+

હવે જામતારા નહીં પણ આ શહેરો સાયબર ક્રાઇમ માટે હોટ સ્પોટ…

આ યુગ ટેકનોલોજી (Technology) નો છે અને ટેકનોલોજી તથા ઇન્ટરનેટના આ જમાનામાં તેનો જ ઉપયોગ કરીને લોકોને ઠગી લેવાના કિસ્સા પણ સતત વધી રહ્યા છે. ફોનમાં લીંક મોકલી કે પછી…
આ યુગ ટેકનોલોજી (Technology) નો છે અને ટેકનોલોજી તથા ઇન્ટરનેટના આ જમાનામાં તેનો જ ઉપયોગ કરીને લોકોને ઠગી લેવાના કિસ્સા પણ સતત વધી રહ્યા છે. ફોનમાં લીંક મોકલી કે પછી ઓટીપી મેળવી કે પછી અન્ય પ્રકારે સાયબર માફિયાઓ (Cybercriminals)  લોકોના બેંક ખાતા ખાલી કરતા રહ્યા છે. અત્યાર સુધી એમ મનાતું હતું કે જામતારા સાયબર ક્રાઇમનું એપિસેન્ટર છે પણ સાયબર ઠગો હવે દેશના વિવિધ શહેરોમાં પણ સક્રિય થઇ ગયા છે. એક સંસ્થાના રિસર્ચમાં બહાર આવ્યું છે કે રાજસ્થાનનું ભરતપુર અને યુપીનું મથુરા તથા દેવધર અને નૂહ સહિતના શહેરોમાં પણ હવે સાયબર ઠગ સક્રિય થયા છે અને લોકોને ઠગી રહ્યા છે. આ તમામ શહેરોના સાયબર ઠગો જામતારાના ઠગોથી આગળ નીકળી ગયા છે.
રિસર્ચમાં બહાર આવી ચોંકાવનારી માહિતી
 IIT કાનપુર સાથે સંકળાયેલા ફ્યુચર ક્રાઈમ રિસર્ચ ફાઉન્ડેશન (FCRF)ના અભ્યાસમાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે. આ માહિતી મુજબ રાજસ્થાનનું ભરતપુર અને ઉત્તર પ્રદેશનું મથુરા સાયબર ફ્રોડના મોટા હોટસ્પોટ બની ગયા છે. આ પછી હરિયાણાના નૂહ અને ઝારખંડનો દેવઘર જિલ્લો છે. જામતારા પાંચમા નંબરે છે.
સાયબર ક્રાઈમના 10 મોટા હોટસ્પોટ્સ
આ અભ્યાસમાં સાયબર ક્રાઈમના 10 મોટા હોટસ્પોટ્સની યાદી આપવામાં આવી છે. દેશમાં 80 ટકાથી વધુ સાયબર ગુનાઓ આ 10 જિલ્લાઓમાં થાય છે. ફાઉન્ડેશન દ્વારા તેના અહેવાલમાં સૂચિબદ્ધ 10 જિલ્લાઓમાં રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને ઝારખંડના જિલ્લાઓનો સમાવેશ થાય છે. તેમાં ભરતપુર (18%), મથુરા (12%), નૂહ (11%), દેવઘર (10%), જામતારા (9.6%), ગુરુગ્રામ (8.1%), અલવર (5.1%), બોકારો (2.4%) નો સમાવેશ થાય છે. કર્મટાંડ (2.4%) અને ગિરિડીહ (2.3%). સાયબર ક્રાઇમ થાય છે.
