+

Ayodhya: પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક દિવસે તમે કઈ રીતે તમારા કરશો રામ લલ્લાની પૂજા-અર્ચના

Ayodhya: અયોધ્યા રામ મંદિરની આજે 22 જાન્યુઆરી, સોમવારે નિર્ધારીત મુહૂર્ત પ્રમામે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. ભારત વર્ષ માટે આજનો દિવસ ઐતિહાસિક છે. અત્યારે આખા દેશમાં ભારે ઉત્સાહનો માહોલ પણ…

Ayodhya: અયોધ્યા રામ મંદિરની આજે 22 જાન્યુઆરી, સોમવારે નિર્ધારીત મુહૂર્ત પ્રમામે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. ભારત વર્ષ માટે આજનો દિવસ ઐતિહાસિક છે. અત્યારે આખા દેશમાં ભારે ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. આજે બપોરે પ્રાણ પ્રતિષ્ઠા થશે અને ત્યાર બાદ સાંજે શ્રીરામ જ્યોતિ પ્રજ્વલિત કરવામાં આવશે. જેનો 500 વર્ષથી સંઘર્ષ ચાલતો હતો તે ઘડી આજે આવી પહોંચી છે.

તમને જણાવી દઈએ કે, આજે તમે તમારા ઘરે પણ શ્રીરામની પૂજા-અર્ચના કરીને ફળ પ્રાપ્ત કરી શકો છો. આ બાબતે જ્યોતિષાચાર્યના જમાવ્યા અનુસાર આજે પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસર પર લોકો પોતાના ઘરે પણ પૂજા કરી શકો છો. તો આવો જાણીએ તેના માટે શું વિધિ છે?

આજે ભારત વર્ષ માટે (Ayodhya Ram Mandir) ઐતિહાસિક દિવસ છે અને આજનો દિવસ આમ તો સંપૂર્ણ રીતે પવિત્ર જ માનવો જોઈએ. પરંતુ આજે રામ લલ્લાની તમારા ઘરે પણ પૂજા કરી શકો છો. બપોરે તમે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પણ જોઈને પણ પુણ્ય કમાઈ શકો છો. દરેક હિંદુ માટે આજે મંગલ અવસર છે કારણ કે, 500 વર્ષ બાદ આજે રામ ઘરે પાછા આવ્યા છે.

જો તમે તમારા ઘરે રામ લલ્લાની પૂજા-અર્ચના કરી રહ્યા છો તો, અક્ષત, ફૂલ, ફળ, ધૂપ, દીવો, પ્રસાદ, તુલસીના પાન, સુગંધ વગેરે સાથે રાખવા જરૂરી છે. રામ લલ્લાની પૂજા-અર્ચના કરતી વખતે આ વસ્તુ અર્પિત કરવાની હોય છે. આ સાથે રામ લલ્લા માટે રસગુલ્લા, લાડુ, હલવો, ઇમરતી અને ખીરનો પણ ભોગ પણ ધરાવી શકો છો. એટલું જ નહીં પરંતુ તમે ઘરે જે ભોજન બન્યું હોય તેનો ભોગ પણ કરી શકો છો.

આ પણ વાંચો: Pran Pratishtha પહેલા મૂર્તિની આંખો પર કેમ બાંધવામાં આવે છે કપડું?

રામ લલ્લાની પૂજા દરમિયાન રામ નામનો જાપ પણ કરવો જોઈએ. તમે શ્રી રામ ચાલીસાનો પાઠ કરો અને તેની સાથે એકશ્વોલી રામયણ પણ વાંચી શકો છો. ત્યાર બાદ તેલના દીવા સાથે કપૂરની આરતી કરવી જોઈએ. સંપૂર્ણ પૂજા-અર્ચના કર્યા બાદ ઘરે દીપ પણ પ્રજ્લલિત કરી શકો છો.

ભગવાન રામ પૂજા મંત્ર

01. ॐ રામચંદ્રાય નમઃ
02. રાં રામાય નમઃ
03. ॐ નમો ભગવતે રામચંદ્રાય

એકશ્લોકિ રામાયણ

આદો રામતપોવનાદિગમનં હત્વા મૃગં કાંચનં
વૈદેહીહરણં જટાયુમરણં સુગ્રીવસમ્ભાષણમ્
બાલીનિગ્રહણં સમુદ્રતરણં લંકાપુરીદાહનં
પશ્ચાદ્રાવણકુંભર્ણહનનમેતદ્ધિ રામાયણમ્

Whatsapp share
facebook twitter