+

લોકસભા ચૂંટણી માહોલ વચ્ચે મુખ્યમંત્રીની PM મોદી સાથે મુલાકાત

Chief Minister’s meeting with PM Modi : લોકસભા ચૂંટણી (Lok Sabha elections) પહેલા ભલે ભાજપ (BJP) દ્વારા 400 પારના નારા લાગી રહ્યા હોય પણ સ્થિતિ તે મુજબની બનતી હોય તેવું…

Chief Minister’s meeting with PM Modi : લોકસભા ચૂંટણી (Lok Sabha elections) પહેલા ભલે ભાજપ (BJP) દ્વારા 400 પારના નારા લાગી રહ્યા હોય પણ સ્થિતિ તે મુજબની બનતી હોય તેવું લાગી રહ્યું નથી. ખાસ કરીને ગુજરાતમાં રાજકોટ બેઠક (Rajkot Seat) પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) ના એક નિવેદન બાદ સ્થિતિ વધુ વણસી છે. તદઉપરાંત રાજ્યમાં ભાજપ (BJP) ના ઘણા ઉમેદવારોના વિરોધમાં જનતાના પ્રદર્શનને જોતા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (Chief Minister Bhupendrabhai Patel) દિલ્હી ખાતે વડપ્રધાન મોદી (PM Modi) સાથે મુલાકાત કરી હતી.

CM ભૂપેન્દ્ર પટેલે કરી PM મોદી સાથે મુલાકાત

ભાજપ દ્વારા લોકસભાની બેઠકોના ઉમેદવારોના નામ જાહેર થયા બાદથી જ ગુજરાતમાં સ્થિતિ બદલાઈ હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ દ્વારા ઘણા એવા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે જેનો જનતા અને ખાસ કરીને પાર્ટીના જ કાર્યકર્તાઓ વિરોધ કરતા જોવા મળ્યા છે. સાબરકાંઠા, જૂનાગઢ, અમરેલી, વડોદરા બેઠકો પર ઉમેદવારોને લઈને આંતરિક જૂથવાદ ફાટી નીકળ્યો છે, જેના કારણે ભાજપના નેતાઓને ડેમેજ કંટ્રોલ માટે દોડધામ કરવી પડી રહી છે. આ સ્થિતિ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સોમવારે દિલ્હી જવા રવાના થયા હતા જ્યા તેમણે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. સૂત્રોની માનીએ તો આ મુલાકાતમાં ગુજરાતની વર્તમાન રાજકીય સાંપ્રદ વિષયોને લઈને ચર્ચા થઈ હોવાની સંભાવના છે. ખાસ કરીને રાજકોટ લોકસભા ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદ અંગે પણ ચર્ચા થઈ હોવાની શક્યતા છે. મળતી માહિતી અનુસાર, આજે મેનિફેસ્ટો કમિટીની મિટિંગ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી ગયા હતા.

આંતરિક જૂથવાદ અને વિવાદો વધ્યા

ગુજરાતમાં વડોદરા, અમરેલી, સાબરકાંઠા, જૂનાગઢ લોકસભા બેઠક પર ઉમેદવારોને લઈ ભાજપમાં આંતરિક જૂથવાદ ખુલીને બહાર આવ્યો છે. પક્ષના નેતાઓને ડેમેજ કંટ્રોલ માટે દોડાદોડ કરવી પડી રહી છે. પક્ષમાં કોંગ્રેસીઓની ભરતી મેળાથી કાર્યકરો નારાજ બન્યા છે. ભરતી મેળાને કારણે પક્ષપલટુઓને મહત્ત્વનું સ્થાન મળી રહ્યું છે, જેના કારણે પણ ભાજપમાં આંતરિક ખટપટ વકર્યો છે. સળગતા માહોલ વચ્ચે મુખ્યમંત્રીને દિલ્હીનું તેડુ આવ્યું હતું. સોમવારે ભાજપની મેનિફેસ્ટો – ચૂંટણી ઢંઢેરા કમિટીની બેઠક યોજાઇ હતી, જેમાં મુખ્યમંત્રીએ ભાગ લેધો હતો. સૂત્રોનું કહેવું છે કે, ગુજરાતમાં ભાજપની વર્તમાન રાજકીય પરિસ્થિતિને લઈને હાઈકમાન્ડ સાથે ચર્ચા થઈ હોવાની સંભાવના છે.

આ પણ વાંચો – રૂપાલાનો વિરોધ વંટોળ યથાવત, હવે ગામમાં પ્રવેશબંધીનો લેવાયો નિર્ણય

આ પણ વાંચો – સૌરાષ્ટ્રમાં Parshottam Rupala બાદ જયરાજસિંહ જાડેજાનો વિરોધ શરૂ

આ પણ વાંચો – BHAVNAGAR : રૂપાલા મામલે યુવરાજ જયવિરરાજસિંહે કહ્યું, “વ્યક્તિના શબ્દો તેના સંસ્કાર બહાર લાવે, હું ભુલીશ નહી”

Whatsapp share
facebook twitter