Ayodhya Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરની કાલે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પ્રમાણે આ એક ઐતિહાસિક ઘટના છે. દેશના કરોડો લોકો જેનો વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. તે આતુરતાનો ભારે સંઘર્ષ બાદ અંત આવ્યો છે. ઉલ્લેખનીય છે કે,1989માં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા રામ મંદિર માટે આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી. 6 ડિસેમ્બર, 1992 માં બાબરી મસ્જિદને ધ્વસ્ત કર્યા બાદ આ મામલો અદાલતમાં પહોચ્યો હતો. ત્યારં બાદ વર્ષો સુધી રામ મંદિરનો કેસ અદાલતમાં ચાલતો રહ્યો. આખરે 9 નવેમ્બર 2019માં સુપ્રીમ કોર્ટ દ્વારા એક ઐતિહાસિક ચૂકાદો આપવામાં આવ્યો જે રામ મંદિરના તરફેણમાં આવ્યો હતો.
500 વર્ષના સંઘર્ષનો આવ્યો અંત
ઉલ્લેખનીય છે કે, 2019 થી જ રામ મંદિર બનાવવાની શરૂઆત થઈ ગઈ હતી. સૂર્યવંશી રાજા રામની નગરી અયોધ્યામાં સૂર્યસ્તંભ લગાવવામાં આવ્યા છે. એટલું જ નહીં પરંતુ આ મંદિરના પરિસરમાં કાસ્યમાં બનાવેલી જટાયુની પ્રતિમા પણ લગાવવામાં આવેલી છે. અયોધ્યામાં મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામ એરપોર્ટ પણ બનાવવામાં આવ્યું છે. અહીંથી સૌ પ્રથમ દિલ્હી અને અમદાવાદની વિમાન સેવા શરૂ કરવામાં આવશે. આ સાથે સાથે અહીં અત્યાધુનિક અયોધ્યા રેલ્વે સ્ટેશન પણ બની રહ્યું છે.
પ્રાણ પ્રતિષ્ઠા માટે થાઈલેન્ડના રાજાએ માટી મોકલાવી
અયોધ્યામાં એરપોર્ટ, રેલ્વે સ્ટેશન સાથે ભક્તિ પથ, રામપથ, જન્મભૂમિ પથ, ધર્મ પથનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે થાઈલેન્ડના રાજાએ ત્યાની માટી મોકલાવી છે. આ સાથે કમ્બોડિયાથી સુગંધીત હલ્દી પણ આવી છે. તે સિવાય જોધપુરથી 600 કિલો ગાયનું શુદ્ધ ઘી અને જનકપુરથી આર્ટ પેન્ટિંગ આવ્યા છે. જેમાં સીતાના જન્મથી લઈને રામ સાથે લગ્નના તમામ પ્રસંગોને દર્શાવામાં આવ્યા છે.
આ પણ વાંચો: રામ લલ્લાના કપાળ પર ચમકે આ Surya Tilak! દર રામ નવમીએ થશે ચમત્કાર
રામ મંદિરની કેટલીક ખાસ વાતો
અયોધ્યાના રામ મંદિર (Ayodhya Ram Mandir) માં 22 જાન્યુઆરી 2024 ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ ભવ્યાતિભવ્ય પ્રતિષ્ઠા સમારોહમાં દેશભરમાંથી 7000થી પણ વિશેષ મહેમાનોને આમંત્રીત કરવામાં આવ્યા છે.રામ લલ્લાની મૂર્તિને કર્નાટક અને રાજેસ્થાનના પથ્થરોમાંથી બનાવવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે આ રામ મંદિરને બનાવવા માટે 900 કરોડનો ખર્ચ થયો છે. આ મંદિરના દરવાજાઓ અને બારીઓનું લાકડું મહારષ્ટ્રના બલ્લાલ શાહથી લાવવામાં આવ્યું છે. આ સાથે દર0વાજાઓ અને બારીઓનું નકશીકામ હૈદરાબાદના મજૂરોએ કર્યું છે. રામ લલ્લાના અભિષેક માટે દેશભરના પવિત્ર કુંડો અને નદીઓમાંથી જળ લાવવામાં આવ્યું છે. ત્યારે બાદ મહત્વની વાત એ છે કે, શ્રીરામનું આ ભવ્ય મંદિર 2025 માં સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે.