+

લોકસભાના સ્પીકરની ચૂંટણી પૂર્વે મોટા સમાચાર, ઉમેદવાર ઉતારવાની તૈયારીમાં વિપક્ષ : સૂત્ર

ચૂંટણી બાદ પ્રથમ સત્રની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 18મી લોકસભાનું પ્રથમ સત્ર (First Session of the 18th Lok Sabha) 24 જૂનથી શરૂ થવા જઈ રહ્યું છે. 26 જૂને લોકસભા…

ચૂંટણી બાદ પ્રથમ સત્રની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 18મી લોકસભાનું પ્રથમ સત્ર (First Session of the 18th Lok Sabha) 24 જૂનથી શરૂ થવા જઈ રહ્યું છે. 26 જૂને લોકસભા તેના નવા અધ્યક્ષ (New Speaker) ની પસંદગી કરશે. માનવામાં આવે છે કે વિપક્ષ પણ સ્પીકરની ચૂંટણી (Speaker’s Election) માં પોતાનો ઉમેદવાર ઉતારી શકે છે. લોકસભા ચૂંટણી 2024ના પરિણામો (The results of Lok Sabha Election 2024 ) 4 જૂને આવ્યા હતા. ભાજપ (BJP) ની આગેવાની હેઠળના NDAએ 293 બેઠકો જીતી છે, જ્યારે INDIA ગઠબંધને 234 બેઠકો જીતી છે. સૂત્રોનું માનીએ તો જો વિરોધ પક્ષોને ડેપ્યુટી સ્પીકર (Deputy Speaker) નું પદ નહીં આપવામાં આવે તો તેઓ સ્પીકર પદ માટે પોતાનો ઉમેદવાર ઊભો કરી શકે છે. આ અંગેનો અંતિમ નિર્ણય સંસદ સત્રની શરૂઆત પહેલા લેવામાં આવશે.

ડેપ્યુટી સ્પીકર પદની માંગ કરતું વિપક્ષ : સૂત્ર

જણાવી દઇએ કે, ચાલુ મહિનાના અંતમાં યોજાનારી લોકસભા સ્પીકરની ચૂંટણીને લઈને રાજનીતિ તેજ થઈ ગઈ છે. ત્યારે એક તરફ ભાજપા પોતાનો ઉમેદવાર ઉતારવા જઈ રહી છે તો એવા સમાચાર છે કે INDIA ગઠબંધન પણ પોતાનો ઉમેદવાર ઉતારી શકે છે. આ વખતે વિપક્ષમાં સાંસદોની સંખ્યા વધી છે. આવી સ્થિતિમાં વિપક્ષ ગૃહમાં અનેક મુદ્દા ઉઠાવી શકે છે. વિપક્ષના સાંસદો દેશમાં ચાલી રહેલા મોટા મુદ્દાઓને લઈને સરકાર પર નિશાન સાધવાનો પ્રયાસ કરી શકે છે. આવી સ્થિતિમાં 18મી લોકસભાનું પ્રથમ સત્રના દ્રશ્યો જોવા જેવા થાય તેવી શક્યતા છે. દરમિયાન, લોકસભા અધ્યક્ષની ચૂંટણીને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચે સહમતિ સંધાઈ રહી નથી. હવે જોવાનું એ રહે છે કે કોણ બનશે લોકસભા સ્પીકર. વાસ્તવમાં, વિપક્ષ તરફથી એવી માંગ કરવામાં આવી છે કે ડેપ્યુટી સ્પીકરનું પદ તેમને આપવામાં આવે, જો આમ કરવામાં આવશે તો તેઓ તેમના ઉમેદવારને ઉભા નહીં કરે, પરંતુ જો NDA તેમની વાત નહીં માને તો તે સ્થિતિમાં ભાજપના ઉમેદવારને પડકાર આપવામાં આવશે.

  • લોકસભાના સ્પીકરની ચૂંટણી પૂર્વે મોટા સમાચાર
  • ડેપ્યુટી સ્પીકર પદની માંગ કરવાની વિપક્ષની તૈયારી: સૂત્ર
  • જો માંગ માનવામાં ન આવે તો સ્પીકર ઉમેદવાર ઉતારશે
  • સંસદ સત્ર શરૂ થવા પૂર્વે વિપક્ષ લેશે અંતિમ નિર્ણયઃ સૂત્ર

વિપક્ષ કેમ ઈચ્છે છે ડેપ્યુટી સ્પીકરનું પદ?

હવે ડેપ્યુટી સ્પીકરનું પદ મહત્વનું બની ગયું છે કારણ કે આ પદ છેલ્લા 5 વર્ષથી ખાલી છે. ન તો વિપક્ષ પાસે એટલી સંખ્યા હતી કે ન તો ગૃહમાં તેની સ્થિતિ મજબૂત હતી, તેથી તે મોદી સરકારને કોઈપણ રીતે પડકારવામાં સક્ષમ નહોતું. ભાજપ પણ 10 વર્ષથી સ્પીકર પદ સંભાળી રહ્યું હતું, પરંતુ વર્તમાન લોકસભામાં સ્થિતિ બદલાઈ ગઈ છે. એક તરફ NDA સરકાર ફરી સત્તામાં આવી છે, પરંતુ INDIA ગઠબંધનની સ્થિતિ પણ ઘણી મજબૂત છે. વિપક્ષ તરફથી પુરી તાકાત સાથે માંગણીઓ કરવામાં આવી રહી છે.

18મી લોકસભાનું પ્રથમ સત્ર ક્યારે થશે શરૂ?

કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ બુધવારે જણાવ્યું હતું કે, 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થશે અને 3 જુલાઈએ ખતમ થશે. 9-દિવસીય વિશેષ સત્ર દરમિયાન, લોકસભાના અધ્યક્ષની પસંદગી કરવામાં આવશે અને સંસદના નવા સભ્યો (સાંસદ) શપથ લેશે. દરમિયાન, રાજ્યસભાનું 264મું સત્ર 27 જૂનથી 3 જુલાઈ, 2024 દરમિયાન યોજાશે. 2014 પછી આ પહેલું સંસદ સત્ર છે, જેમાં ભાજપ ઓછી તાકાત સાથે સત્તામાં પરત ફર્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 27 જૂને બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે.

આ પણ વાંચો – અરુંધતિ રોય વિરુદ્ધ UAPA હેઠળ દાખલ કરવામાં આવશે કેસ, દિલ્હી LGએ આપી મંજૂરી

આ પણ વાંચો – જમ્મુ-કાશ્મીર બાદ હવે આતંકીઓના નિશાના પર Ram Mandir ? આ સંગઠને ઉડાવી દેવાની આપી ધમકી

Whatsapp share
facebook twitter