+

‘વર્ષોથી ગાળો સાંભળી છે હવે તો ગાલીપ્રુફ બની ગયો છું’ PM મોદીના વિપક્ષ પર આકરા પ્રહાર

PM Modi Interview : લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) હવે તેના અંતિમ તબક્કે (Last Phase) પહોંચી રહી છે. આ મહત્વપૂર્ણ ચૂંટણી (Election) ને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી…

PM Modi Interview : લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) હવે તેના અંતિમ તબક્કે (Last Phase) પહોંચી રહી છે. આ મહત્વપૂર્ણ ચૂંટણી (Election) ને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ એક પછી એક અનેક ચેનલોને ઈન્ટરવ્યુ (Interview) આપ્યા છે. આ કડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ANIને એક ઈન્ટરવ્યુ આપ્યો છે અને ઘણી મહત્વપૂર્ણ વાતો કહી. PM મોદીએ આ ઈન્ટરવ્યુમાં વિપક્ષ પર શાબ્દિક કટાક્ષ કર્યો છે. PM મોદીએ વિપક્ષના તમામ આરોપોને નકાર્યા છે.

હું ગાલી પ્રુફ બની ગયો છું : PM

વડાપ્રધાન મોદીએ ANI ને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે છેલ્લા 24 વર્ષથી ગાળો ખાઈ ખાઈને ગાલી પ્રુફ બની ગયો છું. તેમણે કહ્યું કે, તમે યાદ કરો કે મોતનો સૌદાગર અને ગંદી નાળીનો કીડો મને કોણે કહ્યો હતો. સંસદમાં અમારા એક સાથીદારે 101 ગાળોની ગણતરી કરી હતી, તેથી ચૂંટણી હોય કે ન હોય, આ લોકો (વિરોધી) માને છે કે ગાળો આપવીએ તેમનો અધિકાર છે અને તેઓ એવા હતાશ થઈ ગયા છે કે તેઓ ગાળો બોલવી અને અપશબ્દો બોલવા તેમનો સ્વભાવ બની ગયો છે.

આ લોકો દેશના બંધારણ અને કાયદા વાંચે તો સારું : PM

PM મોદીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જેલમાં મોકલ્યા હોવાના આરોપ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ લોકો દેશના બંધારણ અને કાયદા વાંચે તો સારું રહેશે. મારે કોઈને કંઈ કહેવાની જરૂર નથી. હવે મને યાદ છે કે મેં ક્યારેક કોંગ્રેસના નેતાઓને ગૃહમાં સાંભળ્યા હતા. તેઓ કહેતા હતા કે તમે PSU નું ખાનગીકરણ કરી રહ્યા છો. તમે આરક્ષણ કાઢી નાખવા માંગો છો. હવે આમાં કોઈ વાસ્તવિકતા ન હતી, તેઓ ફક્ત ગપસપ કરતા હતા. પરંતુ મારા ધ્યાનમાં આવ્યું કે જે લોકો પોતાને દલિતો અને આદિવાસીઓના આવા મહાન શુભચિંતક કહે છે. વાસ્તવમાં તેઓ તેમના દુશ્મનો છે. તેઓએ શૈક્ષણિક સંસ્થાઓને રાતોરાત લઘુમતી સંસ્થાઓમાં ફેરવી દીધી. હવે જ્યારે લઘુમતી સંસ્થા બનાવવામાં આવી ત્યારે તેઓએ અનામતનો અંત લાવ્યો. તેમણે યુનિવર્સિટીને લઘુમતીનો દરજ્જો પણ આપ્યો હતો.

SC-ST, OBCને અંધારામાં રાખીને લૂંટવામાં આવ્યા : PM

PM મોદીએ કહ્યું કે, “મારે મારા SC, ST, OBC અને અત્યંત પછાત ભાઈ-બહેનોને ચેતવણી આપવી છે, કારણ કે તેમને અંધારામાં રાખીને આ લોકો લૂંટ ચલાવી રહ્યા છે. ચૂંટણી એ એવો સમય છે જ્યારે સૌથી મોટું સંકટ આવે છે. મારે દેશવાસીઓને જાણ કરવી છે કે બે વસ્તુઓ થઈ રહી છે – બંધારણની મૂળ ભાવનાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. બંધારણની મર્યાદાઓને ક્ષતિ પહોંચાડવામાં આવી રહી છે અને તે પણ પોતાની વોટ બેંકની રાજનીતિ માટે.

આ પણ વાંચો – Cyclone Remal : ચક્રવાત Remal ના કારણે કોલકાતામાં ભારે વરસાદ શરૂ, ટ્રેનો અને ફ્લાઇટ્સ રદ…

આ પણ વાંચો – PM Modi : મતદાન પહેલા કાશીવાસી ઓને PM Modi નો ખાસ પત્ર, જાણો શું કરી માંગ

Whatsapp share
facebook twitter