+

રામયણની ‘Sita’ થયા ભાવુક, કહ્યું કે,’આજે અમારી જીત થઈ’

‘Sita’ Deepika Chikhalia: રામયણ એક સમયે ટીવીનો પ્રખ્યાત શો હતો. તેમાં સીતાનું પાત્ર ભજવતા ‘Sita’ Deepika Chikhalia એ ભજવ્યું હતું. આ શોમાં તેમના અભિનયના ભારે વખાણ કરવામાં આવ્યા હતા. કારણ…

‘Sita’ Deepika Chikhalia: રામયણ એક સમયે ટીવીનો પ્રખ્યાત શો હતો. તેમાં સીતાનું પાત્ર ભજવતા ‘Sita’ Deepika Chikhalia એ ભજવ્યું હતું. આ શોમાં તેમના અભિનયના ભારે વખાણ કરવામાં આવ્યા હતા. કારણ કે, અદ્ભૂત અભિયાન દ્વારા લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. એટલું જ નહીં તે અત્યારે પણ રામયણ શોથી જોડાયેલી છે. તેઓ પોતાને રામમય માને છે. એથી કહી શકાય કે, અયોધ્યામાં થઈ રહેલ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાને તેમના માટે ઐતિહાસિક પળ છે. આ દિવસને લઈને ભારે ભાવુક થઈ ગયા હતા.

આજના દિવસને ઐતિહાસિક છેઃ દીપિકા ચિખલિયા

દીપિકા ચિખલિયાએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને ફરી પોતાના લાગણીઓ વ્યક્ત કરી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે તેમણે આજના દિવસને ઐતિહાસિક ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, ‘આ ખાસ દિવસ આવશે તેનો ખ્યાલ હતો પરંતુ આ ઐતિહાસિક પળનો તેઓ સાક્ષી બનશે તેનો અંદાજ નહોતો. અમે નહોતું વિચાર્યું કે, અમે આ પળ સાથે આ રીતે જોડાઈ શકીશું. હું શરૂઆતથી રામમય રહીં છું. પરંતુ આટલી જલ્દી આ ઘડી આવશે તેના વિશે નહોતું વિચાર્યું. ભારત સહિત વિદેશના લોકો પણ રામમય બની ગયા છે. અમે વર્ષોથી રામાયણ સાથે જોડાયેલા છીએ એટલે વધારે ભાવુક થઈ ગયા છીએ. એવું લાગે છે કે, અમારી જીત થઈ છે.’

એક મહિલાની વાત સાંભળીને દીપિકા થયા ભાવુક

રામયણ શોના મુખ્ય અભિનેત્રી એવા દીપિકા ચિખલિયાએ કહ્યું કે, ‘તે ક્યારેય ગ્લેમરસ રોલ કરવા માંગતી નહોતી. તે માત્ર એવા રોલ કરવા માંગતી હતી જે તેને થોડું સન્માન આપી શકે. સીતા માનું પાત્ર ભજવ્યા બાદ તેને આ સૌભાગ્ય મળ્યું હતું. તેણે વધુમાં કહ્યું કે એકવાર 90 વર્ષની એક મહિલા માને પગે લાગ્યા હતા. જ્યારે મેં ના પાડી તો તેણે કહ્યું- ભારતમાં કરોડો છોકરીઓ છે, તેમાંથી ભગવાને તમને સીતાના રોલ માટે પસંદ કર્યા છે. મહિલાની આ વાત સાંભળીને દીપિકા ખૂબ જ ભાવુક થઈ ગઈ. ત્યારથી તેણે ક્યારેય કોઈને તેના પગ સ્પર્શ કરતા રોક્યા નથી’

આ પણ વાંચો: Ramotsav 2024: રામમય બન્યો છે માહોલ, 50 દેશોના 92 ખાસ લોકો પણ થયા સામેલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter