+

Whatsapp એ કોર્ટમાં કહ્યું કે અમે ભારત છોડીને જતા રહીશું, જાણો કેમ?

નવી દિલ્હી : Whatsapp એ દિલ્હી હાઇકોર્ટમાં એનક્રિપ્શન હટાવવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. સાથે જ કહ્યું કે, જો એવું કરવા માટે મજબુર કરવામાં આવશે તો કંપની ભારતમાં પોતાનું કામ બંધ…

નવી દિલ્હી : Whatsapp એ દિલ્હી હાઇકોર્ટમાં એનક્રિપ્શન હટાવવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. સાથે જ કહ્યું કે, જો એવું કરવા માટે મજબુર કરવામાં આવશે તો કંપની ભારતમાં પોતાનું કામ બંધ કરી દેશે. કંપની ભારતમાં પોતાનું સંપુર્ણ કામકાજ બંધ કરી દેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મેટાની કંપનીએ IT રૂલ્સ, 2021 ને પડકાર્યો હતો. ખાસ વાત છે કે, ભારત ઇંનસ્ટન્ટ મેસેંજિંગ એપ વ્હોટ્સએપના 40 કરોડ કરતા પણ વધારે યુઝર્સ છે.

એન્ડ ટુ એન્ડ એનક્રિપ્શન ખોલી શકાય નહી

કંપનીનો દાવો છે કે, એન્ડ ટુ એન્ડ એનક્રિપ્શન દ્વારા યુઝરની પ્રાઇવસીની રક્ષા કરવામાં આવે છે. તેના દ્વારા તે સુનિશ્ચિત કરવામાં આવે છે કે, સંદેશ મોકલનાર અને તેને પ્રાપ્ત કરનારવ્યક્તિ જ તે કન્ટેન્ટને એક્સેસ કરી શકે. કંપની માટે કોર્ટમાં રજુ થયેલા તેજસ કારિયાએ ડિવિઝન બેંચને કહ્યું કે, એક પ્લેટફોર્મ તરીકે અમે કહી રહ્યા છીએ કે જો એનક્રિપ્શન તોડવા માટે કહેવામાં આવ્યું અથવા તેને હટાવવા માટે જણાવાયું તો વ્હોટ્સએપ ભારતમાં પોતાનું કામકાજ સંપુર્ણ રીતે બંધ કરી દેશે.

કંપનીએ ભારત સરકારના કાયદાને પડકાર્યો હતો

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર કારિયાએ જણાવ્યું કે, જનતાની પ્રાઇવસી ફીચર્સના કારણે જ વ્હોટ્સએપનો ઉપયોગ કરે છે. કંપની IT રૂલ્સ 2021 ને પડકારી રહ્યા છે, જેમાં મેસેજ ટ્રેસ કરવા અને સંદેશ મોકલનારાની ઓળખ કરવાની વાત કરવામાં આવી છે. કંપનીનો તર્ક છે કે આ કાયદાથી એનક્રિપ્શન નબળું થશે અને ભારતીય સંવિધાન હેઠળ યુઝરની પ્રાઇવસીનું ઉલ્લંઘન થશે.

Whatsapp ને સૌથી સારો રિસ્પોન્સ ભારતમાંથી મળ્યો

ખાસ વાત છે કે, ગત્ત વર્ષે જ મેટાના એક કાર્યક્રમમાં કંપનીના CEO માર્ક જકરબર્ગે કહ્યું કે, ભારત એક એવો દેશ છે જે સૌથી આગળ છે. તમે આ મામલે વિશ્વની આગેવાની કરી રહ્યા છો કે, લોકો અનેવેપારીએ કઇ રીતે મેસેંજિંગ અપનાવ્યું છે. વ્હોટ્સએપનું કહેવું છે કે, નિયમ કંટેટના એનક્રિપ્શન અને યુઝર્સની પ્રાઇવસીને નબળુ પાડે છે.

અમે નિયમો સાથે ક્યાંય પણ બાંધછોડ કરીશું નહી

રિપોર્ટ અનુસાર કારિયાએ કહ્યું કે, વિશ્વમાં ક્યાંય પણ એવા નિયમ નથી. બ્રાઝઈલમાં પણ નથી. અમે એક સંપુર્ણ ચેન રાખવી પડશે. અમે નથી જાણતા કે કયા મેસેજને ડિક્રિપ્ટ કરવા માટે કહેવામાં આવે. તેનો અર્થ છે કે, લાખો સંદેશોને વર્ષો સુધી સ્ટોર કરીને રાખવા પડશે.

Whatsapp share
facebook twitter