+

Bihar : ફ્લોર ટેસ્ટ બાદ આજે બિહારમાં સ્પીકરની ચૂંટણી થશે, નીતિશ કુમાર સરકાર બજેટ રજૂ કરશે…

બિહાર (Bihar)માં ફ્લોર ટેસ્ટ બાદ આજે સ્પીકરની ચૂંટણી થવાની છે. ભારતીય જનતા પાર્ટી (BJP) ના નંદ કિશોર યાદવ આજે સવારે 10.30 વાગ્યે સ્પીકર પદ માટે ઉમેદવારી નોંધાવશે. સાત વખતના ધારાસભ્ય…

બિહાર (Bihar)માં ફ્લોર ટેસ્ટ બાદ આજે સ્પીકરની ચૂંટણી થવાની છે. ભારતીય જનતા પાર્ટી (BJP) ના નંદ કિશોર યાદવ આજે સવારે 10.30 વાગ્યે સ્પીકર પદ માટે ઉમેદવારી નોંધાવશે. સાત વખતના ધારાસભ્ય નંદકિશોર યાદવ પટના સાહિબ વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે.

બિહાર (Bihar) વિધાનસભાના બજેટ સત્રનો આજે બીજો દિવસ પણ છે. ડેપ્યુટી સીએમ, સહ-નાણામંત્રી અને રાજ્ય સરકારમાં વરિષ્ઠ નેતા સમ્રાટ ચૌધરી આજે પ્રથમ વખત બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આજે સવારે 11 વાગ્યાથી વિધાનસભાની કાર્યવાહી શરૂ થશે. નીતીશ સરકારનું બજેટ બપોરે 2 વાગ્યે વિધાનસભામાં રજૂ કરવામાં આવશે.

NDA ને 129 વોટ મળ્યા હતા

એક દિવસ પહેલા જ નીતીશ સરકારે વિધાનસભામાં રજૂ કરેલા વિશ્વાસ મત જીતી લીધો હતો. NDA ની તરફેણમાં કુલ 129 વોટ પડ્યા હતા. આ દરમિયાન વિપક્ષે વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું. આ પહેલા પટનામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આરજેડી અને કોંગ્રેસ સહિત મહાગઠબંધનમાં સમાવિષ્ટ તમામ ધારાસભ્યોને પટનામાં તેજસ્વીના ઘરે રાખવામાં આવ્યા હતા, જ્યારે ભાજપ-જેડીયુના ધારાસભ્યોને ચાણક્ય હોટેલ અને પાટલીપુત્ર હોટલમાં રાખવામાં આવ્યા હતા.

NDA પાસે 128 બેઠકો હતી

તમને જણાવી દઈએ કે બિહાર (Bihar) વિધાનસભામાં કુલ 243 સીટો છે. બહુમતીનો આંકડો 122 છે, જ્યારે NDA પાસે 128 વિધાનસભા સભ્યો છે. જેમાં ભાજપ પાસે 78 બેઠકો હતી, જેડીયુ પાસે 45 બેઠકો હતી, હિન્દુસ્તાની આવામ મોરચા (એચએએમ) પાસે 4 બેઠકો હતી અને એક અપક્ષ ધારાસભ્ય સુમિત સિંહ પણ હતા. જ્યારે વિપક્ષ પાસે 114 ધારાસભ્યો હતા. આરજેડીના 79, કોંગ્રેસના 19, સીપીઆઈ (એમએલ)ના 12, સીપીઆઈ (એમ)ના 2, સીપીઆઈના 2 ધારાસભ્યો હતા.

આ પણ વાંચો : Haldwani માં 500 પરિવારોએ ઘર છોડ્યું, મુખ્ય આરોપીઓને 2.44 કરોડની વસૂલાત નોટિસ…

Whatsapp share
facebook twitter