+

ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ NDAમાં જોવા મળશે ઉદ્ધવ ઠાકરે, જાણો કોણે કર્યો દાવો

Shocking News : લોકસભા ચૂંટણીના પરિણામો (Lok Sabha Election Results) આવતીકાલે એટલે કે મંગળવારે જાહેર થશે. પરિણામ (Result) જાહેર થતા પહેલા એક્ઝિટ પોલ (Exit Poll) ના પરિણામોની આગાહી સાચી સાબિત…

Shocking News : લોકસભા ચૂંટણીના પરિણામો (Lok Sabha Election Results) આવતીકાલે એટલે કે મંગળવારે જાહેર થશે. પરિણામ (Result) જાહેર થતા પહેલા એક્ઝિટ પોલ (Exit Poll) ના પરિણામોની આગાહી સાચી સાબિત થઈ તો મોદી સરકાર (Modi Government) ફરી એકવાર કેન્દ્રમાં પરત ફરી રહી છે. જોકે, તે તો સમય જ બતાવશે કે પણ આ પરિણામ (Result) આવતા પહેલા મહારાષ્ટ્ર (Maharashtra) માં મોટી રાજકીય ઉથલપાથલના સંકેત મળી રહ્યા છે. જણાવી દઇએ કે, લોકસભા ચૂંટણી (Lok Sabha Elections) ના પરિણામો જાહેર થવાના માત્ર 2 દિવસ પહેલા જ મહારાષ્ટ્રના એક ધારાસભ્ય (MLA) એ મોટો દોવા કર્યો છે.

ઉદ્ધવ ઠાકરેને લઈને મોટો દાવો

લોકસભાની ચૂંટણીના પરિણામોને હવે ગણતરીના કલાકો બાકી રહી ગયા છે. 4 જૂને નક્કી થશે કે આ વખતે કોની સરકાર બનશે. જો કે એક્ઝિટ પોલ મુજબ ફરી એકવાર મોદી સરકાર બનવા જઈ રહી છે. પરંતુ વિપક્ષ તેને સ્વીકારી રહ્યો નથી. પોતાની જીતનો દાવો પણ કરી રહ્યો છે. આ વચ્ચે મહારાષ્ટ્રના એક ધારાસભ્યએ મોટો દાવો કર્યો છે. જેના કારણે રાજકીય વર્તુળોમાં હલચલ વધુ તેજ બની રહી હોય તેવું લાગી રહ્યું છે. જણાવી દઇએ કે, મહારાષ્ટ્રના અમરાવતીના ધારાસભ્ય રવિ રાણાએ મહારાષ્ટ્રના પૂર્વ CM ઉદ્ધવ ઠાકરેને લઈને મોટો દાવો કર્યો છે. રવિ રાણાએ કહ્યું કે, PM મોદીના શપથના 15 દિવસ બાદ જ ઉદ્ધવ ઠાકરે તેમની સાથે જોવા મળશે.

નવનીત અમરાવતીથી 2 લાખથી વધુ મતોથી જીતશે : રવિ રાણા

રવિ રાણાએ કહ્યું, ‘દેશની ચૂંટણીના પરિણામો આવતા 4 જૂને ખબર પડશે. અમરાવતીના લોકોએ નવનીત રાણાને સંપૂર્ણ મત આપીને આશીર્વાદ આપ્યા છે. વડાપ્રધાન મોદી માટે અંડર કરંટ હતો. અમરાવતી માટે PM મોદી, સાંસદ નવનીત રાણા અને Deputy CM ફડણવીસે વિકાસ માટે પૂરતું ભંડોળ આપ્યું છે. રવિ રાણાએ કહ્યું, ‘નવનીત રાણાનું કામ જોઈને સ્થાનિક MVA નેતાએ પણ તેમને ટેકો આપ્યો છે અને મને વિશ્વાસ છે કે નવનીત અમરાવતીથી 2 લાખથી વધુ મતોથી જીતશે. ચૂંટણી દરમિયાન અને મતદાન પછી પણ મેં કહ્યું હતું કે નવનીત જીતી રહી છે અને તમે આ 4 જૂને જોશો.

નરેન્દ્ર મોદી માટે PM બનવું જરૂરી

તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે સારી રીતે જાણે છે કે દેશને આગળ લઈ જવા માટે નરેન્દ્ર મોદીનું ત્રીજી વખત PM બનવું જરૂરી છે. આ કારણથી તે મોદી સરકારમાં સામેલ થશે. જો કે, આ દરમિયાન એવી માહિતી પણ સામે આવી રહી છે કે ઉદ્ધવ ઠાકરેએ PM મોદીને મળવા માટે સમય માંગ્યો છે. તેમણે આગળ કહ્યું કે, PM નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે માટે NDAના દરવાજા હંમેશા ખુલ્લા છે, કારણ કે તેઓ બાળાસાહેબ ઠાકરેના પુત્ર છે. જો ઉદ્ધવને ક્યારેય કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે, તો તે મદદ માટે પહોંચનાર પ્રથમ હશે. તેમને વિશ્વાસ છે કે ઉદ્ધવ ચોક્કસપણે પુનરાગમન કરશે.

આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024ની મતગણતરી પહેલાં ECની પત્રકાર પરિષદ, જાણો શું કહ્યું

આ પણ વાંચો – એક્ઝિટ પોલ મુજબ કોણ જીતે છે? સોનિયા ગાંધી અને અરવિંદ કેજરીવાલે આપી આ પ્રતિક્રિયા

Whatsapp share
facebook twitter