+

રેશનકાર્ડ દુકાનદારોની હડતાળનો મામલો, આજે ફરી સરકાર-હોદ્દેદારો વચ્ચે બેઠક

આજે ફરી રેશનકાર્ડ દુકાનદાર એસોસિએશનના હોદેદારો સાથે સરકારની બેઠક યોજાશે.. બપોર બાદ એસોસિએશનના હોદ્દેદારોને ગાંધીનગરનું તેંડુ આવ્યું છે. બેઠકમાં પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે ફરી થશે હડતાળ સમેટવા અંગે ચર્ચા કરાશે.…

આજે ફરી રેશનકાર્ડ દુકાનદાર એસોસિએશનના હોદેદારો સાથે સરકારની બેઠક યોજાશે.. બપોર બાદ એસોસિએશનના હોદ્દેદારોને ગાંધીનગરનું તેંડુ આવ્યું છે. બેઠકમાં પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે ફરી થશે હડતાળ સમેટવા અંગે ચર્ચા કરાશે.

ગઈ કાલે બેઠક નિષ્ફળ રહી હતી 

ગઈ કાલે પણ પુરવઠા વિભાગના અધિકારીઓ અને પુરવઠા મંત્રી સાથે થયેલ બેઠક થઇ હતી, પરંતુ આ બેઠક નિષ્ફળ રહી હતી. બેઠકમાં 300 કાર્ડની મર્યાદા દૂર કરવા બાબતે થઇ શકે છે સમાધાન. જો સમાધાનકારી વલણ નહિ અપનાવાય તો સરકાર અન્ય વિકલ્પ પર વિચારણા કરશે.

એસોસિએશનના પ્રમુખની દલીલ

એસોસિએશનના પ્રમુખનું કહેવું છે કે સપ્ટેમ્બર માસમાં સરકારે તેમની સાથે બેઠક કરી હતી, બાદમાં 300થી ઓછા રેશનકાર્ડ ધરાવનારને જ 20 હજાર કમિશન અપાયું હતું. 500થી વધુ રેશનકાર્ડ ધરાવનારનું કમિશન વધારવાની કોઇ જાહેરાત થઇ નથી. તેમનું કહેવું છે કે અગાઉ હડતાળ કરી ત્યારે સરકાર તરફથી 20 હજાર કમિશન, અનાજના ઘટ અને સર્વરની સમસ્યાના નિકાલ માટેની બાહેંધરી અપાઇ હતી, પરંતુ શરત મુજબ કમિશન અપાતું નથી

Whatsapp share
facebook twitter