Haldwani: હલ્દ્વાની હિંસા મામલે થયેલી એફઆઈઆરમાં અબ્દુલ મલિકનું અત્યારે નામ આવ્યું છે. એવી વિગતો મળી રહી છે કે, તે હિંસાનો માસ્ટરમાઈન્ડ હતો. પોલીલે અત્યાર સુધીમાં ત્રણ એફઆઈઆર નોંધી છે જેમાં અબ્દુલ મલિકનું નામ સામેલ છે. ઉલ્લેખનીય છે કે, પોલીસે જે જગ્યાએથી અતિક્રમણને હટાવ્યું હતું તે જગ્યા તેના જ નામ પર છે.
ઉલ્લેખનીય છે કે, હલ્દ્વાની હિંસા મામલે પોલીસે અત્યારે ત્રણ એફઆઈઆર નોંધી છે. જેમાં 16 લોકોના નામ સામેલ છે, જો કે, તેમાં 5000 લોકો અજ્ઞાત હોવાની વિગત મળી છે. અત્યાર સુધીમાં પોલીસે 50 લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસે અત્યારે જે લોકોની ધરપકડ કરી છે તે લોકોનું આ મામલે કોઈ હાથ હતો કે નહીં તે મામલે તપાસ ચાલી રહીં છે.
અબ્દુલ મલિક હતો ઘટનાનો માસ્ટર માઇન્ડ
અત્યારે એફઆઈઆરમાં અબ્દુલ મલિકનું નામ સામે આવ્યું છે, જે આ હિંસાનો માસ્ટર માઈન્ડ હોવાની વિગતો મળી રહીં છે. ઉલ્લેખનીય છે અત્યારે જે આરોપીનું નામ સામે આવી રહ્યું છે, તે મલિકના નામે જ અતિક્રમણ વાળી જગ્યા છે. પોલીસ અત્યારે અબ્દુલ મલિક અને આ મામલે સામેલ અન્ય લોકોની તપાસ કરી રહીં છે. તેમને પકડી લેવા માટે પોલીસે પોતાની કાર્યવાહી હાથ ધરી છે.
#WATCH | Uttarakhand | The accused in the Haldwani violence incident were brought to the Kotwali Police Station. pic.twitter.com/38PjWyDn2G
— ANI (@ANI) February 10, 2024
મહિલા બ્રિગેડને આગળ વધારવાનો ઇનપુટ હતો
સુત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે મહિલા બ્રિગેડને આગળ વધારવાનો ઇનપુટ હતો. જ્યારે નગર નિગમના લોકો અતિક્રમણ કરવા આવે ત્યારે મહિલાઓને આગળ મુકવાની પ્લાનિંગ કરી હતી. આ બાબતે સુત્રોએ 5 વખત પ્રસાશનને જાણકારી પણ આપી હતી. ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં સવારે અતિક્રમણ હટાવવાની કાર્યવાહી કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું, પરંતુ વહીવટીતંત્રે બપોરે અતિક્રમણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. LIU એ 31 જાન્યુઆરીએ બે વાર એલર્ટ કર્યું. 2જી ફેબ્રુઆરીએ અને 3જી ફેબ્રુઆરીએ પણ બે વખત એલર્ટ આપવામાં આવ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે:
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