+

ED Raid : CM કેજરીવાલના PS બિભવ અને સંસદ એનડી ગુપ્તા સહિત AAP ના મોટા નેતાઓના ઘરે ED ના દરોડા…

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ પર દરોડા પાડ્યા છે. મળતી માહિતી મુજબ, ED મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમાર અને રાજ્યસભા સાંસદ એનડી ગુપ્તાના…

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ પર દરોડા પાડ્યા છે. મળતી માહિતી મુજબ, ED મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમાર અને રાજ્યસભા સાંસદ એનડી ગુપ્તાના ઘરે દરોડા પાડી રહી છે. સૂત્રોનું માનીએ તો, ED મની લોન્ડરિંગ કેસમાં દરોડા પાડી રહી છે, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ મની લોન્ડરિંગનો કયો કેસ છે.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મંગળવારે મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમાર અને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા અન્ય લોકોના ઘર પર દરોડા પાડ્યા હતા. તેમણે કહ્યું કે દિલ્હીમાં લગભગ 10 જગ્યાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમાર અને દિલ્હી જલ બોર્ડના પૂર્વ સભ્ય શલભ કુમાર અને અન્ય કેટલાક નેતાઓના સ્થાનો પર ED ના દરોડા ચાલુ છે.

ED કયા કેસમાં દરોડા પાડી રહી છે?

કેન્દ્રીય એજન્સી દિલ્હી જલ બોર્ડની ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિઓની તપાસ કરી રહી છે. ED CBI ની FIR અને દિલ્હી સરકારની ભ્રષ્ટાચાર વિરોધી શાખા (ACB)ના આધારે કાર્યવાહી કરી રહી છે. CBI FIRમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે દિલ્હી જલ બોર્ડના અધિકારીઓએ ઇલેક્ટ્રોમેગ્નેટિક મીટરના સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને કમિશનિંગ માટે ટેન્ડર આપતી વખતે કંપનીને તરફેણ કરી હતી.

શું હતો આરોપ?

ન્યૂઝ એજન્સી અનુસાર, એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કંપનીને 38 કરોડ રૂપિયાના ગેરકાયદે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા, તેમ છતાં તે તકનીકી યોગ્યતાના માપદંડોને પૂર્ણ કરતી નથી અને નકલી દસ્તાવેજો સબમિટ કરીને ટેન્ડર મેળવ્યા હતા.

આ પણ વાંચો : Anil Masih : ચંદીગઢ મેયરની ચૂંટણી કરાવનાર આ અધિકારી કોણ છે, જેની સામે થઇ શકે છે કાર્યવાહી…

Whatsapp share
facebook twitter