+

PM Modi in Bihar: PM મોદીનો ચૂંટણી પ્રચાર, કહ્યું – 2024 ની ચૂંટણી ભારત અને તેના ભવિષ્ય માટે નિર્ણાયક

PM Modi in Bihar: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પટનામાં જમુઈમાં પ્રચાર કરતા જનસંભાને સંબોધિત કરી હતીં. આ દરમિયાન જમુઈની રેલીમાં પીએમ મોદી પોતાની જાણીતી શૈલીમાં દેખાયા હતા અને તેમના વિરોધીઓને…

PM Modi in Bihar: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પટનામાં જમુઈમાં પ્રચાર કરતા જનસંભાને સંબોધિત કરી હતીં. આ દરમિયાન જમુઈની રેલીમાં પીએમ મોદી પોતાની જાણીતી શૈલીમાં દેખાયા હતા અને તેમના વિરોધીઓને આડે હાથ લીધા હતા. PM એ જમુઈમાં લગભગ 28 મિનિટનું ભાષણ આપ્યું. આ દરમિયાન જ્યાં પીએમએ પોતાના વિરોધીઓ પર જોરદાર નિશાન સાધ્યું તો તેમણે પોતાના સહયોગીઓના પણ ખૂબ વખાણ કર્યા. તેમણે મંચ પર નીતીશ કુમાર સાથે પણ વાત કરી અને ઉપેન્દ્ર કુશવાહા સાથે પણ વાત કરી.

ચૂંટણી પ્રચારમાં નરેન્દ્ર મોદીનું અસરકારક ભાષણ

વડાપ્રધાન મોદીએ જનસભાને સંબોધિત કરતા ચિરાગ પાસવાનના પિતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના કાર્યોને યાદ કર્યા હતાં, આ સાથે ચિરાગ પાસવાનની પણ પિતાના સિદ્ધાંતો અને વિચાર પ્રવાણે ચાલવા માટે પ્રસંશા કરી હતી. નીતીશ કુમારનો ઉલ્લેખ કરતા પીએમએ તેમને બિહારના વિકાસમાં સમાન ભાગીદાર ગણાવ્યા.

નીતિશકુમારે પણ વિપક્ષને આડેહાથ લીધું

નોંધનીય છે કે, નરેન્દ્ર મોદી (PM MOdi)ની રેલીમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, ‘ એ તો જૂઠાણાની રીતે વચ્ચે એકવાર અમે સાથે મળીને કરતા હતાં’, પરંતુ હવે જ્યારે અમે જોયું કે, તે બધું ખોટૂં હતું, મેં હવે તેમને છોડી દીધા છે અને હવે હંમેશા માટે (બીજેપી)ની સાથે રહેવાના છીએ.’ વધુમાં નીતિશ કુમારે કહ્યું કે, હવે કોઈ દિવસ અમે જુદા નથી થવાના. પોતાના ભાષણમાં બિહારના મુખ્યમંત્રીએ કહ્યું કે, પીએમ મોદી 10 વર્ષથી કેન્દ્ર સરકારમાં છે અને તેમને બિહાર અને દેશ માટે ઘણુ કામ કર્યું છે. જ્યારથી અમે સત્તા સંભાળી છે ત્યારથી હિંદુ-મુસ્લિમ રમખાણો બંધ થઈ ગયા છે, હું મુસ્લિમ સમુદાયને અપીલ કરવા માંગુ છું કે જો તમે ભૂલથી પણ તેમને (વિપક્ષને) મત આપશો, તો ફરી તે રમખાણો શરૂ થઈ જશે.’

વિપક્ષ પર વડાપ્રધાને કર્યો આક્ષેપ

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલુ પ્રસાદનું નામ લીધા વગર જ તેમના પરિવાર પણ કટાક્ષ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, 2024 ની ચૂંટણી ભારત અને ભવિષ્ય માટે નિર્ણાયક છે. આ ચૂંટણી વિકસિત ભારત અને બિહારનો સંકલ્પ છે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે જમુઈ કહી રહ્યું છે કે બિહાર કેવી રીતે બદલાઈ રહ્યું છે. જમુઈ આરજેડીના જંગલરાજનો આટલો મોટો શિકાર હતો. અહીં નક્સલવાદીઓનો દબદબો હતો, સરકારી યોજનાઓ અને રસ્તાઓ પણ બની શક્યા ન હતા, પરંતુ આજે એ જ જમુઈ વિકાસની ઝડપ પકડી રહ્યું છે.

છેલ્લા 10 વર્ષમાં ભારતની તાકાત વધીઃ વડાપ્રધાન મોદી

વિદેશ નીતિ પર વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, પહેલા નાના મોટા દેશો ભારત પર આતંકી હુમલા કરાવતા હતા, અને કોંગ્રેસની સરકાર તેમની પાસે ફરિયાદ લઈને જતી હતીં. હવે ભારતની મોદી સત્તામાં એટલે ભારત બદલાઈ ગયું છે. આજે ભારત આતંકવાદીઓને ઘરમાં જઈને મારે છે. વિશ્વમાં ભારતની ઓળખ અત્યારે બદલાઈ રહીં છે. દુનિયાએ પણ જોયું છે કે, છેલ્લા 10 વર્ષમાં ભારતની તાકાતમાં કેવી રીતે વધારો થયો છે. આજે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે.

આ પણ વાંચો: PM Jamui Rally : PM એ જમુઈ રેલીમાં કોંગ્રેસ-RJD પર કર્યા પ્રહારો, ચિરાગને નાનો ભાઈ કહ્યો…

આ પણ વાંચો: Agni Missile : બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ પ્રાઇમનું સફળ પરીક્ષણ, રક્ષા મંત્રીએ અભિનંદન પાઠવ્યા…

આ પણ વાંચો: Congress : માત્ર 2 દિવસમા 3 દિગ્ગજે અલવિદા કહેતા કોંગ્રેસને ઝટકો

Whatsapp share
facebook twitter