+

NEET UG 2024 : શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું મોટું નિવેદન, કહ્યું- દોષિતો સામે કડક કાર્યવાહી કરાશે…

NEET UG મોટા સમાચાર સામે આવ્યા છે. આજે એટલે કે 13 જૂન 2024 ના રોજ અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ગ્રેસ માર્કસ મેળવનારા 1563 વિદ્યાર્થીઓએ ફરી…

NEET UG મોટા સમાચાર સામે આવ્યા છે. આજે એટલે કે 13 જૂન 2024 ના રોજ અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ગ્રેસ માર્કસ મેળવનારા 1563 વિદ્યાર્થીઓએ ફરી પરીક્ષા આપવી પડશે. અને આ પરીક્ષાનું પરિણામ 30 જૂને જાહેર કરવામાં આવશે. ઉપરાંત, કાઉન્સેલિંગ પ્રક્રિયા પર કોઈપણ પ્રકારનો કોઈ પ્રતિબંધ રહેશે નહીં. આ દરમિયાન કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું નિવેદન પણ સામે આવ્યું છે.

ધર્મેન્દ્ર પ્રધાનનું નિવેદન…

ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, NEET કેસમાં કોઈ ભ્રષ્ટાચાર થયો નથી, જે મામલો સામે આવ્યો છે તેને ગંભીરતાથી લીધો છે. જે પણ દોષિત જણાશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, આ લગભગ 1600 વિદ્યાર્થીઓનો મામલો છે. સરકાર આ ઘટનાને ગંભીરતાથી લઇ રહી છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે કોઈ પેપર લીક થયું નથી. પ્રશ્નપત્રોનો બીજો સેટ +6 કેન્દ્રો પર ભૂલથી ખોલવામાં આવ્યો હતો.

પારદર્શી વ્યવસ્થા માટે પ્રતિબદ્ધ…

તમને જણાવી દઈએ કેમ વિદ્યાર્થી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્પષ્ટ કર્યું છે કે દોષિતોને બક્ષવામાં આવશે નહીં. જે વિદ્યાર્થીઓએ પ્રશ્નો ઉઠાવ્યા છે તેમને સરકાર ગંભીરતાથી લઇ રહી છે. ભારત સરકાર પારદર્શક વ્યવસ્થા માટે પ્રતિબદ્ધ છે.

ફરીથી પરીક્ષા આપવાનો વિકલ્પ…

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે 1563 વિદ્યાર્થીઓએ ફરીથી પરીક્ષા આપવી પડશે. તેનું સ્કોર કાર્ડ રદ કરવામાં આવ્યું છે. SC એ NEET કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે. પરીક્ષામાં ઉમેદવારોને અપાયેલા ગ્રેસ માર્ક્સ મુદ્દે ગુરુવારે કોર્ટમાં દલીલો રજૂ કરવામાં આવી હતી. જે ઉમેદવારોને ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા હતા તેઓને હવે માત્ર મૂળ માર્ક્સ આપવામાં આવશે. તેમની પાસે મૂળ માર્ક્સ રાખવા અથવા ફરીથી પરીક્ષા આપવાનો વિકલ્પ છે.

પરીક્ષા ક્યારે યોજાશે?

NEET UG ના વિદ્યાર્થીઓ પરીક્ષા ફરીથી ક્યારે લેવાશે તે જાણવા માટે સતત Google પર સર્ચ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી 1563 વિદ્યાર્થીઓ માટે 23 જૂને ફરીથી તેનું આયોજન કરશે. પરીક્ષાના સાત દિવસમાં પરિણામ જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો : Madhya Pradesh : આતંકી હુમલામાં જીવ ગુમાવનાર CRPF જવાનનો પાર્થિવ દેહ ઘરે પહોંચ્યો…

આ પણ વાંચો : Pema Khandu એ અરુણાચલ પ્રદેશના CM તરીકે શપથ લીધા, Chowna Mein નાયબ મુખ્યમંત્રી બન્યા

આ પણ વાંચો : મોટા સમાચાર! NEET કાઉન્સેલિંગ પર કોઈ પ્રતિબંધ નહીં, 1563 વિદ્યાર્થીઓ ફરી આપશે પરીક્ષા…

Whatsapp share
facebook twitter