+

Assam માં Flood ને કારણે પરિસ્થિતિ વણસી, 6 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત, ભારે વરસાદની ચેતવણી…

વરસાદની રાહ જોઈ રહેલા લોકોના ચહેરા સ્માઈલ જોવા મળી રહી છે પરંતુ ઉત્તર-પૂર્વમાં તેનો ફટકો પડી રહ્યો છે. છેલ્લા એક મહિનાથી પૂર સામે ઝઝૂમી રહેલા આસામ (Assam) અને અરુણાચલના લોકો…

વરસાદની રાહ જોઈ રહેલા લોકોના ચહેરા સ્માઈલ જોવા મળી રહી છે પરંતુ ઉત્તર-પૂર્વમાં તેનો ફટકો પડી રહ્યો છે. છેલ્લા એક મહિનાથી પૂર સામે ઝઝૂમી રહેલા આસામ (Assam) અને અરુણાચલના લોકો અસ્થાયી કેમ્પમાં રહે છે. આસામ (Assam)માં પૂરની સ્થિતિ વણસી રહી છે. આસામ (Assam)માં 3 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત છે અને અત્યાર સુધીમાં 60 થી વધુ લોકોના મોત થયા છે. આ વીડિયો આસામ (Assam)ના મોરીગાંવનો છે. જ્યાં સોમવારે બ્રહ્મપુત્રા નદીના પાણી ગામડાઓમાં ફેલાતા પૂરની સ્થિતિ વણસી હતી. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે નાના બાળકો પાણીમાં ડૂબેલા તેમના ઘરમાંથી કિંમતી સામાન બહાર કાઢી રહ્યા છે.

વાહનોની સ્પીડને લઈને આપવામાં આવ્યો આદેશ…

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, કાલિબોરે આ આદેશ જારી કર્યો છે કારણ કે ભારે વરસાદ અને પૂરની સ્થિતિને કારણે પ્રાણીઓ ફસાયેલા છે, જે વાહનો દ્વારા અથડાવાને કારણે ઇજા અને મૃત્યુનું જોખમ ઊભું કરે છે. NH 715 (જૂના NH 37) ના રસ્તાઓ પર કોઈપણ પ્રકારના વાહનોની ઝડપ 20 અથવા 40 kmph થી વધુ ન હોવી જોઈએ. ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિને જોતા ગોલાઘાટ એસપીએ આદેશ જારી કર્યો છે. જે જણાવે છે કે તમામ પેસેન્જર વાહનો, ખાનગી અને વાણિજ્યિક બંનેને દર અડધા કલાકે પોલીસ અને દળના કર્મચારીઓ દ્વારા સંચાલિત કડક નિયંત્રિત ગતિએ જવાની મંજૂરી આપવામાં આવશે. બગોરી બોર્ડર અને પાનબારી ખાતે પાયલોટ વાહનો તૈનાત કરવામાં આવશે. તેઓ નાગાંવ પોલીસ અને ફોરેસ્ટ સ્ટાફ સાથે સંકલન કરશે.

ભારત-ચીન બોર્ડર પર ઘણા વિસ્તારોમાંથી સંપર્ક તૂટ્યો…

આસામ (Assam)માં પૂરની સ્થિતિ વણસી રહી છે અને કાઝીરંગા નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વમાં સ્થિત 233 ફોરેસ્ટ કેમ્પમાંથી 26 ટકાથી વધુ પાણીના સ્તરમાં વધારો થવાને કારણે ડૂબી ગયા છે. તે જ સમયે, ભારત-ચીન બોર્ડર પર ઘણા વિસ્તારોમાંથી રોડ કનેક્ટિવિટી કપાઈ ગઈ છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર, પૂર પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા 12 થી વધીને 19 થઈ ગઈ છે. ઈટાનગરમાં ભારે વરસાદને કારણે શાળાઓને 2 થી 6 જુલાઈ સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

કુરુંગ નદી પરનો પુલ ધોવાઈ ગયો…

પૂર્વ કામેંગ જિલ્લામાં કુરુંગ નદી પરનો પુલ પૂરમાં ધોવાઈ ગયો હતો. આ ઉપરાંત અનેક ઘરો પણ પૂરની ઝપેટમાં આવી ગયા છે. આસામ (Assam)માં લગભગ 8 હજાર લોકોએ રાહત શિબિરોમાં આશરો લેવો પડ્યો છે. તે જ સમયે, તિનસુકિયા જિલ્લામાં સૌથી વધુ 35 લોકોના મોત થયા છે. અહેવાલો અનુસાર, કાઝીરંગા વન્યજીવ અભયારણ્યનો મોટો ભાગ ડૂબી ગયો છે અને મોટી સંખ્યામાં પ્રાણીઓ ઉંચી જમીનની શોધમાં પૂર્વ કાર્બી આંગલોંગ જિલ્લાના દક્ષિણ ભાગ તરફ નેશનલ હાઈવે નંબર 715 પાર કરી રહ્યા છે. જો કે, પૂરમાં અથવા રસ્તો ક્રોસ કરતી વખતે કોઈ પ્રાણીના મૃત્યુ થયાના કોઈ અહેવાલ નથી.

પૂરથી 6 લાખથી વધુ લોકો પ્રભાવિત…

આસામમાં પૂરની સ્થિતિ ગંભીર છે, રાજ્યના 19 જિલ્લાઓમાં છ લાખથી વધુ લોકો અસરગ્રસ્ત છે, જ્યારે વરસાદ સંબંધિત ઘટનાઓમાં 45 લોકોના મોત થયા છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, જોરહાટ જિલ્લાના નેમાટીઘાટ ખાતે બ્રહ્મપુત્રા નદી તેના ઉચ્ચતમ પૂરના સ્તરને પાર કરીને ઓછામાં ઓછી આઠ નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA)એ જણાવ્યું હતું કે NDRF, SDRF, ભારતીય સેના, ભારતીય વાયુસેના અને સ્થાનિક વહીવટીતંત્ર સહિત અનેક એજન્સીઓ બચાવ કામગીરીમાં રોકાયેલી છે. વધુમાં કહેવામાં આવ્યું છે કે, કામરૂપ, ગોલાઘાટ, માજુલી, લખીમપુર, કરીમગંજ, કચર, ધેમાજી, મોરીગાંવ, ઉદલગુરી, ડિબ્રુગઢ, તિનસુકિયા, નાગાંવ, શિવસાગર, દરરંગ, નલબારી, સોનિતપુર જેવા કુલ 6,44,128 લોકો પૂરથી પ્રભાવિત થયા છે. વિશ્વનાથ અને જોરહાટ પૂરના પાણીમાં ડૂબી ગયા છે.

આ પણ વાંચો : Haryana : કરનાલમાં માલસામાનની ટ્રેન પાટા પરથી ઉતરી, રેલ વ્યવહાર ખોરવાયો…

આ પણ વાંચો : Heavy Rain : પહેલા આકરી ગરમી, હવે ભારે વરસાદ, મધ્ય ભારત અને હિમાલયમાં પૂર જેવી સ્થિતિનો ખતરો…

આ પણ વાંચો : “Rahul Gandhi નું નિવેદન જુઠ્ઠાણાનું પોટલું”, CM યોગીએ કહ્યું – અયોધ્યામાં કરોડોનું વળતર અપાયું…

Whatsapp share
facebook twitter