+

UP News : બલિયામાં 10 વર્ષથી ગુમ પતિ ભિક્ષુક વેશમાં મળ્યો અને પછી….

હર્ષના આંસુઓ સાથે પતિને આપ્યો મીઠો ઠપકો ‘હોસ્પિટલ બહાર ભિક્ષૂક વેશમાં મળ્યો પતિ’ ઉત્તરપ્રદેશના બલિયાનો વીડિયો થયો વાયરલ ઉત્તરપ્રદેશના બલિયાથી એક ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે, અહીં એક મહિલાને 10…
  • હર્ષના આંસુઓ સાથે પતિને આપ્યો મીઠો ઠપકો
  • ‘હોસ્પિટલ બહાર ભિક્ષૂક વેશમાં મળ્યો પતિ’
  • ઉત્તરપ્રદેશના બલિયાનો વીડિયો થયો વાયરલ

ઉત્તરપ્રદેશના બલિયાથી એક ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે, અહીં એક મહિલાને 10 વર્ષ પહેલા ગુમ થયેલો તેનો પતિ બલિયા જિલ્લાની હોસ્પિટલ સામે અચાનર મળી ગયો. પતિને જોઈને મહિલા ખુશ હતી પણ સાથે જ પતિની ભિક્ષુક જેવી સ્થિતિ જોઈને મહિલાની આંખોમાંથી આછૂંઓ આવી ગયા. તેણીએ પતિને બાળકની જેમ વ્હાલ કર્યું અને પોતાના દિકરાઓને જાણકારી આપી. આ દરમિયાન જિલ્લા હોસ્પિટલની બહાર હાજર લોકોએ પણ એક દાયકા બાદ પતિ-પત્નિનું મિલન જોઈને ભાવુક થઈ ગયા. જુઓ Video

10 વર્ષ બાદ પતિ-પત્નિનું મિલન, ભાવુક દ્રશ્યો સર્જાયા

બલિયામાં રહેતા જાનકી દેવી હાલમાં જ તે જિલ્લા હોસ્પિટલ બલિયામાં પોતાના દિકરાની સારવાર કરાવવા માટે આવી રહી હતી તે દરમિયાન તેની નજર ઈમરજન્સી સામે બેસેલા અસ્તવ્યસ્ત સ્થિતિવાળા એક શખ્સ પર પડી. આ શખ્સની દાઢી વધેલી હતી તેણે ફાટેલા કપડાં પહેરેલા હતા. જાનકીએ જ્યારે ધ્યાનથી જોયું તો તેને પોતાની આંખ પર વિશ્વાસ ના આવ્યો વાસ્તાવમાં આ શખ્સ 10 વર્ષ પહેલા ગુમ થયેલો તેનો પતિ જ હતો. જાનકી પોતાના પતિને જોઈને ભાવુક થઈ ગઈ અને પોતાના પરિવારને જાણ કરી. 10 વર્ષ પછી પતિ પત્નિનું મિલન દરેકના હૃદયને સ્પર્શી ગયુ. આ દ્રશ્ય જોઈને લોકો પણ એકઠાં થઈ ગયા.

શું છે કિસ્સો?

બલિયા જનપદના શહેર પોલીસ સ્ટેશન વિસ્તારના દેવકલીનો બનાવ છે. અહીં રહેતા મોતીચંદ વર્માના લગ્ન 11 વર્ષ પહેલા જાનકી દેવી સાથે થયાં હતા. બંનેને ત્રણ દિકરા હતા, આ વચ્ચે મોતીચંદ વર્માની માનસિક સ્થિતિ બગડી જતાં એક દિવસ તે ઘરેથી અચાનક ક્યાંક ચાલ્યા ગયા. પત્નિએ સગા-વ્હાલાઓની મદદથી ઘણી જ શોધખોળ કરી પણ પતિ ક્યાંય મળ્યા નહી. પતિ ગુમ થયાં બાદ જાનકી પોતાના ત્રણ પુત્રો સાથે જીવન પસાર કરવા લાગી. પતિની ઘણી શોધખોળ કરી ત્યાં સુધી કે તાંત્રીક વિદ્યાની પણ મદદ લઈ ખર્ચો કર્યો પણ પતિ મોતીચંદની ક્યાંય ભાળ મળી નહી.

આ પણ વાંચો : RAJASTHAN : ‘મને ભારત આવવા લાયક નથી છોડી…!’ અંજૂએ સંભળાવી પોતાની આપવીતી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter