+

લોકસભાની ચૂંટણીમાં ટિકિટ કપાતા સાંસદે ઝેર ગટગટાવ્યુ, ગુમાવ્યો જીવ

લોકસભાના ચૂંટણી પહેલા હવે આજે એવા સમાચાર સામે આવ્યા છે, જેને સાંભળીને તમને પણ ઘણું આશ્ચર્ય થશે. એક સાંસદને ટિકિટ ન મળતા તેના કારણે તેને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.…

લોકસભાના ચૂંટણી પહેલા હવે આજે એવા સમાચાર સામે આવ્યા છે, જેને સાંભળીને તમને પણ ઘણું આશ્ચર્ય થશે. એક સાંસદને ટિકિટ ન મળતા તેના કારણે તેને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. સમગ્ર બાબત એમ છે કે,  તમિલનાડુમાં MDMK (મારુમલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમ) સાંસદ ગણેશમૂર્તિનું  ( Ganeshmoorthy ) ગુરુવારે સવારે હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે. ગણેશમૂર્તિ (  Ganeshmoorthy ) ઈરોડ લોકસભાના સાંસદ હતા.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, તેઓ આગામી લોકસભા ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી નારાજ હતા. ટિકિટ ન મળતા તેમણે 24 માર્ચ રવિવારના રોજ ઝેર પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ઝેર ખાધા બાદ તેમની તબિયત બગડી હતી.

 Ganeshmoorthy

Ganeshmoorthy

સાંસદ ગણેશમૂર્તિને  ( Ganeshmoorthy ) સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સ્થિતિમાં કોઈ સુધારો થયો ન હતો અને તેમની તબિયત લથડી હતી, ત્યારબાદ તેમને કોઈમ્બતુરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.

ઉધયનિધિ સ્ટાલિનના નજીકના મિત્રને ટિકિટ મળતા કપાયું હતું પત્તુ

ગણેશમૂર્તિ 2019ની લોકસભા ચૂંટણીમાં આ બેઠક ઉપરથી વિજયી બન્યા હતા, તેમણે AIADMK ઉમેદવાર જી મણિમરણને 2,10,618 મતોથી હરાવ્યા હતા. આ વર્ષે પણ તેમણે ટિકિટ મળશે તેવું તેમનું અનુમાન હતું, પરંતુ એવું બન્યું ન હતું. આ ચૂંટણીમાં MDMK ના સ્થાપક વાઈકોએ તેમના પુત્ર દુરાઈ વાઈકોની ઉમેદવારીનો આગ્રહ રાખ્યો અને ખાતરી કરી કે MDMKને ઈરોડને બદલે તિરુચી બેઠક મળે.

MDMK એ ગણેશમૂર્તિની જગ્યાએ આ વર્ષે યુવા નેતા કે ઇ પ્રકાશને ઈરોડથી મેદાનમાં ઉતાર્યા છે. પ્રકાશને તમિલનાડુના રમતગમત અને યુવા બાબતોના મંત્રી અને મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિ સ્ટાલિનના નજીકના માનવામાં આવે છે. ગણેશમૂર્તિના નજીકના સંબંધીએ આઈએએનએસને જણાવ્યું હતું કે વાઈકોએ તેમને ટિકિટ ન આપવા સહિતના ફેરફારો વિશે તેમને જાણ કરી ન હતી.

MDMK સાંસદ પાર્ટીના સ્થાપક વાઈકોએ કહ્યું કે..

ગણેશમૂર્તિના નિધન પર ઈરોડના MDMK સાંસદ – પાર્ટીના સ્થાપક વાઈકોએ દુખ વ્યકત કર્યું હતું અને કહ્યું હતું કે, “તેઓ સીટના મુદ્દાથી ખુશ હતા. તેઓ મને બે વાર મળ્યા હતા. અમે ક્યારેય તેમની પાસેથી આવો નિર્ણય લેવાની અપેક્ષા નહોતી રાખી. તેઓ સારા મૂડમાં હતા. હું માની શકતો નથી કે તેણે આવું પગલું ભર્યું અને તેનું અવસાન થયું. અમે અમારી ઊંડી શ્રદ્ધાંજલિ આપીએ છીએ.”

આ પણ વાંચો : મનરેગાના કામદારોને સરકારની ભેટ, 3થી 10 ટકા સુધી વેતનમાં કર્યો વધારો

 

 

 

 

 

 

 

 

Whatsapp share
facebook twitter