+

Exclusive: આ છે અયોધ્યાના એ સ્થળો, જ્યાં પ્રવેશતાં જ તમને માનસિક શાંતિનો અનુંભવ થશે

Exclusive : અયોધ્યા (AYODHYA) માં 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં ભગવાન રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ (Bhagwan Ram Pran Pratishtha Mohotsav) યોજાવા જઇ રહ્યો છે ત્યારે દેશ વિદેશના તમામ રામ ભક્તોમાં…

Exclusive : અયોધ્યા (AYODHYA) માં 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં ભગવાન રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ (Bhagwan Ram Pran Pratishtha Mohotsav) યોજાવા જઇ રહ્યો છે ત્યારે દેશ વિદેશના તમામ રામ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અયોધ્યામાં યોજાનારા આ પાવન પ્રસંગના કવરેજ માટે ગુજરાત ફર્સ્ટ (GUJARAT FIRST) ની ટીમ અયોધ્યા પહોંચી ચુકી છે અને આપને રોજ અયોધ્યાના વિવિધ સ્થળોની ઝાંખી કરાવી રહી છે.

હનુમાનજી અહીંના સેનાપતિ

અયોધ્યામાં જવાનું થાય તો પહેલા હનુમાનજીના દર્શન કરવા પડશે કારણ કે હનુમાનજી અહીંના સેનાપતિ છે. મુખ્ય ગેટથી અંદર 500થી 700 મીટર અંદર આવવું પડે છે. ભગવાન લંકાથી વિજય પ્રાપ્ત કરીને આવ્યા ત્યારે ભગવાન રામે તેમને અહીં રહેવા જગ્યા આપી હતી. 300 વર્ષ પહેલા મહંત અભય રામદાસજીઅ આ મંદિર બનાવ્યું હતું. જેમાં લંકા વિજયથી લવાયેલા ચિહ્નો છે.

આ મંદિર નથી પણ સાક્ષાત બાલાજી હનુમાન બેઠેલા છે

કેશવ શર્માના નામના ભક્તે કહ્યું કે આ મંદિર નથી પણ સાક્ષાત બાલાજી હનુમાન બેઠેલા છે. તે ઇચ્છે તો જ તેમના દર્શન કરી શકાયછે. જેણે તેમના દર્શન કર્યા તે ભાગ્યાશાળી. અયોધ્યા આખુ સ્વર્ગ છે.

ઘેર જવાનું મન થતું નથી

સુનિતા વિદ્યાર્થી નામના મહિલા ભક્તે કહ્યું કે અમે પરિવાર સાથે દર્શન કરવા આવ્યા છે. બે દિવસથી અહી છીએ. અહીંનું વાતાવરણ એવું છે કે ઘેર જવાનું મન થતું નથી. આખું ભારત રામોત્સવ ઉજવી રહ્યું છે ત્યારે અમે આ પવિત્ર પ્રસંગ માટે અયોધ્યા આવ્યા છીએ.

ભગવાન રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન બાળપણમાં રમતા હતા

જો કે અયોધ્યામાં એવા 5 સ્થાનો છે જેના વિશે સમયાંતરે કથાઓ પ્રચલિત છે. હનુમાનગઢી મંદિર, રામ મંદિર, દશરથ મહેલ, કનક ભવન, રામ કી પૌડી અને સરયૂ નદી.આ એવા સ્થળો છે જ્યાં ભક્તો દર્શન કરવા આવે છે. ચાલો તમને મહારાજ દશરથના મહેલમાં લઈ જઈએ જેમાં ભગવાન રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન બાળપણમાં રમતા હતા…

મહારાજા દશરથનો આ મહેલ છે

આજે મહારાજા દશરથના આ મહેલમાં ભગવાન રામ, લક્ષ્મણ, ભરત શત્રુઘ્નની મૂર્તિઓ બિરાજમાન છે અને લાખો ભક્તો દર્શન કરવા આવે છે. વર્તમાન સમયમાં ભંડારા પ્રસાદ વિતરણનો કાર્યક્રમ ચાલુ છે..મહારાજા દશરથનો આ મહેલ છે. મહેલનું સૌંદર્યીકરણ હાલ કરવામાં આવી રહ્યું છે. મહેલની આસપાસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અહીં રામ દરબાર છે. ચાર ભાઇઓની મૂર્તિ છે.ભક્તો દર્શન કરવા આવે છે. અહીંથી સૃષ્ટિનું નિર્માણ થયું હતું તે સ્થળે જ દશરથનો મહેલ છે.

બાલક રુપમાં ભગવાન અહીં રહેતા હતા

ગોવિંદ સુર્યવંશી નામના ભક્તે કહ્યું કે બાલક રુપમાં ભગવાન અહીં રહેતા હતા. હું 12 વર્ષ પહેલા આવ્યો ત્યારે અહી સન્નાટો હતો પણ અત્યારે લોકો મોટી સંખ્યામાં આવ્યા છે.ભગવાનના બાલ્યરુપના દર્શન મહત્વના છે.

કનક ભવન માતા સીતાને માતા કૈકેયીએ ભેટમાં આપ્યું

હવે અમે તમને કનક ભવન લઈ જઈએ છીએ. એવું કહેવાય છે કે કનક ભવન માતા સીતાને માતા કૈકેયીએ ભેટમાં આપ્યું હતું. આ મહેલ એક સમયે સંપૂર્ણપણે સોનાનો હતો.

અયોધ્યામાં સુરક્ષા વધારી દેવાઇ

હાલ તો અયોધ્યામાં સુરક્ષા વધારી દેવાઇ છે. યુપી પોલીસ, એટીએસના જવાનો અયોધ્યાની શેરીઓમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. એરપોર્ટથી લતા મંગેશકર ચોક સુધી મોકડ્રીલ કરવામાં આવી રહી છે.સુરક્ષા કાફલામાં યુપી પોલીસના જવાનો, બ્લેક કમાન્ડો સામેલ છે. અયોધ્યા હવે એસપીજીના નિયંત્રણમાં છે.

અહેવાલ–દેવનાથ પાંડે, અયોધ્યા 

આ પણ વાંચો—AYODHYA: રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

 

Whatsapp share
facebook twitter