+

Ayodhya: અયોધ્યામાં દાન તો ખુબ આવ્યું! હવે રોજગારીની તકો પણ વધશે

Ayodhya: અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં રામ લલ્લા બિરાજમાન થઈ ગયા છે. મંત્રોચ્ચાર અને શંખનાદ સાથે નિર્ધારિત કરેલા 84 સેકન્ડના મુહૂર્ત પ્રમાણે રામ મંદિરના રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થઈ ગઈ…

Ayodhya: અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં રામ લલ્લા બિરાજમાન થઈ ગયા છે. મંત્રોચ્ચાર અને શંખનાદ સાથે નિર્ધારિત કરેલા 84 સેકન્ડના મુહૂર્ત પ્રમાણે રામ મંદિરના રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થઈ ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રે મોદીએ નિર્ધારિત કરેલા 84 સેકન્ડના મુહૂર્તમાં જ પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. તમને જણાવી દઈએ કે, અયોધ્યામાં ધનનું દાન તો ખુબ જ આવ્યું છે પરંતુ હવે અહીં રોજગારી પણ પેદા થવાની છે.

અયોધ્યામાં રોજગારીની તકોમાં વધારો થશે

અયોધ્યામાં સ્ટાફિંગ કંપનીઓએ કહ્યું કે, બાંધકામ પ્રવૃત્તિઓમાં 15 ટકાનો ઉછાળો આવશે. આનાથી એન્જિનિયરો અને કુશળ કામદારોની માંગમાં ભારે વધારો થશે. એન્જિનિયરમાં પણ હવે સિવિલ એન્જિનિયરોની વધારે માંગ રહેવાની છે. ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં મુખ્યત્વે શોપિંગ સેન્ટરો, હોટલ અને રેસ્ટોરેન્ટ બનવાની છે. જેના કારણે અહીં સિવિલ એન્જિનિયર, ઇલેક્ટ્રોનિક એન્જિનિયર અને કુશળ પ્લમ્બરો સાથે મેનેજરો, એક્ઝેક્યુશન એમેનિટી એન્જિનિયર્સ, સાઇટ સુપરવાઇઝર અને સાઇટ એન્જિનિયર્સ માટે ઘણી નોકરીઓ હશે.

22 ટકા નોકરીઓ એન્જિનિયરને લગતી હશે

મીડિયા રિપોર્ટ પ્રમાણે સ્ટાફિંગ ફર્મ સીઆઈઈએલ એચઆર ના કહ્યા પ્રમાણે અયોધ્યા (Ayodhya Ram Mandir)માં હવે કુલ નોકરીઓની 22 ટકા નોકરીઓ એન્જિનિયરને લગતી હશે. CIEL HR ના નિર્દેશક અને મુખ્ય પરિચાલન અધિકારી સંતોષ નાયરે કહ્યું કે, અયોધ્યામાં મ્યુઝિયમ, આર્ટ ગેલેરી, પ્રદર્શન સ્થળ અને હેરિટેજ સ્થળો પણ બનાવવામાં આવશે તેવી સંભાવના છે. આનાથી આર્કિટેક્ટ, ડિઝાઇનર્સ અને બાંધકામ કામદારો માટે નોકરીની નવી તકો ઊભી થશે.

સિવિલ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરોની માંગ વધશે

Genius Consultants ના અધ્યક્ષ અને વહીવટી સંચાલક આરપી યાદવે કહ્યું હતું કે, એન્જિનિયરોમાં ખાસ કરીને સિવિલ એન્જિનિયર અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરોની માંગ વધારે રહેશે. અહીં અનેક હોટલો નિર્માણ થવાની છે. તેના નિર્માણ માટે સિવિલ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સની સોથી વધારે માંગ રહેશે. મળતી વિગતો પ્રમાણે એન્જિનિયર્સની માંગ 10 થી 15 ટકાનો વધારો થવાનો છે.

આ પણ વાંચો: Ram Lalla: રામ મંદિર માટે કઈ વસ્તું ક્યાંથી આવી? જાણો સંપૂર્ણ વિગત

અયોધ્યાનો પ્રવાસન સ્થળ કરીકે વિકાસ થશે

TeamLease Services ના વીપી બાલાસુબ્રમણ્યમ ના જણાવ્યા પ્રમાણે અયોધ્યામાં વિકાસ થવાની સૌથી વધારે ઉમ્મીદ લાગી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અહીં અયોધ્યાનો ખાસ કરીને પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, તેના કારણે અહીં 30 હજારથી 50 હજાર જેટલી નોકરીઓની તકો ઉભી થશે. આ સાથે રિયલ સ્ટેટમાં પણ સારો એવો વધારો થઈ શકે તેવી સંભાવના છે.આ ઉપરાંત સ્થાનિક કલા, હસ્તકલા અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં પણ નોકરીની તકો ઉભી કરવામાં આવશે. તે જ સમયે, વર્કઈન્ડિયાના સહ-સ્થાપક અને સીઈઓ નિલેશ ડુંગરવાલ પણ માને છે કે આગામી એક વર્ષમાં અયોધ્યામાં રિટેલ ક્ષેત્ર તેમજ કલા અને સંસ્કૃતિ ક્ષેત્રે 30,000 નોકરીઓનું સર્જન થશે.

Whatsapp share
facebook twitter