+

લોકસભાની આ બેઠક પર મા-દીકરો ચૂંટણીના મેદાનમાં આવ્યા આમને-સામને

લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) ના ત્રણ તબક્કા (Third Phase) પૂર્ણ થઇ ગયા છે, ત્યારે હવે બાકીના ચાર તબક્કા (4th Phase) ને લઇને ઉમેદવારો (Candidates) જનતા વચ્ચે વોટ (Vote) માંગતા…

લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) ના ત્રણ તબક્કા (Third Phase) પૂર્ણ થઇ ગયા છે, ત્યારે હવે બાકીના ચાર તબક્કા (4th Phase) ને લઇને ઉમેદવારો (Candidates) જનતા વચ્ચે વોટ (Vote) માંગતા જોવા મળી રહ્યા છે. આ વચ્ચે એક બેઠક એવી સામે આવી છે કે જ્યા મા અને દીકરો (Mother and Son) એક જ બેઠક પરથી ચૂંટણી (Election) લડવાના છે. આ બેઠક છે બિહારની શિવહર (Sheohar). જ્યા બાહુબલી આનંદ મોહન (Anand Mohan) ના પરિવારના કારણે આ બેઠક ખૂબ ચર્ચામાં આવી છે. બિહારની આ બેઠક પરથી માતા અને પુત્ર (Mother and Son) એ ઉમેદવારી નોંધાવી છે. માતા લવલી આનંદ (Mother Lovely Anand) અને પુત્ર અંશુમન આનંદે (Anshuman Anand) શિવહરથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે.

બિહારની એક બેઠક પર મા-દીકરો આમને-સામને

બિહારમાં ચૂંટણીનો મુકાબલો (Electoral Contest) પહેલેથી જ રસપ્રદ છે. ત્યારે બિહારની શિવહર બેઠક (Sheohar Seat) પરની લડાઈ ઘણી જટિલ બની ગઈ છે. જનતા દળ યુનાઇટેડ (JDU) એ તેના ઉમેદવાર તરીકે લવલી આનંદ (Lovely Anand) નું નામ આપ્યું છે અને રાષ્ટ્રીય જનતા દળ (RJD) એ રિતુ જયસ્વાલ (Ritu Jaiswal) ને તેના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. બંને ઉમેદવારો સામ-સામે હતા પરંતુ આ દરમિયાન લવલી આનંદના પુત્ર અંશુમાન આનંદે (Anshuman Anand) શિવહરથી અપક્ષ ઉમેદવારી (Independent Candidature) નોંધાવી છે. એક તરફ જ્યા BJP અને JDU એ સાથે મળીને જીતનું વચન આપ્યું છે, તો બીજી તરફ INDI ગઠબંધનનો ભાગ બનેલા RJD એ રાજ્યમાંથી ભાજપનો સફાયો કરવાની યોજના બનાવી છે. INDI ગઠબંધન અને NDA વચ્ચેની આ લડાઈમાં નવો વળાંક આવ્યો છે. બિહારની એક બેઠક પર મા-દીકરો આમને-સામને ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. જાણીને ભલે તમને નવાઈ લાગે પણ આ બેઠક પર સૌ કોઇની નજર રહેશે.

રાજકીય વર્તુળોમાં ચર્ચાનો દૌર શરૂ

રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચાઓ થઇ રહી છે કે, એવું તો શું થયું કે મા-દીકરો આમને-સામને આવી ગયા છે. જોકે, તેની પાછળનું કોઇ કારણ છે તે હજું સ્પષ્ટ થયું નથી. આ ચર્ચા એટલા માટે પણ છે કારણ કે આનંદ મોહનની પત્ની લવલી આનંદના નોમિનેશનમાં અંશુમન આનંદ પણ હાજર હતા, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તેમણે આ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. આ અંગે રાજકીય પંડિતો અનેક અટકળો લગાવી રહ્યા છે.

અંતિમ સમયે નામ પાછું ખેંચી શકે છે અંશુમન આનંદ

આનંદ મોહન, તેમની પત્ની લવલી આનંદ અને તેમનો નાનો પુત્ર અંશુમાન આનંદ રાજકારણમાં ખૂબ સક્રિય જણાય છે. અંશુમન આનંદ ઘણીવાર તેના માતા-પિતા સાથે જોવા મળે છે, પરંતુ શું થયું કે તેણે શિવહર લોકસભા સીટ પરથી ઉમેદવારી નોંધાવવી પડી. વળી, આનંદ મોહનનો આખો પરિવાર શિવહર લોકસભા મતવિસ્તારની મુલાકાતે છે. આવી સ્થિતિમાં હવે જોવાનું એ રહેશે કે શું અંશુમન આનંદ ખરેખર તેની માતા લવલી આનંદ સામે ચૂંટણી લડે છે કે પછી માત્ર નોમિનેશન કરીને માહોલ બનાવવા માંગે છે. જોકે, આ વચ્ચે અંશુમન આનંદ 9 મે સુધીમાં નામાંકન પાછું ખેંચી લેશે તેવી અટકળો પણ ચાલી રહી છે. રાજકીય નિષ્ણાતોના મતે ઘણી વખત એવા પ્રસંગો આવે છે જ્યારે એક પરિવારના કેટલાય સભ્યો અલગ-અલગ ઉમેદવારી નોંધાવે છે, જેથી જો કોઈ કારણસર તેમાંથી કોઈ એકનું નામાંકન રદ્દ થઈ જાય તો આ સ્થિતિમાં પરિવારના સભ્યો ચૂંટણીથી વંચિત રહી ન જાય. કદાચ આ જ કારણ હોઈ શકે છે કે અંશુમન આનંદે શિવહરથી ઉમેદવારી નોંધાવી છે.

આ પણ વાંચો – વિદેશમાં વસતા ભારતીયોની ઈચ્છા ‘ફિર એક બાર મોદી સરકાર’

આ પણ વાંચો – Lok Sabha Election 3rd Phase 2024 : શખ્સે પેટ્રોલ છાંટી EVM મશીનને સળગાવવાનો કર્યો પ્રયત્ન

Whatsapp share
facebook twitter