+

EXCLUSIVE: NDAની સરકાર બનાવવાની કવાયત વચ્ચે કોંગ્રેસનો સૌથી મોટો દાવો

EXCLUSIVE: લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ચોંકાવનારૂ પરિણામા આવ્યું જેમાં કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળ્યું નથી. જોકે, એનડીએ સરકાર બનાવશે તેવો દાવો કરવામાં આવ્યો છે. આ સાથે નરેન્દ્ર મોદી…

EXCLUSIVE: લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ચોંકાવનારૂ પરિણામા આવ્યું જેમાં કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળ્યું નથી. જોકે, એનડીએ સરકાર બનાવશે તેવો દાવો કરવામાં આવ્યો છે. આ સાથે નરેન્દ્ર મોદી 9 તારીખે શપત લેશે તેવી જાહેરાત પણ કરી દેવામાં આવી છે. પરંતુ આ દરમિયાન કોંગ્રેસ દ્વારા ખુબ મોટો દાવો કરવામાં આવ્યો છે. તમને જણવી દઇએ કે, NDAની સરકાર બનાવવાની કવાયત વચ્ચે કોંગ્રેસ દ્વારા સૌથી મોટો દાવો કરવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતા પવન ખેરાનો સૌથી મોટો દાવો કર્યો છે.

અમે સરકાર બનાવવા માટે સંપૂર્ણ તૈયાર છીએઃ પવન ખેરા

ભારતમાં નવી સરકાર બનાવવા બાબતે કોંગ્રેસ નેતા પવન ખેરાએ કહ્યું કે, ‘અમે સરકાર બનાવવા માટે સંપૂર્ણ તૈયાર છીએ’ વધુમાં કહ્યું કે, ‘અમે અમારુ ન્યાય પત્ર લાગુ કરવા માટે સંપૂર્ણ તૈયાર’ પવન ખેરાએ કહ્યું કે, ‘અમે દેશના તમામ વર્ગની ચિંતા કરીએ છીએ, સામાન્ય જનતાની ચિંતા દૂર કરવા અમારે સરકારમાં આવવું પડશે, જેમને આ ચિંતા છે તેવા પક્ષોને અમે સાથે આવવા આમંત્રણ આપ્યું છે.’ નોંધનીય છે કે, તેમના આ દાવા પછી પ્રશ્ન થઈ રહ્યો છે કે, શું ઇન્ડિયા ગઠબંધન ખરેખર સરકાર બનાવી રહીં છે.

રાજનીતિમાં ક્યારેય ફૂલ સ્ટોપ નથી હોતોઃ પવન ખેરા

વધુમાં કોંગ્રેસ નેતા પવન ખેરાએ કહ્યું કે, રાજનીતિમાં ક્યારેય ફૂલ સ્ટોપ નથી હોતો, INDIA ગઠબંધન પોતાની શક્તિ અને પરિવાર વધારી રહ્યું છે. સંવિધાનની રક્ષા માટે તત્પર તમામ દળોનું સ્વાગત કરીએ છીએ. સંવિધાનના રક્ષા માટે તત્પર તમામ દળો માટે દરવાજા ખુલ્લા છે અને ટૂંક સમયમાં જ તમને ખબર પડી જશે.’ જો કે, તેમણે એ ઉલ્લેખ નથી કર્યો કે કેટલા સમાયમાં સરકાર બનાવશે. આ બાબતે પવન ખેરાએ કહ્યું કે, ‘કેટલા સમયમાં પરિવાર પૂર્ણ થશે તે વિશે કહેવાય નહીં.’

આ તારીખે નરેન્દ્ર મોદી લશે શપથ, મહેમાનોને અપાયું આમંત્રણ

લોકસભાની વાત કરવામાં આવે તો એનડીએ દ્વારા સરકાર રચવાનો દાવો કરી દેવામાં આવ્યો છે. કારણ કે, સમીકરણોની વાત કરવામાં આવે તે બીજેપીને 240 બેઠકો અને અન્યના એનડીએના સભ્યો સાથે 293 બેઠકો સાથે સરકાર બનાવવા માટે કટિબદ્ધ છે. નોંધનીય છે કે, નરેન્દ્ર મોદી શપથ લેવાના છે તેની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે. આ સાથે સાથે દેશ વિદેશમાં મોટા મહેમાને શપત વિધિમાં હાજર રહેવા માટે આમંત્રણ પણ આપી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Piyush Goyal: ‘તેઓ હવે બજારના લોકોનો આત્મવિશ્વાસ ઘટાડી રહ્યા છે’ BJP એ આપ્યો રાહુલ ગાંધીને જવાબ

આ પણ વાંચો:  લોકસભા ચૂંટણીનું પરિણામ આવ્યું અને AAP-કોંગ્રેસમાં ભંગાણ, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો:  રાહુલ ગાંધીના આકરા બોલ, ગૌતમ અદાણીને આવી જશે પરસેવો

Whatsapp share
facebook twitter