+

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા આવશે, વાંચો અહેવાલ

અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર નિર્માણ પામી રહ્યું છે, 22મી જાન્યુઆરીએ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. અયોધ્યા સહિત દેશભરમાં ઉત્સવનો માહોલ છે. અયોધ્યા વાસી સંગ આખું ભારત ભગવાન રામનું…

અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર નિર્માણ પામી રહ્યું છે, 22મી જાન્યુઆરીએ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. અયોધ્યા સહિત દેશભરમાં ઉત્સવનો માહોલ છે. અયોધ્યા વાસી સંગ આખું ભારત ભગવાન રામનું સ્વાગત કરવા માટે વાટ માંડીને બેઠું છે.  પ્રશાસન પણ હાલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓમાં લાગ્યું છે. રામ મંદિરમાં સ્થપાવનાર વિગ્રહની પણ પસંદગી કરી દેવામાં આવી છે. ત્યારે હાલ રામ મંદિરને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા આવશે

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ

પ્રાપ્ત થતી માહિતી અનુસાર આજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા આવશે. તેઓ અયોધ્યા આવ્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા માટેની તૈયારીઓનું નિરીક્ષણ કરશે. વધુમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી ટેન્ટ સિટીનું નિરીક્ષણ કરવાના છે. તેઓ ત્યારબાદ હનુમાનગઢીમાં હનુમાનજીના દર્શન અર્થે પણ જશે.

યુપી એટીએસે ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપ્યા 

હવે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને ગણતરીના દિવસ જ બાકી રહ્યા છે ત્યારે આજથી  અયોધ્યામાં સુરક્ષાનું સ્તર ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. ફૈઝાબાદથી નૌઘાટ, નંદિની નગર, ગોંડાથી કટરા બાયપાસ સુધી કડક સુરક્ષાનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. યુપી એટીએસે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને પણ પકડ્યા છે. હાલ એ .શંકાસ્પદોની પૂછપરછ ચાલુ છે. અયોધ્યામાંથી ઝડપાયેલા શકમંદો સુખા ગેંગ સાથે જોડાયેલા હોવાની આશંકા છે.

ગાઈકલે રામલલ્લાની પ્રથમ ઝલક પણ આવી સામે 

આ પહેલા 18 જાન્યુઆરી ગુરૂવારે ગર્ભગૃહમાં પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. મંદિરના ગર્ભગૃહમાં બેઠેલા રામલલ્લાની પ્રથમ તસવીર સામે આવી છે. ગર્ભ ગ્રહના આસન પર ભગવાન રામની મૂર્તિ મૂકવામાં આવી હતી. રામ લલ્લાની મૂર્તિને આસન પર સ્થાપિત કરવામાં કુલ ચાર કલાકથી વધુનો સમય લાગ્યો હતો. ભગવાન રામની આ મૂર્તિને મંત્રોના સંપૂર્ણ જાપ અને પૂજા પદ્ધતિ સાથે શિખર પર મૂકવામાં આવી હતી. આ દરમિયાન શિલ્પકાર યોગીરાજ અને ઘણા સંતો પણ હાજર હતા. રામ લલ્લાની સંપૂર્ણ ઢંકાયેલી મૂર્તિ હવે તેના આસન પર મૂકવામાં આવી છે.

આ પણ વાંચો — રામ મંદિરની હજારો ફૂટ નીચે દબાવાશે આ ટાઇમ કેપ્સ્યુલ, 100 વર્ષ કરતા પણ વધુ સમયનો જાણી શકાશે ઇતિહાસ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

 

 

 

Whatsapp share
facebook twitter