+

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ સરકાર સંકટમાં, CM બદલવા અંગે કોંગ્રેસમાં ચર્ચા તેજ

હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) માં કોંગ્રેસ (Congress) ની સરકાર ખતરામાં છે. રાજ્યસભાની ચૂંટણી (Rajya Sabha Elections) ના પરિણામો જાહેર થઈ ગયા છે. આ ચૂંટણીમાં ભાજપ (BJP) ની અણધારી જીત બાદ…

હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) માં કોંગ્રેસ (Congress) ની સરકાર ખતરામાં છે. રાજ્યસભાની ચૂંટણી (Rajya Sabha Elections) ના પરિણામો જાહેર થઈ ગયા છે. આ ચૂંટણીમાં ભાજપ (BJP) ની અણધારી જીત બાદ કોંગ્રેસ (Congress) બેકફૂટ પર છે. જણાવી દઇએ કે, રાજ્યસભા ચૂંટણી (Rajya Sabha Elections) માં પાર્ટીના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવી (Abhishek Manu Singhvi) ની કારમી હાર બાદ સુખવિંદર સિંહ સુખુ (Sukhwinder Singh Sukhu) ની સરકારનું પતન લગભગ નિશ્ચિત છે. ભાજપે જે રીતે કોંગ્રેસને 40 સામે 25ના જંગી માર્જિનથી હરાવ્યું છે તે પાર્ટીના વ્યૂહરચનાકારો માટે એક મોટો આંચકો છે અને એક બોધપાઠ છે જે ક્યારેય ભૂલી શકાય તેમ નથી.

રાજ્યમાં કોંગ્રેસની સરકાર પડશે અને ભાજપની સરકાર બનશે : હર્ષ મહાજન

ભાજપે ફરી એકવાર કોંગ્રેસના જૂના પ્યાદાનો ઉપયોગ કર્યો છે. ભાજપમાંથી રાજ્યસભાની ચૂંટણી જીતેલા હર્ષ મહાજન એ જ વ્યક્તિ છે જે એક સમયે કોંગ્રેસના મજબૂત સૈનિક હતા અને હવે પહાડી રાજ્યમાં કમળ ખીલે તે માટે સખત મહેનત કરી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના ખૂબ જ નજીક રહેલા હર્ષ મહાજન ત્રણ વખત ધારાસભ્ય અને એક વખત મંત્રી રહી ચૂક્યા છે. ચંબાના રહેવાસી હર્ષ મહાજનના પિતા દેશરાજ મહાજન પણ કોંગ્રેસના નેતા હતા. હર્ષ મહાજને પોતાની જીત બાદ કહ્યું કે, કોંગ્રેસ સરકારે બહુમતી ગુમાવી દીધી છે. જો તેમને શરમ હોય તો મુખ્યમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ. તેમણે દાવો કર્યો કે રાજ્યમાં કોંગ્રેસની સરકાર પડશે અને ભાજપની સરકાર બનશે. રાજ્યમાં એક અઠવાડિયા કે એક મહિનામાં કોંગ્રેસની સરકાર પડી જશે. મહાજને પોતાની જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાને આપ્યો હતો.

ભાજપના નેતાઓ રાજ્યપાલને મળ્યા

હિમાચલમાં સંપૂર્ણ બહુમતી સાથે સુખુ સરકાર ચાલી રહી છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે 35 ધારાસભ્યોની જરૂર છે, પરંતુ કોંગ્રેસ પાસે 40 ધારાસભ્યો છે. આમ છતાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારની હાર થઈ હતી. ભાજપના હર્ષ મહાજન 6 કોંગ્રેસ અને 3 અપક્ષ ઉમેદવારોની મદદથી રાજ્યસભામાં જઈ રહ્યા છે. જણાવી દઇએ કે, હિમાચલ પ્રદેશના પૂર્વ CM જયરામ ઠાકુરે ભાજપ ધારાસભ્ય દળ સાથે રાજભવન ખાતે રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે રાજ્યપાલને એક મેમોરેન્ડમ પણ સુપરત કર્યું હતું.

હિમાચલમાં ક્રોસ વોટિંગે કોંગ્રેસની ‘ગેમ’ બગાડી

યુપી, કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની કુલ 15 બેઠકો માટે મંગળવારે (27 ફેબ્રુઆરી) ચૂંટણી યોજાઈ હતી. જેમાંથી ભાજપે કુલ 10 બેઠકો જીતી છે. યુપીમાં ભાજપે 10માંથી 8 બેઠકો જીતી હતી. પાર્ટીએ કર્ણાટકમાં પણ 1 સીટ જીતી છે. હિમાચલની એકમાત્ર બેઠક પણ ભાજપે જીતી છે. કર્ણાટકમાં કોંગ્રેસને 3 બેઠકો મળી છે. યુપીમાં સપાએ 2 બેઠકો કબજે કરી. રાજ્યસભાની ચૂંટણીમાં વોટિંગ કરતાં ‘ક્રોસ વોટિંગ’ શબ્દની વધુ ચર્ચા થાય છે. યુપીમાં સમાજવાદી પાર્ટી અને કર્ણાટક-હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના ઘણા ધારાસભ્યોએ પાર્ટી લાઇનથી આગળ વધીને મતદાન કર્યું.

આ પણ વાંચો – NCP: અજીત પવાર જૂથના નેતા રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું

આ પણ વાંચો – Rajya Sabha : હિમાચલ પ્રદેશ રાજ્યસભાની ચૂંટણીમાં મોટો ઊલટફે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter