+

kar Sevak: રઘુનંદન અયોધ્યા પધાર્યા, 32 વર્ષ પછી કાર સેવકે પહેર્યા પગરખાં

kar Sevak: ભારતવર્ષ માટે કાલનો ઐતિહાસિક દિવસ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયો. 500 વર્ષોના સંઘર્ષ બાદ આખરે રામ લલ્લા મંદિરમાં બિરાજમાન થઈ ગયા. ત્યારે છેલ્લા 32 વર્ષથી એક કાર સેવકે…

kar Sevak: ભારતવર્ષ માટે કાલનો ઐતિહાસિક દિવસ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયો. 500 વર્ષોના સંઘર્ષ બાદ આખરે રામ લલ્લા મંદિરમાં બિરાજમાન થઈ ગયા. ત્યારે છેલ્લા 32 વર્ષથી એક કાર સેવકે જ્યા સુધી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ના થયા ત્યા સુધી ચપ્પલનો ત્યાગ કર્યો હતો. મહરાષ્ટ્રના જલગામના 60 વર્ષના વિલાસ ભવસારે 1992માં શપત લીધા હતા કે, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ નહીં થાય ત્યા સુધી બુટ કે ચપ્પલ નહીં પહેરે. સોમવારે પ્રધાનમંત્રીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ કરી ત્યારે 32 વર્ષ પછી વિલાસ ભવસારે આજે પહેલી વાર ચપ્પલ પહેર્યા હતા.

રામભક્તોનું સપનું સાકાર થઈ ગયું

મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને ભાજપના ગિરીશ મહાજને સોમવારે જલગાવ જિલ્લાના જામનેરમાં એક કાર્યક્રમમાં ભવસારને એક જોડી ચપ્પલ આપી અને વિલાસ ભવસારે તે જ ચપ્પલ પહેર્યા. પોતાના ગામમાં પાનની દુકાન ચલાવતા kar Sevak વિલાસ ભવસારે કહ્યું કે, હું ખુબ જ ખુશ છું કે મારી પ્રતિજ્ઞા પૂરી થઈ ગઈ અને રામભક્તોનું સપનું પણ સાકાર થઈ ગયું.

1992માં તેમને શપત લીધા હતા

વિલાસ ભવસારે કર્યું કે, 1992માં બાબરી મસ્જિદ વિધ્વંસ કર્યા બાદ તેમને શપત લીધા હતા કે જ્યા સુધી અયોધ્યામાં તે જ સ્થાન પર રામનું ભવ્ય મંદિર નહીં બને ત્યા સુધી બુટ-ચપ્પલ નહીં પહેરે.

આ પણ વાંચો: RAMOTSAV : વિવિધ સ્થળે દીપોત્સવ, રામભક્તિના રંગમાં રંગાયા લોકો

ઉલ્લેખનીય છે કે, કાલના ઐતિહાસિક દિવસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામ લલ્લાની ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં મુખ્ય યજમાન હતા. વૈદિક મંત્રોચ્ચાર અને વિધિ-વિધાન સાથે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ દિવસના હજારો સાધુ-સંતો સાથે સાથે ઉદ્યોગપતિ, રાજનેતા, બોલીવુડ અને બીજા પણ અનેક લોકો સાક્ષી બન્યા હતા.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter