+

INDIA: સપાના મહાસચિવ શિવપાલ યાદવે કાર સેવકો પર થયેલા ફાયરિંગને યોગ્ય ગણાવ્યું

INDIA: રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશમાં અત્યારે લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળે છે. આ મામલે INDIA ગઠબંધનના નેતાઓના વિવાદિત બોલ સામે આવ્યા છે. રામ મંદિર મુદ્દે કોંગ્રેસના સહયોગીઓએ…

INDIA: રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશમાં અત્યારે લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળે છે. આ મામલે INDIA ગઠબંધનના નેતાઓના વિવાદિત બોલ સામે આવ્યા છે. રામ મંદિર મુદ્દે કોંગ્રેસના સહયોગીઓએ બફાટ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ સહિત વિપક્ષના નેતાઓ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણનો અસ્વિકાર કર્યો હતો. જ્યારે અત્યારે તેઓએ રામ મંદિરને લઈને બફાટ કર્યો છે.

કાર સેવકો પર થયેલા ફાયરિંગને યોગ્ય ગણાવ્યું

રામ મંદિરના કાર સેવકો પર સપાના મહાસચિવ શિવપાલ યાદવનું મોટું બયાન સામે આવ્યું છે. શિવપાલે કાર સેવકો પર થયેલા ફાયરિંગને યોગ્ય ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, મુલાયમે સંવિધાનની રક્ષા માટે થઈને ફાયરિંગ કરાવ્યું હતું. વધુમાં કહ્યું કે, કોર્ટના આદેશનું પાલન કરવામાં આવ્યું હતું. શિવપાલે કહ્યું કે, કાર સેવકોએ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યું હતું માટે તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.

સ્વામી પ્રસાદ મૌર્યે પણ આવું બયાન આપ્યું હતું

ઉલ્લેખનીય છે કે, શિવપાલ યાદવ પહેલા સપાના વરિષ્ઠ નેતા સ્વામી પ્રસાદ મૌર્યે પણ આ રીતનું એક બયાન આપ્યું હતું. સ્વામી પ્રસાદ મૌર્યે પણ કાર સેવકો પર થયેલા ગોળીબારને યોગ્ય ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, તે સમયે સપા સરકારે શાંતિના ભાગ રૂપે ગોળીબાર કરાવ્યો હતો.એટલું જ નહીં પરંતુ સ્વામી પ્રસાદે કાર સેવકોને અરાજક તત્વો પણ ગણાવ્યા હતા.

આ પણ વાંચો: Postage Stamp: પીએમ મોદીએ જાહેર કરી રામ મંદિરની ટપાલ ટિકિટ, કહ્યું કે આ…

રામ મંદિરને લઈ શિવપાલ બફાટ કર્યો

રામ મંદિર મામલે સમાજવાદી પાર્ટી અને DMK નેતાના ઝેરીલા બોલ કાઢ્યા છે. ઉલ્લેખનીય છે કે, કાર સેવકો પર ફાયરિંગને શિવપાલે યોગ્ય ગણાવ્યું છે. શિવપાલે કહ્યું કે, સંવિધાનની રક્ષા માટે ગોળી ચલાવવામાં આવી હતી.શિવપાલ યાદવ એ સમાજવાદી પાર્ટીના નેતા છે. શિવપાલે કહ્યું કે, ‘મસ્જિદ તોડીને મંદિર બનાવવામાં સહમત નથી’. ઉલ્લેખનીય છે અગાઉ પણ આ નેતાએ સનાતનને ડેન્ગ્યૂ-મેલેરિયાથી સરખાવ્યો હતો. INDIA ગઠબંધનના નેતાઓ અત્યારે સતત વાણી વિલાસ કરતા જોવા મળ્યા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter