+

ચૂંટણીટાણે CM કેજરીવાલને મોટી રાહત, SC એ આપ્યા વચગાળાના જામીન

દેશમાં અત્યારે લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) ચાલી રહી છે ત્યારે આ ચૂંટણીના ધમાસાણ વચ્ચે પોતાના જામીનની રાહ જોઈ રહેલા CM કેજરીવાલ (CM Kejriwal) માટે સારા સમાચાર સામે આવ્યા છે.…

દેશમાં અત્યારે લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) ચાલી રહી છે ત્યારે આ ચૂંટણીના ધમાસાણ વચ્ચે પોતાના જામીનની રાહ જોઈ રહેલા CM કેજરીવાલ (CM Kejriwal) માટે સારા સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટે (SC) આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) ના વચગાળાના જામીન પર પોતાનો આદેશ આપ્યો છે અને તેમને 1 જૂન સુધી વચગાળાના જામીન (Interim Bail) આપ્યા છે. આમ આદમી પાર્ટી (Aam Admi Party) છેલ્લા ઘણા દિવસોથી આ ક્ષણી રાહ જોઇ રહી હતી અને આખરે તે સમય આજે આવી ગયો.

SC એ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા

લોકસભા ચૂંટણી 2024 વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં જેલમાં બંધ અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે સુપ્રીમ કોર્ટ સમક્ષ લોકસભાની ચૂંટણીઓ વચ્ચે આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલની જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું કે પ્રચાર એ મૂળભૂત, બંધારણીય અથવા કાનૂની અધિકાર નથી. ED એ આ દરમિયાન પૂરક ચાર્જશીટ પણ દાખલ કરી હતી અને કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટીને ઘેરવાની સંપૂર્ણ યોજના તૈયાર કરી હતી. જોકે, હવે સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપવાનો આદેશ આપ્યો છે.

શું આજે જ જેલમાંથી બહાર આવશે કેજરીવાલ?

અરવિંદ કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટ પાસે 5 જૂન સુધી જામીન માંગ્યા હતા. જો કે, કોર્ટે કહ્યું કે આપણે કોઈ સામાન્ય રેખા ન દોરવી જોઈએ. કેજરીવાલની માર્ચમાં ધરપકડ કરવામાં આવી હતી અને ધરપકડ અગાઉ અથવા પછી પણ થઈ શકતી હતી. હવે 21 દિવસ અહીં અને ત્યાં કોઈ ફરક નહીં પડે. અરવિંદ કેજરીવાલ 2 જૂને આત્મસમર્પણ કરશે. જણાવી દઇએ કે, અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મળ્યા બાદ હવે સુપ્રીમ કોર્ટના આદેશને ટ્રાયલ કોર્ટમાં મોકલવામાં આવશે. ત્યારબાદ ટ્રાયલ કોર્ટમાંથી મુક્તિનો આદેશ તિહાર જેલ પ્રશાસનને મોકલવામાં આવશે. મહત્વની વાત એ છે કે જ્યારે ટ્રાયલ કોર્ટનો આદેશ તિહાર જાય છે ત્યારે ત્યાં રીલીઝ લેટર પહોંચતાની પ્રક્રિયામાં બે કલાક લાગે છે. જો ટ્રાયલ કોર્ટમાંથી મુક્તિનો આદેશ આજે સમયસર તિહાર પહોંચશે, તો કેજરીવાલને બે કલાકની પ્રક્રિયા બાદ મુક્ત કરવામાં આવશે. તિહાર જેલમાં દરરોજ આવતા તમામ રીલીઝ ઓર્ડરનો લગભગ 2 કલાકમાં નિકાલ કરવામાં આવે છે.

આ પણ વાંચો – દિલ્હીના CM કેજરીવાલની મુશ્કેલીમાં થશે વધારો! LG એ NIA તપાસની કરી ભલામણ

આ પણ વાંચો – ED : શું અરવિંદ કેજરીવાલને મળશે જામીન? SC એ ED ને પૂછ્યા તીખા પ્રશ્નો…

Whatsapp share
facebook twitter