+

Amit Shah નો ચોંકાવનારો દાવો, જેનાથી બધા ધ્રુજી ગયા..!

Amit Shah : લોકસભા ચૂંટણી 2024નો પાંચમો તબક્કો સમાપ્ત થઈ ગયો છે અને તમામ રાજકીય પક્ષો હવે છઠ્ઠા તબક્કાની ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. 5 તબક્કાની ચૂંટણી બાદ દેશના વિવિધ રાજ્યો…

Amit Shah : લોકસભા ચૂંટણી 2024નો પાંચમો તબક્કો સમાપ્ત થઈ ગયો છે અને તમામ રાજકીય પક્ષો હવે છઠ્ઠા તબક્કાની ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. 5 તબક્કાની ચૂંટણી બાદ દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 400થી વધુ બેઠકો પર ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ( Amit Shah) ફરી એકવાર દાવો કર્યો છે કે પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપ લોકસભા ચૂંટણીમાં 400 સીટોને પાર કરી રહી છે.

ભાજપને કેટલી બેઠકો મળશે?

ગૃહમંત્રી અમિત શાહે પણ ખુલાસો કર્યો છે કે અત્યાર સુધી યોજાયેલી 5 તબક્કાની ચૂંટણીમાં ભાજપને કેટલી બેઠકો મળી છે. અમિત શાહે ઓડિશામાં એક રેલીમાં કહ્યું કે અત્યાર સુધી યોજાયેલી 5 તબક્કાની ચૂંટણીમાં પીએમ મોદીએ 310 સીટોનો આંકડો પાર કર્યો છે. આગામી બે તબક્કામાં આ આંકડો 400ને પાર કરી જશે.

‘રત્ન ભંડાર’ની ચાવીઓ ક્યાં ગાયબ થઈ ગઈ?

અમિત શાહે ઓડિશાની બીજેડી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે શું કોઈ તમિલ બાબુ ઓડિશા પર રાજ કરી શકે છે? નવીન બાબુએ તમિલ બાબુઓને ઓડિશાના રાજા બનાવ્યા છે…આ તમિલ બાબુઓએ ઓડિશાને લૂંટી લીધું છે. તેcણે પૂછ્યું કે હું નવીન બાબુને સીધો પ્રશ્ન પૂછું છું અને મારે તેમનો જવાબ જોઈએ છે, તેમના બાબુનો નહીં. મહાપ્રભુ (ભગવાન જગન્નાથ મંદિર)ના ‘રત્ન ભંડાર’ની ચાવીઓ ક્યાં ગાયબ થઈ ગઈ? નવીન બાબુ કૃપા કરીને મને જવાબ આપો કે ડુપ્લિકેટ ચાવીઓ બનાવવામાં આવી હતી કે નહીં?

આ પણ વાંચો– PM મોદીએ માતૃશક્તિ સંમેલનમાં કહ્યું- ‘સ્ત્રીઓ વગર ઘર ન ચાલે તો દેશ કેવી રીતે ચાલશે?’

આ પણ વાંચો— Ranchi કોર્ટે રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું, ભાજપના આ નેતા વિશે આપ્યું હતું વિવાદિત નિવેદન…

આ પણ વાંચો– Lok Sabha Election 2024 5th Phase LIVE : 5 વાગ્યા સુધી 54% મતદાન,ઉમેદવારોનું ભાવિ EVMમાં સિલ થયા

આ પણ વાંચો— UP : Prayagraj માં INDI ગઠબંધનની જાહેર સભામાં નાસભાગ, ઘણા લોકો ઘાયલ…

આ પણ વાંચો— Haryana : PM મોદીએ અંબાલામાં જનસભાને સંબોધી, કહ્યું- કોંગ્રેસે સેનાઓ સાથે પણ કર્યો છે દગો…

Whatsapp share
facebook twitter