+

Smart Meters : વિરોધ બાદ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય..!

Smart Meters : રાજ્યમાં પ્રી પેઇડ સ્માર્ટ મીટર (Smart Meters ) લગાડવાના મુદ્દે ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. ખાસ કરીને વડોદરા અને રાજકોટમાં સ્માર્ટ મીટરનો વિરોધ થઇ રહ્યો છે. હવે…

Smart Meters : રાજ્યમાં પ્રી પેઇડ સ્માર્ટ મીટર (Smart Meters ) લગાડવાના મુદ્દે ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. ખાસ કરીને વડોદરા અને રાજકોટમાં સ્માર્ટ મીટરનો વિરોધ થઇ રહ્યો છે. હવે આ મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે. બીજી તરફ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવાશે. સ્માર્ટ મીટરની માગ કરનાર ગ્રાહકને વધુ એક મીટર લગાડાશે.

સ્માર્ટ મીટરની સાથે હવે જૂના મીટર લગાવાશે

રાજ્યમાં સ્માર્ટ મીટરની સામે વધતાં વિરોધ બાદ રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે સ્માર્ટ મીટરની સાથે હવે જૂના મીટર લગાવાશે. વીજ ગ્રાહકોમાં થઇ રહેલી ગેરસમજને દુર કરવા માટે હવે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવાશે. સ્માર્ટ મીટરની માગ કરનાર વીજ ગ્રાહકને વધુ એક મીટર લગાવાનો નિર્ણય કરાવાશે

વડોદરાના બાજવાના નાગરીકે હાઇકોર્ટમાં આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી

ઉલ્લેખનિય છે કે વડોદરાના બાજવાના નાગરીકે હાઇકોર્ટમાં આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. અરજીકર્તાએ રુલ્સમાં ક્યાંય પણ સ્માર્ટ મીટર ફરજિયાતપણે ઇન્સ્ટોલ કરવાનું દર્શાવાયું નથી. આ યોજનાના અમલ સામે વડોદરાના બાજવાના વાસુદેવ ઠક્કરે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે કે તેમને એક ઇમેઇલ મળ્યો હતો જેમાં જણાવાયું હતું કે હયાત વીજ મીટરો દુર કરીને તેની જગ્યાએ પ્રી પેઇડ મીટરો ઇન્સ્ટોલ કરવામાં આવશે. તેમણે સેન્ટ્રલ ઇલેકટ્રીસીટી ઓથોરિટીના ઇન્સ્ટોલેશન એન્ડ ઓપરેશન ઓફ મીટર રેગ્યુલેશનના એમેન્ડમેન્ટના જાહેરનામાનો સંદર્ભ લીધો હતો. દેશની સંસદમાં પસાર કરાયેલા 240 બિલ તથા સુધારા બિલ પૈકીના એક પણ બિલ કે સુધારામાં સેન્ટ્રલ ઇલેકટ્રીસીટી ઓથોરિટીના ઇન્સ્ટોલેશન એન્ડ ઓપરેશન ઓફ મીટર રેગ્યુલેશનના એમેન્ડમેન્ટને પાર્લામેન્ટની મંજૂરી મળી હોવાનું જણાઇ આવતું નથી. 31મી ડિસેમ્બર 2020ના રોજ અમલમાં આવેલા રુલ્સમાં પણ પ્રિ પેઇડ સ્માર્ટ મીટર ફજિયાતપણે ઇન્સ્ટોલ કરવાનું દર્શાવ્યું નથી.

આ પણ વાંચો— VADODARA : સ્માર્ટ મીટર હટાવવાની માંગ સાથે મોરચો વિદ્યુત ભવન પહોંચ્યો

આ પણ વાંચો—- Weather : સાવધાન,આજથી આકાશમાંથી અગનગોળા વરસશે

Whatsapp share
facebook twitter