+

જાણો કોણ છે આ Satendra Siwal? જે ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાન આપતો હતો

Satendra Siwal: ઉત્તર પ્રદેશ એટીએસે રશિયાના મોસ્કોમાં સ્થિત દૂતાવાસમાં તૈનાત એક ભારતીય વ્યક્તિની ધરપકડ કરી છે, ભારતીય નાગરિક સતેન્દ્ર સિવાલને પાકિસ્તાની એજન્સી ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ (ISI) માહિતી પહોંચાડવા માટે થઈને…

Satendra Siwal: ઉત્તર પ્રદેશ એટીએસે રશિયાના મોસ્કોમાં સ્થિત દૂતાવાસમાં તૈનાત એક ભારતીય વ્યક્તિની ધરપકડ કરી છે, ભારતીય નાગરિક સતેન્દ્ર સિવાલને પાકિસ્તાની એજન્સી ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ (ISI) માહિતી પહોંચાડવા માટે થઈને ધરપકડ મેરઠથી કરવામાં આવી છે. અત્યારે યુપી એટીએસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

યુપી એટીએસે સિવાલની લખનઉથી ધરપકડ કરી છે. એટીએસે વિગતો આપતા કહ્યું કે, સતેન્દ્ર સિવાલે આઈએસઆઈને ભારતીય સૈન્યની ગુપ્ત માહિતી આપી હતી. તેની ધરપકડ કરી હોવાની વિદેશ મંત્રાલયને પણ જાણકારી આપી દેવામાં આવી છે. ATSએ જણાવ્યું હતું કે, તેમને માહિતી મળી હતી કે ISI ઓપરેટિવ વ્યૂહાત્મક માહિતી મેળવવા માટે વિદેશ મંત્રાલયના કેટલાક કર્મચારીઓને પૈસાની લાલચ આપી રહ્યા છે.

કોણ છે આ સતેન્દ્ર સિવાલ?

સતેન્દ્ર સિવાલ ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લાના શાહમહિઉદ્દીનપુર ગામનો રહેવાશી છે. તેના પિતાનું નામ જયવીર સિંહ છે. ઉલ્લેખનીય છે કે, સિવાલ 2021માં મોસ્કો સ્થિત ભારતીય દુતાવાસમાં ભારતીય બેસ્ડ સિક્ટોરિટી આસિસ્ટન્ટ તરીકે કામ કરતો હતો.

ભારત વિરોધી ગતિવિધિયોમાં સામેલ છે સિવાલ

ATSએ તેની તપાસ દરમિયાન ઈલેક્ટ્રોનિક અને સર્વેલન્સની મદદ લીધી અને જાણવા મળ્યું કે સિવાલ પાકિસ્તાનના ISI હેન્ડલર્સ સાથે ભારત વિરોધી ગતિવિધિઓમાં સામેલ છે. ATSએ દાવો કર્યો હતો કે તેણે પૈસા માટે સંરક્ષણ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને ભારતીય સૈન્ય સંસ્થાઓની વ્યૂહાત્મક પ્રવૃત્તિઓ વિશેની સંવેદનશીલ માહિતી લીક કરી હતી.

એટીએસની તપાસ દરમિયાન અપરાધની કબૂલાત કરી

મળતી વિગતો પ્રમાણે તપાસ બાદ સિવાલને પૂછપરછ માટે મેરઠમાં ATS ફિલ્ડ યુનિટમાં બોલાવવામાં આવ્યો હતો. અહીં સંતોષકારક જવાબ ના આપી શક્યો અને તેણો પોતાના અપરાધની કબૂલાત કરી લીધી હતી. સિવાલ સામે અત્યારે એટીએસ પોલીસ સ્ટેશન, લખનઉમાં આઈપીસીની ધારા 121એ અને ઓફિશિયલ સિક્રેટ એક્ટ, 1923 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: UP ATSએ કરી ISI એજન્ટની ધરપકડ, પાકિસ્તાન મોકલાવતો હતો ગુપ્ત માહિતી

Tags : ,Satendra Siwal,India,Pakistan,Uttar,Pradesh,ATS,Moscow, Russia,Pakistani Agency for Inter-Service Intelligence,ISI,Satendra Sewal
Whatsapp share
facebook twitter