+

એરપોર્ટ પર Kangan Ranautને કોણે માર્યો થપ્પડ? જાણો

Who Slapped kangana Ranaut : મંડી મતવિસ્તાર (Mandi Constituency) માંથી 2024ની લોકસભા ચૂંટણી જીત્યા બાદ કંગના રનૌત (Kangana Ranaut) સંસદ તરફ આગળ વધી રહી છે. આજે કંગના રનૌત દિલ્હી જવા…

Who Slapped kangana Ranaut : મંડી મતવિસ્તાર (Mandi Constituency) માંથી 2024ની લોકસભા ચૂંટણી જીત્યા બાદ કંગના રનૌત (Kangana Ranaut) સંસદ તરફ આગળ વધી રહી છે. આજે કંગના રનૌત દિલ્હી જવા રવાના થઈ ગઈ છે. આ દરમિયાન સમાચાર સામે આવ્યા છે કે કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ (Chandigarh Airport) પર CISFના કર્મીએ થપ્પડ માર્યો હતો. મળતી માહિતી મુજબ, જ્યારે અભિનેત્રી ચંદીગઢ એરપોર્ટ પર પહોંચી ત્યારે એક મહિલા CISF કર્મીએ અભિનેત્રીને થપ્પડ મારી દીધી હતી. જે બાદ કંગના રનૌતે એરપોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

કંગનાને સરેઆમ માર્યો થપ્પડ

લોકસભાની ચૂંટણીના પરિણામમાં બોલિવૂડની ક્વિન કહેવાતી કંગના રનૌતે શાનદાર જીત મેળવી સંસદનો રસ્તો પકડી લીધો છે. હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પરથી જનતાએ કંગનાને કુલ 5,37,022 મત આપ્યા હતા. ત્યા કોંગ્રેસના ઉમેદવાર વિક્રમાદિત્ય સિંહને તેમણે 74,755 વોટથી હરાવ્યા હતા. હવે તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર મહિલા CISF જવાન દ્વારા થપ્પડ મારી દેવામાં આવી છે. ત્યારબાદ તુરંત જ CISF મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. આ સમાચાર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા છે. નવા ચૂંટાયેલા સાંસદ કંગના ગુરૂવારે નરુત મંડીથી લોકસભા ચૂંટણી જીતીને દિલ્હી આવી રહી હતી. જણાવી દઇએ કે, કંગનાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર તેની કારની તસવીરો શેર કરી હતી, જેમાં તેણે દિલ્હી જવાની માહિતી શેર કરી હતી, આ દરમિયાન સમાચાર સામે આવ્યા કે જ્યારે તે ચંદીગઢ એરપોર્ટ પર પહોંચી ત્યારે એક મહિલા CISF જવાનોએ અભિનેત્રીને થપ્પડ માર્યો હતો. જે બાદ કંગના રનૌતે એરપોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મંડીમાંથી મળેલી શાનદાર જીત

જણાવી દઈએ કે બોલિવૂડની કટ્ટર ક્વીન કંગના રનૌત હવે રાજનીતિની પણ ક્વીન બની ગઈ છે. લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કંગના રનૌત મંડી લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતી છે. કંગનાએ કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહ અને વર્તમાન સાંસદના પુત્ર વિક્રમાદિત્ય સિંહને હરાવીને જીતનો ઝંડો લહેરાવ્યો છે. નોંધનીય છે કે, કંગના રનૌત હિમાચલ પ્રદેશની રહેવાસી છે. મોડલિંગ બાદ તેણે 2006માં ગેંગસ્ટર ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેની 18 વર્ષની ફિલ્મી કરિયરમાં કંગનાએ ડઝનેક ફિલ્મો કરી છે, જેમાં ફેશન, ક્વીન, ક્રિશ 3, તન્નુ વેડ્સ મનુ અને ક્વીન જેવી હિટ ફિલ્મોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો – BJP ઉમેદવાર કંગના રનૌતનું નિવેદન, ‘અમે ખરેખર 2014 માં આઝાદી મેળવી હતી…

આ પણ વાંચો – Mandi : Kangana Ranaut ના સંસદીય ક્ષેત્રમાં મતદાનનો બહિષ્કાર, જાણો શું છે કારણ…

Whatsapp share
facebook twitter