+

Ram Mandir : ગુજરાત ફર્સ્ટ સાથે EXCLUSIVE વાતચીત, જનકપુર નેપાળથી અયોધ્યા પહોંચી પ્રેમથી અનેક ભેટસોંગાદો

Ram Mandir In Ayodhya : 22 જાન્યુઆરીએ રામ લલ્લા તેમના મૂળ સ્થાન એટલે કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર (Ram Mandir)ના ગર્ભગૃહમાં બિરાજમાન થશે. દરેક વ્યક્તિ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવાની…

Ram Mandir In Ayodhya : 22 જાન્યુઆરીએ રામ લલ્લા તેમના મૂળ સ્થાન એટલે કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર (Ram Mandir)ના ગર્ભગૃહમાં બિરાજમાન થશે. દરેક વ્યક્તિ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવાની રાહ જોઈ રહ્યો છે. તેમને લઈને તમામ સનાતની પ્રેમીઓમાં ખુશીનો માહોલ છે. ત્યારે ભગવાન શ્રી રામના સાસરી પક્ષ એટલે કે જનકપુરથી પૂર્વ સાંસદ અને ધારાસભ્ય અયોધ્યા આવ્યા હતા. તેઓ ભગવાન શ્રી રામ માટે 101 ગાડી ભરીને અનેક ઉપહાર લાવ્યા છે. તેઓએ જણાવ્યુ કે સીતાજી અમારા માટે માતા અને દિકરી સમાન છે અને હવે જ્યારે ભગવાન રામનું ભવ્ય મંદિર બની રહ્યુ છે ત્યારે અમે ખુબજ ખુશ છીએ અને અમે સોના ચાંદીની વસ્તુઓ ઉપરાંત ફળ અને મીઠાઇઓ લઇને આવ્યા છીએ. આ પ્રસંગે પુરુ નેપાળ પણ ખુબજ ઉત્સાહિત છે અને નેપાળ પણ 22 તારીખે દિવાળી ઉજવશે.

માતા સીતાનો જન્મ જનકપુરમાં થયો હતો

નેપાળ સાથે અયોધ્યાના સંબંધો ખૂબ જ મજબૂત રહ્યા છે. તેનું ખાસ કારણ એ છે કે ભગવાન રામનું સસરા ઘર નેપાળમાં છે. માતા સીતાનો જન્મ નેપાળના જનકપુરમાં થયો હતો અને ભગવાન રામનો જન્મ અયોધ્યામાં થયો હતો. લાંબા સંઘર્ષ બાદ અયોધ્યામાં ભગવાન રામનું નવું ઘર બની રહ્યું છે. આ ભવ્ય મંદિર (Ram Mandir)ના નિર્માણની ઉજવણીમાં જનકપુરથી અનેક ભેટો અયોધ્યા પહોંચી રહી છે. આ ભેટોમાં સોના-ચાંદી સહિત અનેક વસ્તુઓ છે. આમાં જૂતા, ધનુષ્ય, વાસણો, ઘરેણાં સહિત ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે.

મિથિલાની પરંપરા અને સંસ્કૃતિ હવે અયોધ્યામાં ગુંજી

રામલલ્લાનો અભિષેક કાર્યક્રમ 22 જાન્યુઆરી, 2024 ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામ (Ram Mandir)ના નવા મંદિરમાં યોજાનાર છે. આ માટે દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. હવે લોકો મા જાનકીના સ્થાનેથી પણ અયોધ્યા પહોંચી ગયા છે. મિથિલાની પરંપરા અને સંસ્કૃતિ હવે અયોધ્યામાં ગુંજી રહી છે. ભગવાન શ્રી રામના સાસરેથી એક જૂથ ઘણી ભેટો સાથે અયોધ્યા પહોંચ્યું છે, જેમાં સ્ત્રી અને પુરુષ બંનેનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : Cricket Tournaments : અહી ધોતી-કુર્તામાં રમાય છે Cricket, વિજેતા ટીમને મળે છે આ શાનદાર ઇનામ…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter