+

દિલથી પણ અમીર અંબાણી! 50 યુગલો માટે શાહી સમૂહ લગ્નોત્સવ યોજી આપી મોંઘીદાટ ગિફ્ટ્સ

MAHARASHTRA : મુકેશ અંબાણીનો સમાવેશ એશિયાના સૌથી ધનવાન વ્યક્તિઓમાં થાય છે. મુકેશ અંબાણી તેમની ધન સંપત્તિ અને સરળ સ્વભાવની સાથે સાથે તેમના સામાજિક કર્યો માટે પણ જાણીતા છે. મુકેશ અને…

MAHARASHTRA : મુકેશ અંબાણીનો સમાવેશ એશિયાના સૌથી ધનવાન વ્યક્તિઓમાં થાય છે. મુકેશ અંબાણી તેમની ધન સંપત્તિ અને સરળ સ્વભાવની સાથે સાથે તેમના સામાજિક કર્યો માટે પણ જાણીતા છે. મુકેશ અને નીતા અંબાણી બંને સક્રિય રીતે સામાજિક કર્યો કરતાં હોય છે. તેમના પુત્ર અનંત અંબાણીના લગ્નને હવે થોડોક સમય બાકી રહ્યો છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન આજથી દસ દિવસ બાદ જ થવાના છે. તેના પહેલા મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ MAHARASHTRA ના પાલઘરમાં નિમ્ન અને ગરીબ વર્ગના લોકો માટે સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. 50 યુગલોના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યા હતા અને આ સમૂહ લગ્નમાં અંબાણી પરિવાર દ્વારા જ કપડાંથી લઈને ઘરેણાં સુધીની વ્યવસ્થા કરવામાં આવી હતી.

પાલઘરમાં યોજાયો આ ભવ્ય સમૂહ લગ્નોત્સવ

 

 

અંબાણી પરિવાર દ્વારા આયોજિત મહારાષ્ટ્રના પાલઘરના આ સમૂહ લગ્નોત્સવમાં 50 યુગલોએ પ્રભુતામાં પોતાના પગલા માંડ્યા હતા. આ લગ્નોત્સવની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ઘણી જ વાયરલ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં સામેલ થવા માટે મુકેશ અંબાણી તેમની પત્ની નીતા અંબાણી સાથે પહોંચ્યા હતા. આ લગ્ન ખૂબ જ શાહી રીતે યોજવામાં આવ્યા હતા. દરેક યુગલને આ કાર્યક્રમમાં મોંઘી ભેટ આપવામાં આવી હતી.

યુગલોને અપાઈ આ મોંઘીદાટ ગિફ્ટ્સ

આ ગિફ્ટમાં અબાની પરિવારે કપલ્સને મંગળસૂત્ર, લગ્નની વીંટી અને નાક લવિંગ સહિત સોના અને ચાંદીના ઘણા ઘરેણાં ગિફ્ટ કર્યા છે. આ ઉપરાંત દરેક દંપતીને એક વર્ષ માટે પૂરતી કરિયાણા અને ઘરવપરાશની ચીજવસ્તુઓ પણ ભેટમાં આપવામાં આવી છે, જેમાં 36 પ્રકારની આવશ્યક વસ્તુઓ જેવી કે વાસણો, ગેસ સ્ટવ, મિક્સર, ગાદલા, ગાદલા વગેરેનો સમાવેશ થાય છે. અંબાણી પરિવાર દ્વારા કરવામાં આવેલા આ ઉમદા કાર્યની દરેક વ્યક્તિ પ્રશંસા કરી રહ્યા છે.

ઈશા અંબાણીએ જાતે કર્યું ગિફ્ટ્સનું વિતરણ

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી આ તસ્વીરોમાં જોઈ શકાય છે કે, આ કાર્યક્રમમાં નીતા અંબાણી, મુકેશ અંબાણીની સાથે તેમના પુત્રી ઈશા અંબાણી અને જમાઈ આનંદ પિરામલ પણ જોવા મળ્યા હતા. વધુમાં અંબાણી પરિવારની વહુ શ્લોકા અંબાણી પણ આ સમૂહ લગ્નોત્સવમાં હજાર રહી હતી. લગ્નોત્સવમાં ઈશા અંબાણીએ જાતે જ યુગલોને ગિફ્ટ્સ આપી હતી. આ દરમિયાન નીતા અંબાણી લાલ સાડી પહેરીને પહોંચી હતી, જેમાં તે હંમેશાની જેમ જ સુંદર લાગી રહી હતી. જ્યારે મુકેશ અંબાણી કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યા હતા. અહી નોંધનીય છે કે, આ લગ્ન સમારોહ રિલાયન્સ કોર્પોરેટ પાર્કમાં થયો હતો જેમાં લગભગ 800 લોકોએ ભાગ લીધો હતો.

આ પણ વાંચો : Hathras Stampede : કોણ છે ભોલે બાબા જેમના સત્સંગમાં 100થી વધુ લોકોના મોતની આશંકા?

Whatsapp share
facebook twitter