આ શહેરો કેમ બન્યા હોટસ્પોટ
ભરતપુર વિશે એવું કહેવાય છે કે તે દિલ્હીની નજીક હોવાથી અહીં સાયબર ક્રાઇમ વધ્યો છે. અહીં નોકરી કે અન્ય રોજગારીની વધુ તક નથી જેથી ખાસ કરીને યુવકો પૈસા કમાવા સાયબર ક્રાઇમ તરફ વળ્યા છે. જ્યારે મથુરા ધાર્મિક પર્યટન સ્થળ ઠે અને તેથી  મથુરામાં સાયબર અપરાધીઓ વધી રહ્યા છે. નાણાકીય વ્યવહારો પણ અહીં મોટી સંખ્યામાં થાય છે. વેપારીઓ અને લોકોમાં જાગૃતિનો અભાવ છે. બીજી તરફ  નૂહ પણ દિલ્હી એનસીઆરની નજીક છે, જેના કારણે અહીં સાયબર ગુનેગારો સક્રિય છે. એનસીઆરમાં ગુનેગારોને પણ સરળતાથી પીડિત મળી જાય છે. ઝારખંડનું  દેવઘર પછાત છે અને અહીં કાનૂની એજન્સીઓ અને સાયબર ક્રાઈમ યુનિટમાં નિષ્ણાતોની અછતને કારણે અહીં સાયબર ગુનેગારોની સંખ્યા વધી રહી છે. જ્યારે જામતારા તો છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન છેતરપિંડી અને ફિશીંગ જેવા સાયબર ગુનાઓ માટે કુખ્યાત છે. અહીં સાયબર ક્રાઈમ નેટવર્ક સંગઠિત રીતે કામ કરી રહ્યું છે.
પછાત અને સમૃદ્ધ શહેરો પણ આ યાદીમાં 
ગુરુગ્રામ પણ કોર્પોરેટ અને આઈટી હબ હોવાને કારણે અહીં સાયબર ગુનેગારો ખૂબ સક્રિય છે. ગુરુગ્રામ આર્થિક રીતે ખૂબ સમૃદ્ધ છે, પરંતુ અહીંના લોકોમાં ડિજિટલ સાક્ષરતા અને સાયબર સુરક્ષા વિશે જાગૃતિનો અભાવ છે. જ્યારે અલવર પણ  દિલ્હીની નજીક હોવાને કારણે તે સાયબર ક્રાઈમનું હબ બની રહ્યું છે અને  બોકારોમાં પણ  સાયબર ક્રાઈમ યુનિટ્સ અને કાનૂની એજન્સીઓમાં સંસાધનોની અછતને કારણે સાયબર ગુનેગારો વધી રહ્યા છે. કરમટાંડમાં આસપાસના જિલ્લાઓમાં સાયબર ક્રાઈમ પ્રવૃતિઓ થતી રહે છે. જેના કારણે કરમટાંડ પણ સાયબર ક્રાઈમનું હબ બની રહ્યું છે. ઝારખંડના અંતરીયાળ વિસ્તારમાં આવેલું ગિરિડીહ ગામ પણ  કાયદાકીય એજન્સીઓની પહોંચ ખૂબ મર્યાદિત છે. જેના કારણે સાયબર ગુનેગારો વધી રહ્યા છે.
સાયબર ક્રાઈમ વધવાના પાંચ કારણો
સાયબર ક્રાઈમમાં પ્રવેશવા માટે વધુ કૌશલ્યની જરૂર નથી. હેકિંગ ટૂલ્સ અને માલવેર આજકાલ સરળતાથી ઉપલબ્ધ છે અને તેના દ્વારા સાયબર ક્રાઇમ આચરાય છે. ઉપરાંત ઓનલાઈન પ્લેટફોર્મમાં KVIC અને વેરિફિકેશનની પ્રક્રિયા નબળી છે. સાયબર ગુનેગારો નકલી આઈડી બનાવે છે, જેના કારણે તેમને ટ્રેક કરવું મુશ્કેલ છે. બીજી તરફ  આજકાલ નકલી દસ્તાવેજોની ભરમાર છે. આનો ઉપયોગ કરીને ગુનેગારો નકલી સિમ કાર્ડ ખરીદે છે અને સ્કેમ આચરે છે. બીજુ સત્ય એ પણ છે કે ગુનેગારો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને સાયબર હુમલાઓ કરે છે. સૌથી મોટુ કારણ બેરોજગારી છે અને સાયબર અપરાધીઓ બેરોજગારોને તાલિમ આપી નેટવર્ક ઉભુ કરે છે.
Whatsapp share
facebook twitter