+

રામનો સૌથી મોટો ભક્ત, પીઠ પર દોરાવ્યું શ્રીરામ અને રામ મંદિરનું Tattoo

Tattoo: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં પ્રધાનમંત્રી મોદી સહિત દેશભરના કેટલાય મોટા નેતાઓ હાજર રહ્યા હતા. એટલું જ નહીં પરંતુ રામ લલ્લાના દર્શન…
Tattoo: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં પ્રધાનમંત્રી મોદી સહિત દેશભરના કેટલાય મોટા નેતાઓ હાજર રહ્યા હતા. એટલું જ નહીં પરંતુ રામ લલ્લાના દર્શન માટે લોકો ભારે સંખ્યામાં આવી પહોચ્યા હતા. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિદેશના લોકો પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તે લોકો પણ હાજર રહ્યા હતા.

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વીડિયો

અત્યારે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભગવાન શ્રીરામ પ્રત્યે લોકોની ભક્તિ સોશિયલ મીડિયામાં જોવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં ભગવાન રામ પર બનેલા ગીતો પણ ખુબ વાયરલ થઈ રહ્યા છે. એટલું જ નહીં પરંતુ તેના પર રિલ્સો પણ ખુબ બની રહી છે. અત્યારે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જે બધા કરતા થોડો અલગ તરી આવે છે.

શ્રી રામ સાથે રામ મંદિરનું પણ ટેટૂ દોરાવ્યું

સોશિયલ મીડિયામાં વાયરળ થઈ રહેલા આ વીડિયોમાં પ્રભુ શ્રીરામ પોતાની અનોખી ભક્તિ બતાવી રહ્યો છે. આ રામ ભક્તે પોતાના શરીર પર ભગવાન શ્રી રામનું ટેટૂ દોરાવ્યું છે. એટલું જ નહીં પરંતુ તેણે પોતાના શરીર પર શ્રી રામ સાથે સાથે રામ મંદિરનું પણ ટેટૂ દોરાવ્યું છે. જેને લઈને તે અત્યારે સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ વીડિયોને અત્યાર સુધીમાં 10 લાખથી પણ વધારે લાઈક્સ મળી ગઈ છે અને હજી પણ આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by ranjeet (@ranjeet_rajak_15)

પોતાની પીઠ પર ભગવાન શ્રીરામનું દોરાવ્યું

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વ્યક્તિ પોતાના શરીર પર ટેટૂ દોરાવતો જોઈ શકાય છે. આ વ્યક્તિએ પોતાની પીઠ પર ટેટૂ આર્ટિસ્ટ પાસે ભગવાન શ્રીરામનું દોરાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ વીડિયો અત્યારે ખુબ જ વાયરલ પણ થઈ રહ્યો છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ અત્યારે સોશિયલ મીડિયામાં શ્રીરામને લઈને ખુબ જ વીડિયો બની રહ્યા છે અને વાયરલ પણ થઈ રહ્યા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter