+

MEA : રશિયન આર્મીમાં કામ કરતા ભારતીયોના મોત બાદ ભારતે લીધું કડક વલણ, ઉઠાવ્યું મોટું પગલું…

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન યુદ્ધમાં ભારતીય નાગરિકો માર્યા ગયા છે. યુદ્ધમાં ભારતીયોના મોત બાદ ભારતે કડક વલણ દાખવ્યું છે. ભારતે કહ્યું છે કે, તે રશિયન…

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન યુદ્ધમાં ભારતીય નાગરિકો માર્યા ગયા છે. યુદ્ધમાં ભારતીયોના મોત બાદ ભારતે કડક વલણ દાખવ્યું છે. ભારતે કહ્યું છે કે, તે રશિયન સેનામાં સેવા આપતા તેના નાગરિકોની સલામતી અને સ્વદેશ પરત લાવવા માટે રશિયા પર દબાણ લાવી રહ્યું છે. વિદેશ સચિવ (MEA) વિનય ક્વાત્રાની આ ટિપ્પણી વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, રશિયા-યુક્રેન યુદ્ધમાં રશિયન સેનામાં સેવા આપતા વધુ બે ભારતીયોના મોત થયાના એક દિવસ બાદ આવી છે. બે ભારતીયોના મૃત્યુ બાદ મોતની સંખ્યા ચાર થઇ ગઈ છે.

‘ભારતીયોને સુરક્ષિત રાખવાનો ઉદેશ્ય’

વિદેશ સચિવ (MEA) વિનય ક્વાત્રાએ કહ્યું, “પહેલા દિવસથી અમે રશિયન અધિકારીઓ અને નેતૃત્વ સાથે આ મુદ્દે સતત ચર્ચા કરી રહ્યા છીએ.” આ મુદ્દે એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, અમારા તમામ પ્રયાસો ભારતીયોને સુરક્ષિત રાખવાનો છે. તેમણે કહ્યું, “અમે રશિયન સત્તાવાળાઓને સ્પષ્ટપણે કહ્યું છે કે યુદ્ધ ક્ષેત્રમાં રહેલા તમામ ભારતીયો, તેઓ ત્યાં કેવી રીતે પહોંચ્યા તે ધ્યાનમાં લીધા વિના, તેઓ (ભારત) પરત ફરવા જોઈએ.

આ મામલો ગંભીરતાથી લેવો જોઈએ…

બે ભારતીયોના મૃત્યુની પુષ્ટિ કરતા, વિદેશ મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે ભારતે રશિયા સાથે આ મામલો મજબૂતીથી ઉઠાવ્યો છે અને રશિયન સૈન્યમાં સેવા આપતા તમામ ભારતીય નાગરિકોને વહેલી તકે પરત કરવાની માંગ કરી છે. વિદેશ સચિવે (MEA) કહ્યું કે, ભારતે આ મુદ્દાને ખૂબ જ ગંભીરતાથી લેવાની જરૂર છે. “અમે તેમના પરિવારોનો સંપર્ક કર્યો છે, વ્યક્તિ કેવી રીતે રશિયા પહોંચ્યો તેની તપાસ કરી છે અને રશિયન અધિકારીઓને જવાબ આપવા કહ્યું છે.”

મહત્વપૂર્ણ બાબતો જાણો…

તમને જણાવી દઈએ કે, માર્ચમાં હૈદરાબાદના રહેવાસી 30 વર્ષીય મોહમ્મદ અસફાનનું યુક્રેનની સરહદ પર રશિયન સૈનિકો માટે કામ કરતી વખતે થયેલી ઈજાને કારણે મૃત્યુ થયું હતું. ફેબ્રુઆરીમાં, ગુજરાતના સુરતના 23 વર્ષીય હેમલ અશ્વિનભાઈ મંગુઆ, ડોનેટ્સક પ્રદેશમાં “સુરક્ષા સહાયક” તરીકે કામ કરતી વખતે યુક્રેનિયન એરસ્ટ્રાઈકમાં માર્યા ગયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રશિયન સેનામાં સહાયક તરીકે કામ કરતા કુલ 10 ભારતીયોને મુક્ત કરીને ભારત પરત મોકલવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, લગભગ 200 ભારતીય નાગરિકોની રશિયન આર્મીમાં સુરક્ષા સહાયક તરીકે ભરતી કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Kuwait Fire: બિલ્ડીંગ ખચાખચ ભરેલું હતું અને કોઇને બચવાની પણ…

આ પણ વાંચો : Imran Riaz Khan Arrested: Pakistan સરકારની ટીકા કરનાર પત્રકારની પાક. ની ગુપ્તચર એજન્સીઓએ કરી ધરપકડ

આ પણ વાંચો : કુવૈતમાં આગથી 40 થી વધુ ભારતીયોના મોત, ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

Whatsapp share
facebook twitter