+

NEET UG 2024 માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ, આ રહી તમામ વિગત

NEET UG 2024: નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ, NEET UG 2024 માટે ઓનલાઈન ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયા છે. અત્યારે લાખો વિદ્યાર્થીઓ NEET ની તૈયારી કરી રહ્યા છે અને આ…

NEET UG 2024: નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ, NEET UG 2024 માટે ઓનલાઈન ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયા છે. અત્યારે લાખો વિદ્યાર્થીઓ NEET ની તૈયારી કરી રહ્યા છે અને આ પરીક્ષા આપવા માટે રાહ જોઈને બેઠા છે. આ વિદ્યાર્થીઓ માટે ખાસ સમાચાર આવ્યા છે. NEET UG 2024 ના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. મળતી વિગતો પ્રમાણે રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી, NTA એ NEET UG 2024 માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. NEET UG 2024 ની પરીક્ષા આપવા માટે તમારે neet.ntaonline.in આ સાઈટ પર ઓનલાઈને ફોર્મ ભરવું પડશે,

ઉલ્લેખનીય છે કે, એનટીએ દ્વારા નીટ યૂજી 2024ની પરીક્ષાનું આયોજન 5 મે 2024 એ થશે એવી જાણકારી આપી છે. નોંધનીય છે કે, આ પરીક્ષા માટે અત્યારે પહેલા ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ફોર્મ ભરતા પહેલા ધ્યાન રાખજો કે, તમારે પહેલા ઓફિશિયલ વેબસાઇટ પર જઈને રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યાર બાદ લોગઈન આઈડી દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. આ પછી ડોક્યુમેન્ટ અપલોડ કરીને આવેદન ફી ભરવાની રહેશે.

ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો

NEET UG 2024 ના આવેદન માટે ઓનલાઈન ફીની વાત કરીએ તો, સામાન્ય અને એનઆરઆઈ વર્ગ માટે 1700 રૂપિયા નક્કી કરવામાં આવ્યાં છે. ત્યાં ઈડબ્લ્યૂએસ અને ઓબીસી એનસીએલ માટે 1600 રૂપિયા અને એસસી, એસટી, પીડબ્લ્યૂડીબી વર્ગ માટે 1000 રૂપિયા આવેદન ફી રાખવામાં આવી છે. આ ફી તમારે ઓનલાઈન ભરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, ઓનલાઈન ફી ભર્યા સિવાય તમારૂ ફોર્મ સબમિત નહીં થાય.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: MS Swaminathan: ‘રાઈસ મેન’ને ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર, તેમના કાર્યોને દેશ નહીં ક્યારેય ભૂલે!

Whatsapp share
facebook twitter