+

Hathras Stampede : સત્સંગમાં થયેલી જાનહાનિ માટે કોણ જવાબદાર?

Hathras Stampede : ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગ દરમિયાન થયેલી નાસભાગમાં મૃત્યુઆંક 125ને વટાવી ગયો છે.  મૃતકોની સંખ્યા હજુ સુધી સંપૂર્ણ રીતે સ્પષ્ટ નથી. 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત (Injured) હોવાનું પણ સામે…

Hathras Stampede : ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગ દરમિયાન થયેલી નાસભાગમાં મૃત્યુઆંક 125ને વટાવી ગયો છે.  મૃતકોની સંખ્યા હજુ સુધી સંપૂર્ણ રીતે સ્પષ્ટ નથી. 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત (Injured) હોવાનું પણ સામે આવી રહ્યું છે. અકસ્માત બાદ જે વીડિયો સામે આવી રહ્યો છે તે ખૂબ જ દર્દનાક છે. જિલ્લા પ્રશાસન અને પોલીસ (Police) ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે સત્સંગમાં 5 હજારથી વધુ લોકોની ભીડ આવી હતી. જોકે, હવે કાર્યક્રમને લઈને ઘણા સવાલો પણ ઉઠી રહ્યા છે.

કાર્યક્રમ પર ઉઠ્યા સવાલો

હાથરસમાં આજે સત્સંગમાં આવેલા લોકોએ સપને પણ વિચાર્યું નહીં હોય કે ભક્તિભાવથી તેઓ જ્યા જઇ રહ્યા છે ત્યા આટલું ખતરનાક દ્રશ્ય જોવા મળશે. તાજા માહિતી અનુસાર, ઘટનામાં 125થી વધુ લોકોના મોત થયા છે. સવાલ એ ઉભો થાય છે કે, આટલી ભીડ કેવી રીતે એકઠી થઈ? કાર્યક્રમ માટે પરવાનગી લેવામાં આવી હતી? જ્યારે આટલી બધી ભીડ એકઠી થઈ ત્યારે ડીએમ-એસપીએ આયોજક સમિતિ સાથે મળીને શું સુરક્ષા વ્યવસ્થા કરી? શું કોઈ અધિકારીને કાર્યક્રમની જાણ હતી? આ તમામ સવાલો અકસ્માત બાદ ઉઠી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાથરસ દુર્ઘટનાની સ્થિતિ પર સીધી નજર રાખી રહ્યા છે. તપાસના આદેશ આપવાની સાથે મુખ્યમંત્રીએ આગામી 24 કલાકમાં રિપોર્ટ માંગ્યો છે.

આયોજકે તેને પ્રશાસનની બેદરકારી ગણાવી

આ અકસ્માત બાદ ઘટનાસ્થળે પહોંચેલા ડીએમ અને એસપી પત્રકારોના પ્રશ્નોને ટાળતા જોવા મળ્યા હતા. પત્રકારોએ સત્સંગની પરવાનગી, રાહત કાર્યમાં બેદરકારી અને સંસાધનોની અછત અંગે પ્રશ્નો ઉઠાવ્યા ત્યારે તેમણે એટલું જ કહ્યું કે તપાસ ચાલી રહી છે… તપાસ થશે… તપાસ થશે… આ તપાસનો વિષય છે. આ પછી બંને અધિકારીઓ ત્યાંથી ચાલ્યા ગયા. દરમિયાન સત્સંગના આયોજકનું નિવેદન પણ સામે આવ્યું છે. આયોજકે તેને પ્રશાસનની બેદરકારી ગણાવી છે. અલીગઢના IG શલભ માથુરે કહ્યું કે, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે વિવિધ સ્થળોએ મોકલવામાં આવ્યા છે. અમે ઘાયલોને શક્ય તેટલી શ્રેષ્ઠ સારવાર આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. FIR પણ નોંધવામાં આવી રહી છે. આયોજકોને FIRમાં સામેલ કરવામાં આવશે કારણ કે આ કાર્યક્રમમાં મંજૂરી કરતાં વધુ લોકોએ હાજરી આપી હતી. આ તપાસનો વિષય છે, તેથી ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.”

કાર્યક્રમ માટે પરવાનગી લેવામાં આવી હતી?

સત્સંગની આયોજક સમિતિ સાથે સંકળાયેલા મહેશ ચંદ્રાએ કહ્યું કે અમે જિલ્લા વહીવટીતંત્રની પરવાનગી લીધા બાદ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં 1 લાખથી વધુ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું કે, જ્યારે કાર્યક્રમ પૂરો થયો ત્યારે નાસભાગ મચી ગઈ હતી. વહીવટીતંત્રની નબળાઈના કારણે આ અકસ્માત થયો છે.

CM યોગી આદિત્યનાથે શું કહ્યું?

દુર્ઘટના બાદ UP CM યોગી આદિત્યનાથે કહ્યું કે, હાથરસ જિલ્લામાં દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં જાનહાનિ અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક છે. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવાર સાથે છે. યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા અને ઘાયલોની યોગ્ય સારવાર કરવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી લક્ષ્મી નારાયણ ચૌધરી અને સંદીપ સિંહ ઘટના સ્થળે રવાના થઈ ગયા છે. આ સિવાય રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકને ઘટનાસ્થળે પહોંચવા માટે કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભોલે બાબાનું સાચું નામ નારાયણ સાકર હરિ હોવાનું કહેવાય છે. આ બાબા સત્સંગમાં કહે છે કે પહેલા હું IBમાં નોકરી કરતો હતો. હાથરસના સત્સંગમાં હજારો મહિલાઓ અને બાળકો પણ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો – Hathras Stampede : કોણ છે ભોલે બાબા જેમના સત્સંગમાં 100થી વધુ લોકોના મોતની આશંકા?

આ પણ વાંચો – હાથરસમાં 100થી વધુ લોકોના મોતથી દેશ શોકમગ્ન, રાષ્ટ્રપતિ મુર્મૂથી લઈને રાજનાથ સિંહે દુઃખ વ્યક્ત કર્યું, જાણો કોણે શું કહ્યું

Whatsapp share
facebook twitter