+

AUS vs WI : રન આઉટ હોવા છતા એમ્પાયરે બેટ્સમેનને ન આપ્યો આઉટ, જાણો કેમ

Run Out Controversy : રવિવારે ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ (Australia and West Indies) વચ્ચે T20 શ્રેણીની બીજી મેચ એડિલેડ ઓવલ ગ્રાઉન્ડ (Adelaide Oval Ground) ખાતે રમાઈ હતી. આ મેચમાં, યજમાનોએ…

Run Out Controversy : રવિવારે ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ (Australia and West Indies) વચ્ચે T20 શ્રેણીની બીજી મેચ એડિલેડ ઓવલ ગ્રાઉન્ડ (Adelaide Oval Ground) ખાતે રમાઈ હતી. આ મેચમાં, યજમાનોએ વેસ્ટ ઈન્ડિઝ (West Indies) ને 34 રને હરાવ્યું અને 3 મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી. પરંતુ આ મેચના અંતે એટલે કે બીજી ઈનિંગની 19મી ઓવરમાં રનઆઉટને લઈને કઇંક એવું જોવા મળ્યું જે સ્ટેડિમમમાં હાજર તમામ દર્શકો અને કોમેન્ટેટર્સ (Spectators and Commentators) માટે ચોંકાવનારું હતું. મેચમાં વેસ્ટ ઈન્ડિઝનો ખેલાડી અલ્ઝારી જોસેફ (Alzarri Joseph) રન આઉટ (Run Out) થવા છતાં પેવેલિયનમાં પાછો ફર્યો નહોતો. જીહા, એમ્પાયરે તેને નોટ આઉટ (Not Out) જાહેર કર્યો હતો.

એમ્પાયરે આઉટ કેમ ન આપ્યો (Run Out Controversy)

તમે વિચારતા હશો કે આવું કેવી રીતે બની શકે કે એક બેટ્સમેન આઉટ (Out) હોય અને એમ્પાયર (Umpire) તેને નોટ આઉટ આપી દે. પણ આવું શક્ય બન્યું છે અને આ વિચિત્ર ઘટના એડિલેડ T20 મેચની બીજી ઇનિંગ દરમિયાન જોવા મળી હતી. જોન્સન દ્વારા ફેંકવામાં આવેલી 19મી ઓવરના ત્રીજા બોલ પર અલ્ઝારીએ કવર તરફ શોટ રમ્યો હતો. શોટ ફટકાર્યા પછી, અલ્ઝારી સિંગલ માટે દોડ્યો પરંતુ તે પહેલા નોન-સ્ટ્રાઈકરના છેડે તે રન આઉટ થઇ ગયો. મોટી સ્ક્રીન પર રિપ્લે જોયા પછી, સ્પેન્સર અને કેપ્ટન મિશેલ માર્શે ઉજવણી કરવાનું શરૂ કર્યું. પરંતુ ત્યારબાદ એમ્પાયર જેરાર્ડ એબુડે તેમને રોક્યા અને કહ્યું કે અલ્ઝારી નોટ આઉટ છે. એબુડે કહ્યું કે, આવું એટલા માટે થયું કારણ કે કોઈ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ અપીલ કરી ન હતી. ટિમ ડેવિડે એમ્પાયરના નિર્ણયને હાસ્યાસ્પદ ગણાવ્યો હતો. ટિમે જણાવ્યું હતું કે તેમણે અપીલ કરી હતી.

MCC ના સંપૂર્ણ નિયમો શું છે?

મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) ના કાયદા 31.1 અનુસાર, એમ્પાયર અપીલ કર્યા વિના બેટ્સમેનને નોટઆઉટ આપી શકે છે. આ નિયમ અનુસાર, એમ્પાયર ત્યારે જ આઉટ આપે છે જ્યારે ફિલ્ડર અથવા અન્ય કોઈએ અપીલ કરી હોય. આવી સ્થિતિમાં, ભલે ગમે તેટલા બેટ્સમેન આઉટ થાય, એમ્પાયરને અપીલ કરવી જરૂરી છે. આ પ્રકારનો નિયમ સ્ટમ્પિંગ અને LBWમાં લાગુ પડે છે. જોકે, ફિલ્ડ એમ્પાયર જેરાર્ડ એબુડના આ નિર્ણય બાદ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ ગુસ્સામાં જોવા મળ્યા હતા. પરંતુ જો નિયમો અનુસાર જોવામાં આવે તો તે એમ્પાયરનો યોગ્ય નિર્ણય હતો. આ સમગ્ર મામલે ટિમ ડેવિડે કહ્યું કે તે ખૂબ જ નિરાશાજનક છે. ડેવિડે એમ પણ કહ્યું કે તેણે અપીલ કરી હતી પરંતુ અમ્પાયર દ્વારા તેને આઉટ આપવામાં આવ્યો ન હતો.

કેવી રહી મેચ ?

ઉલ્લેખનીય છે કે, બીજી T20 મેચની વાત કરીએ તો વેસ્ટ ઈન્ડિઝને 242 રનનો ટાર્ગેટ મળ્યો હતો. શાઈ હોપ (36 બોલમાં 63, પાંચ ચોગ્ગા, ચાર છગ્ગા) અને આન્દ્રે રસેલ (16 બોલમાં 37 રન, ચાર ચોગ્ગા, બે છગ્ગા)ની તોફાની બેટિંગને કારણે વેસ્ટ ઈન્ડિઝની ટીમ 9 વિકેટ ગુમાવીને 207 રન જ બનાવી શકી હતી. વળી, ઓસ્ટ્રેલિયાએ ગ્લેન મેક્સવેલની ધમાકેદાર સદીની મદદથી 241/4નો વિશાળ સ્કોર બનાવ્યો હતો. મેક્સવેલે 55 બોલમાં 12 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 120 રનની અણનમ ઇનિંગ રમી હતી. મેક્સવેલની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની આ પાંચમી સદી છે.

આ પણ વાંચો – ગ્લેન મેક્સવેલ બન્યો T20 ક્રિકેટમાં ‘શતકવીર’, કરી રોહિત શર્માની બરાબરી

આ પણ વાંચો – IND VS AUS : ઓસ્ટ્રેલિયાએ વધુ એક વખત તોડ્યું ભારતનું સપનું, વિશ્વકપ ફાઇનલમાં ભારતની હાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter