+

Ground Zero Report : ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી રામ શરદ કોઠારી સ્મૃતિ સંઘની ઓફિસે…

Ground Zero Report : અયોધ્યા (ayodhya)માં 22 જાન્યુઆરીએ ભવ્ય રામમંદિરમાં ભગવાન રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઇ રહ્યો છે ત્યારે ગુજરાત ફર્સ્ટ (gujarat first)ની ટીમ અયોધ્યા (ayodhya) પહોંચી ચૂકી…

Ground Zero Report : અયોધ્યા (ayodhya)માં 22 જાન્યુઆરીએ ભવ્ય રામમંદિરમાં ભગવાન રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઇ રહ્યો છે ત્યારે ગુજરાત ફર્સ્ટ (gujarat first)ની ટીમ અયોધ્યા (ayodhya) પહોંચી ચૂકી છે. અયોધ્યામાં હાલ ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. નગરવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 500 વર્ષના સંઘર્ષ બાદ રામ લલાનું મંદિર બનતા અયોધ્યાવાસીઓ ગર્વ અનુભવે છે. અયોધ્યામાં રહેતા હિન્દુ મુસ્લિમ બંને સમાજના લોકો ખુશ છે.

કોલકાતાના કોઠારી બંધુ રામ અને શરદ કોઠારી શહીદ થયા હતા

1990માં કારસેવકો પર થયેલા અંધાધૂંધ ગોળીબારમાં કોલકાતાના કોઠારી બંધુ રામ અને શરદ કોઠારી શહીદ થયા હતા. તેમને પોલીસ કર્મચારીઓએ નિર્દયતાપૂર્વક ગોળી મારી હતી. બંને દૂધમલીયા ભાઇઓ જય શ્રી રામના નારા સાથે અયોધ્યામાં જ શહીદ થયા હતા. તેમની શહાદત ના 1 વર્ષ બાદ અયોધ્યાના નગરજનો દ્વારા રામ શરદ કોઠાવી સ્મૃતિ સંઘની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી સામાજીક પ્રવૃત્તીઓ કરતી રહે છે. ગુજરાત ફર્સ્ટની ટીમ આજે રામ શરદ કોઠારી સ્મૃતિ સંઘની ઓફિસે પહોંચી હતી.

તેમનું નામ ઇતિહાસમાં અમર થઇ ગયું

રામ શરદ કોઠારી સ્મૃતિ સંઘની ઓફિસમાં જ અમને અયોધ્યાના ધારાસભ્ય વેદ ગુપ્તા મળ્યા હતા. ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે રામ મંદિરના નિર્માણથી અમે ખુબ ખુશ છીએ. તેમણે કહ્યું કે અયોધ્યાવાસીઓ માટે ગર્વની વાત છે કે સદીઓ પછી આ દિવસ આવ્યો છે. બંને કોઠારી ભાઇ આંદોલનમાં શહીદ થયા. તેમનું નામ ઇતિહાસમાં અમર થઇ ગયું છે. 22 જાન્યુઆરીના દિવસે બંને ભાઇઓને યાદ કરવા જરુરી છે. હું 495 વર્ષના સંઘર્ષ બાદ આ અવિસ્વમરણિય ક્ષણ આવી છે. ભગવાન તેમના ઘેર વિરાજમાન થશે. તેમણે કહ્યું કે 2014 પછી દેશની દશા અને દિશા બદલી છે.

રામ-શરદ કોઠારીના બહેન પૂર્ણિમા કોઠારી પણ આજે અયોધ્યા આવશે

આ સંસ્થાના સભ્યએ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં કહ્યું કે બંને સગા ભાઇ રામ (ઉ.22) અને શરદ (ઉ.20) 1990માં કોલકાતાથી પહેલો 75 જણનો જથ્થો આવ્યો હતો તેમાં હતા. બંને ભાઇ નાનપણથી આરએસએસના કાર્યકર હતા. એક પરિવારમાંથી એક વ્યક્તિ જ અયોધ્યા આવે તેમ વીએચપીએ જણાવ્યું હતું પણ જીદ કરીને બંને ભાઇ અયોધ્યા આવ્યા હતા. 30 ઓક્ટોબરે જેમણે છથી સાત લોકોએ ઝંડો લરેહાવ્યો તેમાં શરદ કોઠારી હતા. 2 નવેમ્બરે શાંતિપૂર્વક કારસેવકો જઇ રહ્યા હતા ત્યારે તેમની પર મુલાયમસિંહની સરકારે ગોળીબાર કરાવ્યો હતો. તેમાં બંને ભાઇ શહીદ થયા. આવા શહીદોના કારણે ભવ્ય રામ મંદિર બન્યું છે. આ પહેલો મોકો છે કે આપણે આપણી આંખથી ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા જોઇ શકીશું. આ સમારોહમાં રામ-શરદ કોઠારીના બહેન પૂર્ણિમા કોઠારી પણ આજે અયોધ્યા આવશે . 1991માં આ સંસ્થાની સ્થાપના થઇ ત્યારથી હું સભ્ય છું. અમે વર્ષમાં એક વાર રક્તદાન કરીએ છીએ. અમે રામ શરદ કોઠારી શૌર્ય પુરસ્કાર આપીએ છીએ અને દેશભરમાં જેમણે શૌર્યનું કામ કર્યું છે તેમને પુરસ્કાર આપીએ છીએ. અમારા કાર્યક્રમમાં મોહન ભાગવત અને સીએમ યોગી પણ આવે છે.

હિન્દુ અને મુસ્લિમ બંને કોમના લોકો રામ મંદિરના નિર્માણથી ખુશ

અયોધ્યામાં હાલ રસ્તા પહોળા કરી દેવાયા છે અને રામની નગરીને શણગારવામાં આવી રહી છે. અયોધ્યાના બજારમાં દરેક દુકાનોના શટર પર પણ ભગવાનના ચિત્ર જોવા મળી રહ્યા છે. અયોધ્યામાં રહેતા હિન્દુ અને મુસ્લિમ બંને કોમના લોકો રામ મંદિરના નિર્માણથી ખુશ છે. મુસ્તુફા નામના યુવકે કહ્યું કે રામ મંદિરના નિર્માણથી તે ખુશ છે તો તેમની સાથે રહેલા રમેશ કુમારે પણ કહ્યું કે સદીઓની પ્રતિક્ષા પછી રામ મંદિર બની રહ્યું છે તેની તેઓ ખુશ છે.

આ પણ વાંચો—-AGARBATTI : વડોદરાથી 108 ફૂટ લાંબી અગરબત્તી અયોધ્યા પહોંચી

 

અહેવાલ–દેવનાથ પાંડે

Whatsapp share
facebook twitter