+

Hathras Stampede : મોતનો સત્સંગ કરનારા બાબાને… થઇ ચુકી છે દુષ્કર્મના કેસમાં જેલની સજા

Hathras Stampede : હાથરસમાં બનેલી ઘટનાથી આજે દેશ શોકમગ્ન બન્યો છે. સત્સંગમાં આવેલા હજારો લોકોમાં 120થી વધુ લોકોના મોત (120 deaths) ના અહેવાલ સામે આવી રહ્યા છે. આ ઘટના બાદ…

Hathras Stampede : હાથરસમાં બનેલી ઘટનાથી આજે દેશ શોકમગ્ન બન્યો છે. સત્સંગમાં આવેલા હજારો લોકોમાં 120થી વધુ લોકોના મોત (120 deaths) ના અહેવાલ સામે આવી રહ્યા છે. આ ઘટના બાદ તંત્ર પર તો સવાલો ઉભા થઇ જ રહ્યા છે પણ જે બાબાના સત્સંગ (Baba’s Satsang) માં લોકો આવ્યા હતા તે કોણ છે અને ભૂતકાળમાં તેમના કેવા કાંડ થયેલા છે તે વિશે ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.

બાબા વિરુદ્ધ અલગ-અલગ શહેરોમાં 6 કેસ

હાથરસ (Hathras) માં સત્સંગ દરમિયાન થયેલી નાસભાગમાં 120થી વધુ લોકોના મોત બાદ ચર્ચામાં આવેલા નારાયણ હરિ બાબા (Narayan Hari Baba) ઉર્ફે ભોલે બાબા (Bhole Baba) ના ઘેરા રહસ્યો એક પછી એક ખુલી રહ્યા છે. નારાયણ હરિ બાબા (Narayan Hari Baba) નું સાચું નામ સૂરજ પાલ સિંહ (Surajpal Sinh) છે. રાજ્યમાં મહેસૂલ વિભાગ (Revenue Department) ની ટીમે તેના તમામ આશ્રમો અને જમીનોની તપાસ શરૂ કરી દીધી છે. રેવન્યુ ટીમે મૈનપુરી સહિત વિવિધ જિલ્લાઓમાં દસ્તાવેજોની તપાસ કર્યા બાદ બાબાની વાસ્તવિકતા સામે આવી રહી છે. ભોલે બાબા પર જમીન હડપ કરવાના અનેક આરોપો છે. ઉપરાંત પોતાને ભોલે બાબા કહેનાર આ વ્યક્તિ પર પણ દુષ્કર્મનો આરોપ પણ છે. બાબા દુષ્કર્મના કારણે જેલની સજા પણ ભોગવી ચૂક્યા છે. તમે ઘણી તસવીરોમાં બાબાની બાજુમાં એક મહિલા જોઇ હશે જેને તે પોતાની તથાકથિત પત્ની કહે છે. જો કે મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો મહિલા બાબાની સગા છે. બાબા વિરુદ્ધ અલગ-અલગ શહેરોમાં 6 કેસ નોંધાયેલા છે, જેમાંથી 5 કેસ યૌન ઉત્પીડનના છે. રિપોર્ટ્સ અનુસાર બાબા વિરુદ્ધ ઈટાવા, કાસગંજ, ફર્રુખાબાદ, દૌસા અને આગ્રામાં યૌન ઉત્પીડનના કેસ ચાલી રહ્યા છે. બાબા દુષ્કર્મના કેસમાં જેલની સજા પણ ભોગવી ચૂક્યા છે.

નારાયણ હરિને સસ્પેન્ડ કરાયા હતા, પોલીસને શંકા

નારાયણ હરિ ઉર્ફે સૂરજ પાલ ઉત્તર પ્રદેશના કાસગંજનો રહેવાસી છે. વાસ્તવમાં બાબા અને તેમના સેવકોએ હંમેશા મીડિયાથી અંતર જાળવી રાખ્યું છે. પરંતુ બાબાએ તેમના અનુયાયીઓને કહ્યું છે કે તેઓ ઉત્તર પ્રદેશ પોલીસમાં સબ-ઇન્સ્પેક્ટર હતા અને તેમણે નોકરી છોડીને પ્રચારનો માર્ગ પસંદ કર્યો છે. જો કે યુપી પોલીસને શંકા છે કે નારાયણ હરિને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નારાયણ હરિના મોટા ભાઈ રામ પ્રસાદનું અવસાન થયું છે અને તેમનો નાનો ભાઈ રાકેશ વ્યવસાયે ખેડૂત છે. બાબાના અનુયાયીઓનું કહેવું છે કે 18 વર્ષ સુધી યુપી પોલીસમાં ફરજ બજાવતા નારાયણ હરિએ ગુપ્તચર વિભાગમાં પણ સેવા આપી હતી. બાબાએ જણાવ્યું કે 1999માં તેમણે પોતાની મરજીથી નિવૃત્તિ લીધી અને પોતાનું નામ સૂરજ પાલથી બદલીને નારાયણ સાકર હરિ રાખ્યું. ત્યારથી બાબાએ સત્સંગ કરવાનું શરૂ કર્યું. બાબામાં શ્રદ્ધા રાખનારા લોકોની સંખ્યા લાખોમાં છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને હરિયાણાના લોકો બાબામાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે.

આ પણ વાંચો – Hathras Stampede : જાણો ક્યાં છુપાયો છે હાથરસ મોતના સત્સંગનો બાબા, પોલીસને મળી મોટી સફળતા…

આ પણ વાંચો – Hathras દુર્ઘટનાને લઈને આયોજકો અને સેવાદાર સામે FIR, સત્સંગમાં 40 હજારથી વધુ લોકો હતા હાજર…

Whatsapp share
facebook twitter