+

Loksabha Election Result 2024: નીતિશ અને નાયડૂ નહીં પરંતુ આ 17 સાંસદો સરકારનું ભવિષ્ય નક્કી કરી શકે!

Loksabha Election Result 2024: લોકસભા ચૂંટણીનું કાલે પરિણામ જાહેર થઈ ગયું તેમાં એક પણ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી નથી. ભારતીય જનતા પાર્ટીની વાત કરવામાં આવે તો તેને 240 બેઠકો મળી…

Loksabha Election Result 2024: લોકસભા ચૂંટણીનું કાલે પરિણામ જાહેર થઈ ગયું તેમાં એક પણ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી નથી. ભારતીય જનતા પાર્ટીની વાત કરવામાં આવે તો તેને 240 બેઠકો મળી છે, જ્યારે કોંગ્રેસને 99 બેઠકો પર જીત મળી છે. નોંધનીય છે કે, અત્યારે દેશમાં સરકાર બનાવવા માટે પાર્ટીઓએ ગઠબંધન કરવું પડશે.તેના સિવાય સરકાર બની શકે તેમ નથી.

ચૂંટણીના પરિણામમાં કોઈ પણ પાર્ટીને સ્પસ્ટ બહુમત નથી

જે પરિમામ જાહેર થયું તેમાં કોઈ પણ પાર્ટીને સ્પસ્ટ બહુમતી નથી. વિગતે વાત કરવામાં આવે તો એનડીએ ગઠબંધનને 292 બેઠકો મળી છે. તો સામે પક્ષે ઇન્ડિયા ગઠબંધનને 235 બેઠકો મળી છે. આવી સ્થિતિમાં અત્યારે દરેકની નજર બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર અને ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડૂ પર ટકેલી છે. કારણ કે, તેઓ સ્વતંત્ર રીતે ચૂંટણી લડ્યા છે અને સારી એવી બેઠકો પર જીત મેળવી છે. જેડીયુને 12 અને ટીડીપીને 16 બેઠકો મળી છે. મળીને કુલ 28 બેઠકો છે, જે વર્તમાન પરિસ્થિતિમાં ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે.

સાંસદ પાર્ટી
પપ્પુ યાદવ અપક્ષ
ઓવૈસી AIMIM
ચંદ્રશેખર આઝાદ
આઝાદ સમાજ પાર્ટી (કાંશી રામ)
સબરજીત સિંહ ખાલસા સ્વતંત્ર
અમૃતપાલ સિંહ અપક્ષ
વિશાલ પાટીલ અપક્ષ
ઈજનેર રાશિદ સ્વતંત્ર
પટેલ ઉમેશભાઈ અપક્ષ
મોહમ્મદ હનીફા સ્વતંત્ર
રિકી એન્ડ્રુ પીપલ્સ પાર્ટી
રિચાર્ડ વાનલાલહમંગિહા
જોરમ પીપલ્સ મૂવમેન્ટ
હરસિમરત કૌર બાદલ
શિરોમણી અકાલી દળ
પેડિરેડ્ડી વેંકટ મિધુન રેડ્ડી
YSRCP
અવિનાશ રેડ્ડી YSRCP
તનુજ રાણી YSRCP
ગુરુમૂર્તિ મદિલા YSRCP
જયંતા બસુમતરી UPPL

આ સાંસદો પણ સરકારનું ભવિષ્ય પણ નક્કી કરી શકે!

તમને જણાવી દઇએ કે, એવું નથી કે આ પાર્ટી એ પર જ બધાની નજર છે. કારણે કે, કેટલાક અપક્ષ સાંસદો અને પાર્ટીઓ છે જે ના તો એનડીએમાં સામેલ છે કે ના તો ઇન્ડિયા ગઠબંધનમાં જોડાયેલી છે. તો સ્વાભાવિક છે કે, સરકાર બનાવામાં માટે તેમના પર નજર મંડાયેલી છે. આવા સાંસદોની સંખ્યા 17 છે. આ સાંસદો સરકારનું ભવિષ્ય પણ નક્કી કરી શકે છે.

ઇન્ડિયા ગઠબંધનને 234 બેઠકો પર નોંધણી કરાવી હતી

જો સમીકરણોની વાત કરવામાં આવે તો એનડીએને ભારતના ગઠબંધન તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડ્યો છે. ઇન્ડિયા ગઠબંધનને 234 બેઠકો પર નોંધણી કરાવી છે. અન્યોએ 17 બેઠકો જીતી છે. જ્યારે કોઈપણ પક્ષને બહુમતી નહીં મળે તો આવી સ્થિતિમાં આ 17 સાંસદોની ભૂમિકા મહત્વની હોઈ શકે છે. આ સાંસદો સરકારનું ભવિષ્ય પણ નક્કી કરી શકે છે.

આ પણ વાંચો:  Lok Sabha elections: ‘મોદીની જીત તો થઈ પરંતુ…’ લોકસભા ચૂંટણીને લઈને વિદેશી મીડિયાનો મિઝાઝ

આ પણ વાંચો: Lok Sabha Election : નીતિશની બાજુમાં બેઠા તેજસ્વી યાદવ, પટનાથી દિલ્હી સુધી હલચલ…

આ પણ વાંચો: Lok sabha Election : મોદી ત્રીજી વખત દેશના PM બનશે, 8 જૂને લેશે શપથ

Whatsapp share
facebook twitter