+

અગ્નિવીરોને મળશે કાયમી નોકરી! જુઓ સરકારની આ નવી જાહેરાત

દેશમાં અગ્નિવીર યોજના (Agniveer Yojana) ને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (The Union Home Ministry) મોટું પગલું ભર્યું છે. સરકારે અગ્નવીર યોજનામાં ફેરફાર કર્યા છે. હવે અગ્નિવીરોને કેન્દ્રીય પોલીસ દળો (Central…

દેશમાં અગ્નિવીર યોજના (Agniveer Yojana) ને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (The Union Home Ministry) મોટું પગલું ભર્યું છે. સરકારે અગ્નવીર યોજનામાં ફેરફાર કર્યા છે. હવે અગ્નિવીરોને કેન્દ્રીય પોલીસ દળો (Central Police Forces) માં પણ નોકરી મળી શકશે. આ સાથે, CISFમાં 10 ટકા પોસ્ટ ભૂતપૂર્વ અગ્નિવીરો માટે અનામત રાખવામાં આવી છે. તેટલું જ નહીં આ અગ્નિવીરોને ફિઝિકલ ટેસ્ટ (Physical Test) માંથી મુક્તિ આપવામાં આવશે.

શું છે સરકારની નવી જાહેરાત?

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું કે અગ્નિવીરોને કેન્દ્રીય પોલીસ દળોમાં નોકરી મળશે. આ સાથે ભૂતપૂર્વ અગ્નિવીરો માટે 10 ટકા જગ્યાઓ અનામત રાખવામાં આવી છે. CISFમાં પણ 10 ટકા પોસ્ટ્સ અનામત રાખવામાં આવશે, જેનો ફાયદો અગ્નિવીરોને થશે. કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના મહાનિર્દેશક નીના સિંહનું કહેવું છે કે આ અંગે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. અગ્નવીર યોજના શરૂઆતથી જ વિવાદોમાં રહી છે. વિપક્ષી પાર્ટીઓના નેતાઓ અગ્નિવીર યોજનાને લઈને મોદી સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા હતા. તાજેતરમાં રાહુલ ગાંધીએ સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો આ યોજનાને રદ્દ કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વિપક્ષ શરૂઆતથી જ અગ્નિવીર યોજનાનો વિરોધ કરી રહ્યો છે અને તેમાં ઘણી ખામીઓ સતત દર્શાવવામાં આવી રહી છે. જો કે સરકારનું કહેવું છે કે આ યોજના ખૂબ વિચાર અને ચર્ચા બાદ લાવવામાં આવી છે અને તે સેનાના હિતમાં છે.

અગ્નિપથ યોજના શું છે?

અગ્નિપથ યોજના એ એક નવી યોજના છે જે ભારત સરકાર દ્વારા અધિકારીઓની રેન્કથી નીચેના સૈનિકોની ભરતી માટે શરૂ કરવામાં આવી છે. તેની જાહેરાત 16 જૂન 2022ના રોજ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ સેનામાં જોડાનાર સૈનિકો ‘અગ્નવીર’ તરીકે ઓળખાય છે. અગ્નિપથ યોજના હેઠળ ભરતી થયેલા યુવાનોનો સેવા સમયગાળો 4 વર્ષનો છે. આ કાર્યકાળમાં 6 મહિનાનો તાલીમ સમયગાળો પણ સામેલ છે. અગ્નિવીરોને સેનામાં તેમની સેવા દરમિયાન જરૂરી તાલીમ અને સુવિધાઓ આપવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન, સર્વોચ્ચ બલિદાન પ્રાપ્ત કરવા માટે અગ્નિવીરોના પરિવારોને વળતર પણ મળે છે. જો કે 4 વર્ષની સેવા બાદ અગ્નિવીરોને કોઈ પેન્શન મળતું નથી અને સમગ્ર વિવાદ તેના કારણે છે.

અગ્નિવીરોને શું લાભ મળે છે?

વિપક્ષી દળો ભલે અગ્નિવીર યોજનાનો વિરોધ કરતા હોય પણ આજે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સ્પષ્ટ કર્યું છે કે, અગ્નિવીર યોજના હેઠળ જીવ ગુમાવનારા સૈનિકોને શહીદનો દરજ્જો આપવામાં આવે છે. વધુમાં, અગ્નિવીર દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપે છે, તેથી તેના અંતિમ સંસ્કાર સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે કરવામાં આવે છે. તેમની શહીદી પછી તેમના પરિવારને લાભ મળે છે. બેંક ડિફેન્સ સર્વિસ એકાઉન્ટ ઇન્શ્યોરન્સ વેલફેર ફંડ હેઠળ (MOU મુજબ) પરિવારને નીચેની રકમ મળશે :-
વીમાની રકમ – રૂ.48 લાખ
વય મહિલા કલ્યાણ નિધિ – રૂ.30 હજાર
અંતિમ સંસ્કારના ખર્ચ માટે રકમ – રૂ.9 હજાર
ACWF – રૂ.8 લાખ
એક્સ-ગ્રેશિયા રકમ – રૂ.44 લાખ
આ સિવાય પરિવારને 4 વર્ષના પગારની બાકીની રકમ પણ મળે છે.

આ પણ વાંચો – ITBP એ લદ્દાખમાં LAC પાસે ચીનથી લાવવામાં આવેલ 108 KG સોનું ઝડપ્યું

આ પણ વાંચો – Jammu and Kashmir : ઉધમપુરમાં એન્કાઉન્ટર, આતંકીઓ સાથે એન્કાઉન્ટર, સર્ચ ઓપરેશન ચાલુ…

Whatsapp share
facebook twitter