+

BJP Candidate List: તૃણમૂલ કોંગ્રેસ બાદ ભાજપે જાહેર કરી રાજ્યસભા માટે ઉમેદવારની યાદી

BJP Candidate List: દેશમાં એક પછી એક રાજકીય પાર્ટી દ્વારા રાજ્યસભા (Rajya Sabha) ના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી રહી છે. ત્યારે આ સમયે તાજેતરમાં જ ભાજપ (BJP) દ્વારા તેના…

BJP Candidate List: દેશમાં એક પછી એક રાજકીય પાર્ટી દ્વારા રાજ્યસભા (Rajya Sabha) ના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી રહી છે. ત્યારે આ સમયે તાજેતરમાં જ ભાજપ (BJP) દ્વારા તેના રાજ્યસભાના ઉમેદવારોની યાદી પ્રદર્શિત કરવામાં આવી છે.

  • BJP ના Rajya Sabha માટે પસંદ થયેલા ઉમેદવારો
  • Bihar BJP માં ભીમ સિંહ પ્રદેશ ઉપાધ્ય પણ યાદીમાં
  • TMC ના Rajya Sabha ના ઉમેદવારની યાદી

BJP ના Rajya Sabha માટે પસંદ થયેલા ઉમેદવારો

ભાજપે (BJP) UP, Bihar ના રાજ્યસભા (Rajya Sabha) ના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ વખતે સુશીલ મોદીને ટિકિટ મળી નથી. UP માંથી આરપીએન સિંહ, ચૌધરી તેજવીર સિંહ, સાધના સિંહ, અમરપાલ મૌર્ય, સંગીતા બળવંત, નવીન જૈન અને સુધાંશુ ત્રિવેદીને ટિકિટ આપવામાં આવી છે. ઉત્તરાખંડમાંથી પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્ર ભટ્ટના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે બિહારમાંથી ધર્મશીલા ગુપ્તા અને ભીમ સિંહને રાજ્યસભા (Rajya Sabha) ના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

Bihar BJP માં ભીમ સિંહ પ્રદેશ ઉપાધ્ય પણ યાદીમાં

ધર્મશીલા ગુપ્તા Bihar ભાજપ (BJP) મહિલા મોરચાના અધ્યક્ષ છે. ભીમ સિંહ હાલમાં Bihar રાજ્યમાં પ્રવક્તા છે અને બિહાર ભાજપ (Bihar BJP) ના પ્રદેશ ઉપાધ્યક્ષ પણ છે. ભાજપે (BJP) પશ્ચિમ બંગાળમાં સમિક ભટ્ટાચાર્ય અને છત્તીસગઢમાં રાજા દેવેન્દ્ર પ્રતાપ સિંહને રાજ્યસભા (Rajya Sabha) ના ઉમેદવાર બનાવ્યા છે. ભાજપે હરિયાણાથી સુભાષ બરાલા અને કર્ણાટકમાંથી નારાયણ કૃષ્ણા ભાંડગેને રાજ્યસભાના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે.

TMC ના Rajya Sabha ના ઉમેદવારની યાદી

અગાઉ તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ રાજ્યમાં આગામી રાજ્યસભા ચૂંટણી માટે વરિષ્ઠ પત્રકાર સાગરિકા ઘોષ, પક્ષના નેતા સુષ્મિતા દેવ અને અન્ય બેના નામની જાહેરાત કરી હતી. પશ્ચિમ બંગાળ (West Bengal) ની પાંચ રાજ્યસભા (Rajya Sabha) બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે.

આ પણ વાંચો: Viral Video News: બિહારમાં NDA Floor Test પહેલા તેજસ્વી યાદવના નિવાસસ્થાને મહેફિલ યોજાઈ

Whatsapp share
facebook twitter