+

રવિવારે સાંજે મોદીના શપથ ગ્રહણ, પછી શરૂ થશે પાકિસ્તાન સાથે મુકાબલો!

Oath Ceremony and India vs Pakistan Match : આવતીકાલે રવિવાર 9 જુન (Sunday June 9) ભારત અને પાકિસ્તાન (India and Pakistan) બંને દેશ માટે ખાસ બનવા જઇ રહી છે. જ્યા…

Oath Ceremony and India vs Pakistan Match : આવતીકાલે રવિવાર 9 જુન (Sunday June 9) ભારત અને પાકિસ્તાન (India and Pakistan) બંને દેશ માટે ખાસ બનવા જઇ રહી છે. જ્યા એક તરફ ભારતમાં નરેન્દ્ર મોદી (Narendra Modi) સતત ત્રીજી વખત વડાપ્રધાન પદની શપથ લેશે તો બીજી તરફ અમેરિકામાં T20 World Cup 2024 ની 19મી મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. ભારત અને પાકિસ્તાનની ટીમો જ્યારે પણ સામ સામે આવી છે ત્યારે ત્યારે રોમાંચ તેની ચરમસીમા સુધી પહોંચ્યો છે. આ બંને ભારત માટે ખૂબ જ ખાસ છે.

Oath Ceremony

Oath Ceremony

શું એક જ સમયે શરપથવિધિ અને મેચ?

આવતી કાલે રવિવારની સાંજ ભારતવાસીઓ માટે ઘણી ખાસ બનવા જઇ રહી છે. રવિવારની સંધ્યાએ બે મોટી ઈવેન્ટ યોજાવાની છે. એક તરફ નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન પદની શપથ લેવાના છે તો બીજી તરફ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ યોજાવાની છે. એક તરફ દેશને નરેન્દ્ર મોદી તેના નવા વડાપ્રધાન તરીકે મળવા જઈ રહ્યા છે, જ્યારે વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મુકાબલો થવા જઈ રહ્યો છે. આ બંને કાર્યક્રમો ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કે, બંનેની તારીખો એક જ છે અને હવે દર્શકો માટે સમસ્યા ઉભી થઈ છે કે તેઓ એક જ દિવસે એક જ સમયે બંને કાર્યક્રમો કેવી રીતે માણી શકશે? ઘણા લોકો એ જાણવા માટે ઉત્સુક છે કે, શું નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહનો સમય ભારત પાકિસ્તાન ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 ની મેચ સાથે ટકરાશે? તો અમારી પાસે તમારા આ સવાલનો જવાબ છે. શપથ ગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે, જ્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાંજે 7:15 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી પરિષદના સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે. દરમિયાન, ક્રિકેટ મેચ IST રાત્રે 8:00 વાગ્યે શરૂ થવાની છે.

India vs Pakistan

India vs Pakistan

ન્યૂયોર્કમાં ક્રિકેટના બે કટ્ટર હરીફ ટકરાશે

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રેહિત શર્મા અને પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ વચ્ચે સાંજે 7:30 વાગ્યે ટોસ થશે. જો હવામાન સારુ રહ્યું તો, સમયને જોતાં, ક્રિકેટ મેચ શરૂ થાય તે પહેલાં જ શપથ ગ્રહણ સમારોહ સમાપ્ત થવાની અપેક્ષા છે. તે સ્પષ્ટ છે કે પ્રેક્ષકોને કોઈપણ નોંધપાત્ર ઓવરલેપ વિના એક પછી એક બંને ઇવેન્ટ્સ જોવાની તક મળશે. રાજકીય અને રમતગમતની બંને ઘટનાઓ રાષ્ટ્રીય હિતની હોવાથી, 9 જૂનની સાંજ દેશ માટે યાદગાર સાંજ બનવાનું વચન આપે છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાના ન્યૂયોર્કમાં રવિવારે ક્રિકેટના બે કટ્ટર હરીફ ટકરાશે. રાત્રે 8 વાગ્યાથી ચોગ્ગા-છગ્ગાનો વરસાદ શરૂ થશે. નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ન્યૂયોર્કમાં T20 વર્લ્ડ કપ 2024ના સૌથી વધુ રાહ જોવાઈ રહેલા ફિક્સરમાંથી એકનું આયોજન કરવા માટે તૈયાર છે. T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન આઠમી વખત સામસામે ટકરાશે. ભારતે તેમની ટુર્નામેન્ટની શરૂઆતની મેચમાં આયર્લેન્ડ સામે પ્રભાવશાળી જીત નોંધાવી હતી, જ્યારે પાકિસ્તાનને યુએસ સામે સુપર ઓવરમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો – અમેરિકા સામે હાર બાદ Zomato અને Swiggy એ લીધી પાકિસ્તાની ટીમની મજા

આ પણ વાંચો – PAKvsUSA : ‘0’ પર આઉટ થયા બાદ ફેન્સ પર ગુસ્સે થયો પાક. ખેલાડી, Video થયો વાઇરલ

Whatsapp share
facebook twitter