+

Ram Mandir Pran Pratishtha Live: ઘરે બેઠા જ નિહાળો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનો આ કાર્યક્રમ

Ram Mandir Pran Pratishtha Live: 500 વર્ષોથી જેની રાહ જોઈ રહ્યા હતા તે આતુરતાનો આજે અંત આવ્યો છે. 500 વર્ષ પછી પ્રભુ શ્રીરામ પોતાના નવા અને ભવ્ય મહેલમાં વિરાજમાન થવાના…

Ram Mandir Pran Pratishtha Live: 500 વર્ષોથી જેની રાહ જોઈ રહ્યા હતા તે આતુરતાનો આજે અંત આવ્યો છે. 500 વર્ષ પછી પ્રભુ શ્રીરામ પોતાના નવા અને ભવ્ય મહેલમાં વિરાજમાન થવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ યોગી આદિત્યનાથ સહિત સંત સમાજ અને વીવીઆઈપી લોકોની હાજરીમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનું આ ઐતિહાસિક અનુષ્ઠાન બપોરે 12 વાગીને 20 મિનિટે કરવામાં આવશે. ત્યારે તમારે ઘરે બેસીને પણ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો અવસર માણવો જોઈએ….

આજના ઐતિહાસિક દિવસનું લાઈવ પ્રસારણ જોવા અહીં ક્લિક કરો

પ્રાણ પ્રતિષ્ઠા માટે આખી અયોઘ્યા નગરીને શણગારવામાં આવી છે. રામ જન્મભુમિ સ્થાનને દેશ-વિદેશના વિવિધ ફુલોથી શણગારવામાં આવી છે. આ સાથે અયોધ્યામાં જન્મભૂમિ પથ, રામ પથ, ધર્મ પથ અને લતા ચૌકને પણ ફુલોથી શણગારવામાં આવ્યા છે. આ સાથે અહીં અલગ-અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો માટે મંચ પણ તૈયાર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, લતા ચોકમાં લગાવવામાં આવેલી વીણાને પણ અનોખી રીતે શણગારવામાં આવી છે. આ સાથે અયોધ્યામાં રામ મંદિરની આસપાસના વિસ્તારો પર રામની જીવન સાથે જોડાયેલા અનેક ચિત્રો પણ આલેખવામાં આવ્યા છે.

અયોધ્યાની દરેક જગ્યાને ખાસ રીતે શણગારાઈ

રામના બગીચામાં સરયૂ આરતી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને લેઝર શો દ્વારા ધાર્મિક બાબતોનું જ્ઞાન પણ મળી રહેશે. અત્યારે અયોધ્યાની દરેક જગ્યાને ખાસ રીતે શણગારવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ અયોધ્યા આવતા તમામ રસ્તાઓને પણ શણગારવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આજે સૂર્યાસ્ત પછી 10 લાખ દીવાઓથી દીપોત્સવ માટે પણ તૈયારીઓ ચાલી રહી છે. આપણ વડાપ્રધાન અને સીએમ યોગીએ સૂર્યાસ્ત બાદ દરેક દેશવાસીઓને 5 દીવા કરવાનું પણ કહ્યું છે.

આ પણ વાંચો: Ramotsav 2024: રામમય બન્યો છે માહોલ, 50 દેશોના 92 ખાસ લોકો પણ થયા સામેલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter