 લોકોએ સ્વેચ્છાએ પોતાનો ધર્મ બદલી નાખ્યો છે અને હિંદુ ધર્મ (Hindu Religion)માં પાછા ફર્યા છે. જેમાં 14 મહિલાઓનો સમાવેશ થાય છે. પાવરીના જણાવ્યા મુજબ, આ લોકોના પૂર્વજો, ઇન્દોર અને પશ્ચિમી મધ્યપ્રદેશના અન્ય જિલ્લાના રહેવાસીઓ હિંદુ હતા.

પોલીસે શું કહ્યું?

સંગઠનના પ્રમુખે જણાવ્યું છે કે, આ મુસ્લિમોએ મધ્યપ્રદેશ ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ 2021 હેઠળ સ્વેચ્છાએ પોતાનો ધર્મ બદલવા માટે જિલ્લા વહીવટીતંત્રની સામે એફિડેવિટ પણ આપી છે. જો કે, વિસ્તારના DCP એ કહ્યું છે કે અમને ખજરાના ગણેશ મંદિરમાં 28 લોકો પોતાની મરજીથી ધર્મ બદલવાની વિધિમાં સામેલ હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો : Maharashtra Budget : ખેડૂતોનું વીજળી બિલ માફ, મહિલાઓને દર મહિને મળશે 1500 રૂપિયા, અજિત પવારે રજૂ કર્યું બજેટ

આ પણ વાંચો : NEET પર હોબાળા વચ્ચે રાજ્યસભામાં ચક્કર ખાઈ પડ્યા કોંગ્રેસ સાંસદ, હોસ્પિટલ કરાયા દાખલ…

આ પણ વાંચો : Murder Mystery : રેશ્મા, હવસ અને પ્રેમ સંબંધ..વાંચો સમગ્ર મામલો..

Whatsapp share
facebook twitter