+

Bihar: 129 મતો સાથે નીતિશ કુમારે જીત્યો વિશ્વાસ મત, વિધાનસભામાંથી વિપક્ષે કર્યું વોકઆઉટ

Bihar: બિહારની રાજનીતિ માટે આજને દિવસ ખુબ જ ખાસ રહ્યો છે. નીતિષ કુમારની સરકારે વિધાનસભામાં વિશ્વાસ મત મેળવીને જીત પોતાના નામે કરી લીધી છે. એનડીએના પક્ષમાં કુલ 129 મત પડ્યા…

Bihar: બિહારની રાજનીતિ માટે આજને દિવસ ખુબ જ ખાસ રહ્યો છે. નીતિષ કુમારની સરકારે વિધાનસભામાં વિશ્વાસ મત મેળવીને જીત પોતાના નામે કરી લીધી છે. એનડીએના પક્ષમાં કુલ 129 મત પડ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન વિપક્ષના નેતાઓ વિધાનસભા છોડીને જતા રહ્યા હતા. બિહાર વિધાનસભામાં કુલ 243 બેઠકો છે. જ્યારે જીત મેળવવા માટે 122 બેઠકો જીતવી આવશ્યક હોય છે. ત્યારે બિહારમાં પોતાનો વિશ્વાસ મત જાળવી રાખવામાં નીતીશ કુમાર સફળ રહ્યા છે.

ટનામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પટનામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આરજેડી અને કોંગ્રેસ સહિત મહાગઠબંધનમાં સમાવિષ્ટ તમામ ધારાસભ્યોને પટનામાં તેજસ્વીના ઘરે રાખવામાં આવ્યા હતા, જ્યારે ભાજપ-જેડીયુના ધારાસભ્યોને ચાણક્ય હોટેલ અને પાટલીપુત્ર હોટલમાં રાખવામાં આવ્યા હતા. પરંત આ તમામ સમીકરણોને બાદ કરતા જોવા જઈએ તો નીતિશ કુમારે પોતાનો વિશ્વાસ મત જીતી લીધો છે, તેમના પક્ષમાં 129 મત પડ્યા હતા જોકે, વિરોધમાં એક પણ મત પડ્યો નહોતો.

બિહારમાં બહુમતી મેળવવા માટે 122 બેઠકો જીતવી પડે

બિહાર કુલ 243 વિધાનસભા બેઠકો છે. જેમાં બહુમતી મેળવવા માટે 122 બેઠકો જીતવી પડે છે, જ્યારે NDA પાસે 128 વિધાનસભા સભ્યો છે. જેમાં ભાજપ પાસે 78 સીટો છે, જેડીયુ પાસે 45 સીટો છે, હિન્દુસ્તાની આવામ મોરચા (એચએએમ) પાસે 4 સીટો છે અને એક અપક્ષ ધારાસભ્ય સુમિત સિંહ પણ છે. જ્યારે વિપક્ષ પાસે 114 ધારાસભ્યો છે. જેમાં આરજેડીના 79, કોંગ્રેસના 19, સીપીઆઈ (એમએલ)ના 12, સીપીઆઈ (એમ)ના 2, સીપીઆઈના 2 ધારાસભ્યો છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: Bihar માં RJD સાથે ‘હો ગયા ખેલા’, બે ધારાસભ્યો NDA કેમ્પમાં જોડાયા…!

Whatsapp share
facebook twitter