+

Hardik Pandya પરત આવતા જ પત્ની Natasa Stankovic એ શું કહ્યું…?

Hardik Pandya : ICC T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતીને આખરે ટીમ ઈન્ડિયા સ્વદેશ પરત ફરી છે. આ વર્લ્ડ કપમાં સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા ( Hardik Pandya) નું પણ સારુ…

Hardik Pandya : ICC T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતીને આખરે ટીમ ઈન્ડિયા સ્વદેશ પરત ફરી છે. આ વર્લ્ડ કપમાં સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા ( Hardik Pandya) નું પણ સારુ પ્રદર્શન જોવા મળ્યું હતું. જો કે હાર્દિક ભારત પરત આવતાની સાથે જ તેની પત્ની નતાશા સ્ટેનકોવિક સાથેના અંગત જીવનની ખૂબ ચર્ચા થઈ રહી છે. ભારતની T20 વર્લ્ડ કપ જીત પર નતાશાના મૌનથી દંપતીના છૂટાછેડાની અફવાઓ ફરી શરૂ થઈ હતી. આ દરમિયાન હવે નતાશાએ ફરી એક એવી પોસ્ટ શેર કરી છે, જેના કારણે બધા કન્ફ્યુઝ થઈ ગયા છે.

છૂટાછેડાના સમાચાર


હા, નતાશાએ હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જે યૂઝર્સને ફરી મૂંઝવણમાં મૂકે છે. નતાશાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી વીડિયો શેર કર્યો છે, જેમાં અભિનેત્રી ‘ખોવાઈ ગઇ’ હોવાની વાત કરતી જોવા મળી હતી. જે વીડિયો સામે આવ્યો છે તેમાં નતાશા કહી રહી છે કે હું તેને વાંચીને ખૂબ જ ઉત્સાહિત છું કારણ કે આજે તેને સાંભળવું મારા માટે ખૂબ જ જરૂરી છે. નતાશાએ વધુમાં કહ્યું કે તેથી જ આજે હું મારી સાથે કારમાં ‘બાઈબલ’ લઈને આવી છું અને આજે હું તમને પણ તે શીખવવા માંગુ છું.

યુઝર્સ પોસ્ટ દ્વારા ફરીથી મૂંઝવણમાં

હવે નતાશાની આ પોસ્ટ સામે આવ્યા બાદ યુઝર્સ ફરી ચિંતિત છે. દરેક વ્યક્તિ વિચારી રહી છે કે નતાશા આ પોસ્ટ દ્વારા શું કહેવા માંગે છે? હા, નતાશાની આ પહેલી પોસ્ટ નથી, જે યુઝર્સને પરેશાન કરી રહી છે. અભિનેત્રી ઘણીવાર આવી પોસ્ટ શેર કરતી રહે છે.

નતાશાએ T20 વર્લ્ડ કપ જીત પર કંઈપણ પોસ્ટ કર્યું નથી

 

View this post on Instagram

 

A post shared by @natasastankovic__

નોંધનીય છે કે જ્યારથી ભારતે T20 વર્લ્ડ કપ જીત્યો છે ત્યારથી નતાશા ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે અને સતત પોસ્ટ શેર કરી રહી છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ટીમ ઈન્ડિયાની જીત પર ન તો તેણે તેના પતિ હાર્દિક વિશે કંઈપણ શેર કર્યું છે અને ન તો તેણે ટીમને અભિનંદન પાઠવ્યા છે જેના કારણે તેને ટ્રોલિંગનો પણ સામનો કરવો પડ્યો હતો.

કપલ જ જાણે છે સચ્ચાઇ

 

View this post on Instagram

 

A post shared by @natasastankovic__

જો કે, નતાશાના મૌનથી તેના અને હાર્દિક વચ્ચે કંઈપણ સારુ ન હોવાના સમાચારને ફરીથી વેગ મળ્યો છે. હા, હાલમાં સોશિયલ મીડિયા પર તેમના અલગ થવાની ઘણી ચર્ચા છે પણ સત્ય શું છે તે હવે ફક્ત કપલ ​​જ જાણે છે, કારણ કે આ સમાચાર પર હજુ સુધી બંનેમાંથી કોઈએ કોઈ પ્રતિક્રિયા આપી નથી.

આ પણ વાંચો—– Virat Kohli એ પોતાનો મેડલ ભાઇને……

Whatsapp share
facebook twitter