+

Lok Sabha Election 2024: કોંગ્રેસમાં ભંગાણ યથાવત, વધુ એક નેતાએ ધારણ કર્યો કેસરિયો

Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીને લઈને અત્યારે જોરદાર તૈયારીઓ ચાલી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં રાજકીય પાર્ટીઓ પોતાનો પ્રચાર પણ કરી રહીં છે. પરંતુ કોંગ્રેસમાં અત્યારે ભંગાણ સર્જાયેલું…

Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીને લઈને અત્યારે જોરદાર તૈયારીઓ ચાલી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં રાજકીય પાર્ટીઓ પોતાનો પ્રચાર પણ કરી રહીં છે. પરંતુ કોંગ્રેસમાં અત્યારે ભંગાણ સર્જાયેલું યથાવત જોવા મળી રહ્યું છે, એક પછી એક ઘણા નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યાં છે. લોકસભા ચૂંટણી વચ્ચે મહારાષ્ટ્રમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી શિવરાજ પાટીલની પુત્રવધૂ અર્ચના પાટીલ ભાજપમાં જોડયા છે. મળતી વિગતો પ્રમાણે શિવરાજ પાટિલની વહુ અર્ચના પાટીલ ચાકુરકર મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં ભાજપમાં જોડાઈ ગઈ છે.

આ નેતાઓએ કોંગ્રેસને કર્યું બાય-બાય

નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં ઘણા નેતાઓ કોંગ્રેસને છોડી ભાજપમાં જોડાઈ ગયા છે. આ યાદીમાં હવે પૂર્વ કેન્દ્રીય મંત્રી શિવરાજ પાટીલની પુત્રવધૂ અર્ચના પાટીલનું નામ પણ સામેલ થઈ રહ્યું છે. કોંગ્રેસને છોડી ગયેલા વધુ નેતાઓની વાત કરવામાં આવે તો, અશોક ચવ્હાણ, મિલિંદ દેવરા અને બાબા સિદ્દીકીનો સમાવેશ થાય છે. અશોક ચવ્હાણ ભાજપમાં જોડાયા છે, જ્યારે મિલિંદ દેવરા એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનામાં જોડાયા છે અને બાબા સિદ્દીકી અજિત જૂથની આગેવાનીવાળી NCPમાં જોડાયા છે.

મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણી પાંચ ચરણમાં યોજાશે

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. તેમાં મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો, અહીં લોકસભાની ચૂંટણી પાંચ ચરણોમાં યોજાશે. પ્રથમ તબક્કો 19મી એપ્રિલે, બીજો તબક્કો 26મી એપ્રિલે અને ત્રીજો તબક્કો 7મીએ યોજાશે. જ્યારે ચોથા તબક્કા માટે 13 મેના રોજ અને પાંચમા તબક્કા માટે 20 મેના રોજ મતદાન થશે. લોકસભા ચૂંટણીની મતગણતરી 4 જૂને થશે.

આ પણ વાંચો: Election King Padmarajan: ‘ઇલેકશન કિંગ’ નામે ઓળખાય છે પદ્મરાજન, 238 વખત ચૂંટણી લડ્યા અને દરેક વખતે હાર્યા

આ પણ વાંચો: Yusuf Pathan: યુસુફ પઠાણના પ્રચારમાં સચિનની તસવીર! ચૂંટણી પંચે માંગ્યો જવાબ

આ પણ વાંચો: Gondal Sabha : ગોંડલમાં ક્ષત્રિય સમાજે પરશોત્તમ રુપાલાને આપી માફી

Whatsapp share
facebook twitter