+

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં એકવાર ફરી ફેરફાર, જાણો કોને મળી PCB અધ્યક્ષની ખુરશી

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (Pakistan Cricket Board) માં આજે મંગળવાર 6 ફેબ્રુઆરીએ મોટો ફેરફાર જોવા મળ્યો હતો. હવે સૈયદ મોહસીન રઝા નકવી (Syed Mohsin Raza Naqvi) ને 3 વર્ષની મુદત માટે પાકિસ્તાન…

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (Pakistan Cricket Board) માં આજે મંગળવાર 6 ફેબ્રુઆરીએ મોટો ફેરફાર જોવા મળ્યો હતો. હવે સૈયદ મોહસીન રઝા નકવી (Syed Mohsin Raza Naqvi) ને 3 વર્ષની મુદત માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ (Chairman of Pakistan Cricket Board) તરીકે સર્વસંમતિથી ચૂંટવામાં આવ્યા છે. સૈયદ મોહસિન રઝા નકવી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના 37માં અધ્યક્ષ બન્યા છે. જણાવી દઇએ કે, લાહોરમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) ખાતે ‘બોર્ડ ઓફ ગવર્નર્સ (BOG)’ની ખાસ બેઠકમાં અધ્યક્ષની ચૂંટણી થઈ હતી.

PCB ને એક વર્ષમાં ચોથો અધ્યક્ષ મળ્યો

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) માં અવારનવાર ગરબડના અહેવાલો આવે છે. એક વર્ષની અંદર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને તેનો ચોથો અધ્યક્ષ (PCB chairman) મળ્યો છે. મંગળવારે લાહોરમાં PCB અધ્યક્ષ શાહ ખાવર (Shah Khawar) ની અધ્યક્ષતામાં બોર્ડ ઓફ ગવર્નર્સ (Board of Governors) ની બેઠક મળી હતી. જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના નવા અધ્યક્ષ સૈયદ મોહસિન રઝા નકવી (Syed Mohsin Raza Naqvi) હશે. આ પહેલા નજમ સેઠી અને ઝકા અશરફ (Najam Sethi and Zaka Ashraf) પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રહી ચૂક્યા છે. PCB ની વેબસાઈટ સાથે વાત કરતા નકવીએ કહ્યું કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સર્વસંમતિથી અધ્યક્ષ તરીકે ચૂંટાઈને હું અત્યંત સન્માનિત અને આભારી છું. તેમણે કહ્યું, હું મારામાં દેખાડવામાં આવેલા વિશ્વાસ માટે આભારી છું. હું દેશમાં રમતના ધોરણને સુધારવા અને પાકિસ્તાનમાં ક્રિકેટ વહીવટમાં વ્યાવસાયિકતા લાવવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છું. તેઓ પંજાબ રાજ્યના કાર્યકારી મુખ્યમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે.

રમીઝ રઝાએ વર્ષ 2022માં પદ છોડ્યું હતું

રમીઝ રઝા (Ramiz Raza) એ ડિસેમ્બર 2022માં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) માં ગરબડ વચ્ચે અધ્યક્ષ (PCB chairman) પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જેના નજમ સેઠીને PCBના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. આ પછી નજમ સેઠી (Najam Sethi) એ પણ રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ ઝકા અશરફ (Zaka Ashraf) ને નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા. હવે સૈયદ મોહસીન રઝા નકવી (Syed Mohsin Raza Naqvi) ને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

વિશ્વ કપ પછી પરિવર્તનનો સમયગાળો ચાલુ છે

ODI વર્લ્ડ કપ 2023 બાદ પાકિસ્તાન ક્રિકેટ (Pakistan Cricket) માં ભારે ઉથલપાથલ ચાલી રહી છે. બાબર આઝમ (Babar Azam) ની કપ્તાનીમાં 2023ના ODI વર્લ્ડ કપ (ODI World Cup) માં પાકિસ્તાનની ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. પાકિસ્તાનની ટીમ ટૂર્નામેન્ટમાં પ્લેઓફમાં પણ પહોંચી શકી નથી. ODI વર્લ્ડ કપ 2023 (ODI World Cup 2023) બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન અને ડાયરેક્ટરને પણ બદલવામાં આવ્યા હતા. બાબર આઝમને સુકાની પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. જે બાદ શાન મસૂદ (Shan Masood) ને ટેસ્ટ ટીમનો કેપ્ટન અને શાહીન શાહ આફ્રિદી (Shahin Shah Afridi) ને T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો – T20 વર્લ્ડકપ બાદ ભારત બનશે ઝિમ્બાબ્વેનું મહેમાન, જાણો શ્રેણીનું સંપૂર્ણ શેડ્યૂલ

આ પણ વાંચો – Rajkot : ભારત અને ઇંગ્લેન્ડની મેચ પહેલા રાજકોટના ખંઢેરી સ્ટેડિયમનું કરાશે નામકરણ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter